Abtak Media Google News

પર્યાવરણને બચાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે આધુનિક ઈ-વ્હીકલ

આજે વિશ્વ પર્યાવરણ દિવસની ચોમેર ઉજવણી થઇ રહી છે. દર વર્ષે 5મી જૂને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પણ ફકત એક જ દિવસ પર્યાવરણ પ્રત્યે સજાગતા બતાવવાથી ગ્લોબલ વોર્મિંગ જેવી મહાકાય સમસ્યાનું સમાધાન નહીં થાય. પર્યાવરણનું જતન કરીને આપણે સૌ ખરા અર્થમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરી શકીએ છીએ.

હાલ વાહન વિના કોઈનું ચાલતું નથી પણ આપણે સૌ જાણીએ છીએ કે, વાહનોમાંથી નીકળતો ધુમાડો પર્યાવરણને ભારે નુકસાની સર્જે છે. યુવી કિરણો સામે રક્ષણ આપતું ઓઝોનના પડમાં ભંગાણ સર્જાઈ રહ્યું છે જેના લીધે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે અને આખુ વિશ્વ ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યું છે. ત્યારે વાહનોના ધુમાડાથી પર્યાવરણને ન્યુન્તમ નુકસાની સર્જાય તેના માટે કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ બીએસ-4 માંથી સીધું જ બીએસ-6 ટેક્નોલોજી લોન્ચ કરવામાં આવી હતી અને ત્યારબાદ પ્રદુષણને નિયંત્રણમાં રાખવા બીએસ-6 ફેઝ-2 પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે.

બીએસ-6 ફેઝ-2 વાહનો પર્યાવરણ ફ્રેન્ડલી હોવાનું કહી શકાય છે કેમ કે, બીએસ-4ની સાપેક્ષે પ્રદુષણમાં નોંધાપાત્ર ઘટાડો નોંધાયો છે. ઉપરાંત હાલ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી પણ પર્યાવરણની જાળવણી માટે આગળ આવી છે જેનું શ્રેષ્ઠ ઉદાહરણ ઇલેક્ટ્રિક વ્હીકલ છે. ઇલેક્ટ્રિક વ્હીકલમાં પ્રદુષણ નહિવત પ્રમાણમાં થાય છે. ગ્રીન એનર્જી આધારિત વાહનો લગભગ તમામ ઓટોમોબાઈલ કંપનીઓ લોન્ચ કરી ચુકી છે અને આગામી દિવસોમાં વિશાળ રેન્જ ઉપલબ્ધ થવાની છે.હવે ફકત ટુ – વ્હીલર જ નહીં પણ ફોર-વ્હીલર અને સાથોસાથ હેવી કોમર્શિયલ વાહનો પણ ઇલેક્ટ્રિક ફ્યુલ સાથે લોન્ચ થવા જઈ રહ્યા છે. અનેક ઓટોમોબાઈલ કંપનીઓ આ દિશામાં સતત આગળ વધી રહી છે.

કોમર્શિયલ વ્હીકલમાં પણ ગ્રીન એનર્જી આધારિત વિશાળ રેન્જ આપશે ટાટા મોટર્સ

Screenshot 4 6

જીતેન્દ્ર ઓટોમોબાઈલ્સના વીરભાઈ ખારાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પર્યાવરણની દ્રષ્ટિએ બીએસ-4 થી બીએસ-6 વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું હતું. જો કે, બીએસ-6ના ફેઝ-1માં પ્રદુષણ કેટલું થાય છે તે માપી શકાતું ન હતું જેથી ફેઝ-2 લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં સરકાર કે વ્યક્તિ તેનું વાહન કેટલું પ્રદુષણ ફેલાવે છે તેનું માપ કાઢી શકે છે. તેમણે કહ્યું હતું કે, ગ્રીન એનર્જીની દિશામાં ટાટા મોટર્સ કોમર્શિયલ વાહનોમાં વિશાળ રેન્જ લોન્ચ કરવા જઈ રહી છે. હાલ ડીલર તરીકે અમને કંપની દ્વારા ટ્રેનિંગ અપાઈ રહી છે. કોમર્શિયલ વાહનોમાં સીએનજી બેઝડ વાહનમાં 1 ટનથી માંડી 20 ટન સુધીના વાહનો ઉપલબ્ધ થઇ ગયાં છે. કોમર્શિયલ વાહનોમાં ઇલેક્ટ્રિક મોડલ પણ લોન્ચ કરી દેવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બીએસ-6ના ફેઝ-2માં ગ્રાહકોને વધુ ધ્યાને રાખવામાં આવ્યા છે. ટાટા મોટર્સ ફલીટેજ નામની એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. કોઈ પણ વાહન ક્યાં સમયે ક્યાંથી નીકળ્યું, ક્યાં ઉભું રહ્યું, ગિયર સરખું બદલાવવામાં આવ્યું કે કેમ, માઇલેજ કેવી રીતે વધારી શકાય, ફેઝ-1 અને ફેઝ-2માં કેટલો તફાવત આવ્યો તે તમામ બાબતો ફલીટેજમાંથી જોઈ શકાય છે.

ગ્રીન એનર્જી તરફ મહિન્દ્રાનું મહત્વપૂર્ણ પગલું : એક્સયુવી 400 લોન્ચ

Screenshot 6 4

ગેલોપ્સ મહિન્દ્રાના જનરલ મેનેજર(સેલ્સ) રાજેન્દ્રભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વાહનોમાંથી નીકળતા ધુમાડાથી પ્રદુષણ ફેલાતું હોય છે જેના પર અંકુશ મેળવવા બીએસ-6 ફેઝ 1 અને ફેઝ 2 લોન્ચ કરવામાં આવ્યો છે. જે ડીઝલ એકઝોસસ્ટ સિસ્ટમ થકી પ્રદુષણમાં નોંધાપત્ર ઘટાડો કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બીએસ-4માં ઇંધણ પૂરેપૂરું બળતું ન હતું જેના લીધે વધુ પડતું પ્રદુષણ થતું હતું. હવે બીએસ-6માં મહિન્દ્રાની જો વાત કરવામાં આવે તો તમામ વાહનોમાં ડીઝલ એકઝોસસ્ટ માટે સેન્સર આધારિત સિસ્ટમ આપવામાં આવી છે જેથી પુરેપુરા બળતણનો ઉપયોગ થાય છે અને પ્રદુષણમાં ઘટાડો થાય છે.

તેમણે વધુમાં ગ્રીન એનર્જી અંગે જણાવ્યું હતું કે, હાલ મહિન્દ્રાએ એકસયુવી 400 લોન્ચ કર્યું છે જે સંપૂર્ણપણે ગ્રીન એનર્જી આધારિત વાહન છે. જે 456 કિમીની રેન્જ ધરાવે છે અને ટૂંક સમયમાં રાજકોટમાં પણ ઉપલબ્ધ થઇ  જશે.

પર્યાવરણ ફ્રેડલી વાહનોની અઢળક રેન્જ આપતું ટાટા મોટર્સ

Screenshot 7 7

જય ગણેશ ટાટા મોટર્સના ગ્રુપ સીઈઓ સંદીપભાઈ ખરચરીયાએ જણાવ્યું હતું કે, બીએસ 6માં ફેઝ 2 લોન્ચ કરવામાં આવ્યું છે જેના લીધે વાહનની માઈલેઝ વધી છે, વાઈબ્રેશનમાં ઘટાડો થયો છે અને વાહન સ્મુધ ચાલતા હોય છે. તેમણે ગ્રીન એનર્જી વિશે જણાવ્યું હતું કે, ટાટા મોટર્સ સતત ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહી છે.

હાલ ટાટા મોટર્સના ગ્રીન વ્હીકલ પર સૌથી વધુ સબસીડી આપી રહી છે, હાલ સરેરાશ તમામ વાહનો પર અંદાજિત 1.50 લાખ રૂપિયાની સબસીડી આપવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગ્રીન એનર્જીમાં ટાટા મોટર્સ તમામ રેન્જમાં વાહન આપી રહી છે. બેઝિક મોડલથી માંડી હાઈ રેન્જ સુધીના મોડલ ઉપલબ્ધ છે.

તેમણે કહ્યું હતું કે, ટાટા ટીઆગો, ટાટા ટીગોર અને ટાટા નેકસોન જેવા મોડલ આપી રહ્યા છે. ઉપરાંત ટાટા મોટર્સ દ્વારા રાજ્યભરમા 1250 જેટલાં ચાર્જિંગ સ્ટેશન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

પ્રદુષણમુક્ત વાહનોની પદ્ધતિ અપનાવવા એમજી મોટર્સ સજ્જ

Screenshot 8 4

એમજી મોટર્સના ધીમંતભાઈ ઢેબરે જણાવ્યું હતું કે, વાહનોથી થતાં પ્રદુષણને અટકાવવા માટે બીએસ-6 લોન્ચ કરવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે, વાહનોમાંથી નીકળતા ધુમાડાથી વાતાવરણને ભારે નુકસાનીનો સામનો કરવો પડે છે. જેને અંકુશમાં લેવા માટે બીએસ-6 લોન્ચ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ મોટાભાગની કંપનીઓ ઇલેક્ટ્રિક વાહનો લઈને આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, હાલ બીએસ-6 પછી જે વર્ઝન લોન્ચ કરવામાં આવનાર છે તે પ્રદુષણ અટકાવવા માટે આવકારદાયક પગલું સાબિત થશે. તેમણે જણાવ્યું હતું કે, હવે બીએસ-7 ટેક્નોલોજી પણ ટૂંકા સમયમાં લોન્ચ થઇ જાય તો નવાઈ નહીં.

બીએસ-7માં પ્રદુષણને અટકાવવા માટે જરૂરી પગલાંઓ લેવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જો કે, તેમણે કહ્યું હતું કે, આ વર્ઝનની વાત કરવામાં આવે તો ડીલર અને ગ્રાહક બંનેના ખિસ્સા પર થોડું ભારણ વધશે પણ કુલ મળીને આ પગલું સૌ માટે ફાયદાકારક છે. તેમણે એમજવેલર્સ મોટર્સ અંગે જણાવ્યું હતું કે, એમજી મોટર્સ હવે લેટેસ્ટ ટેક્નોલોજી અપનાવવા જઈ રહી છે. રૂ. 5 હજાર કરોડના ખર્ચે નવું ડેવલોપમેન્ટ કરવામાં આવનાર છે. ભવિષ્યની ટેક્નોલોજીને અપનાવવા એમજી મોટર્સ માળખાકીય ફેરફારો કરવા સજ્જ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.