Abtak Media Google News

એનડીપીએસ એકટની કલમ ૫૦ હેઠળ દાખલ કરાયેલી આરોપીની અરજી સુપ્રીમે ફગાવી !!

સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે પસાર કરેલા એક આદેશમાં એક અર્થઘટનને નકારી કાઢ્યું હતું કે, જો એનડીપીએસ એક્ટની કલમ ૫૦ ના ઉલ્લંઘન દ્વારા જડતી કરવામાં તો તે મૌલિક અધિકારોનું હનન ગણવામાં આવશે પરંતુ સુપ્રિમે કહ્યું હતું કે, માદક દ્રવ્યોના જથ્થા મામલે આવું વલણ દાખવી શકાય નહીં. જો આ દલીલને ગ્રાહ્ય રાખવામાં આવે તો એનડીપીએસનો એકપણ ગુન્હો સાબિત જ થઈ શકે નહીં.

જસ્ટિસ સંજય કિશન કૌલ અને એમ.એમ. સુંદરેશની બનેલી બેન્ચે કલમ ૨૦(બી)(બી) હેઠળ દોષિત ઠેરવવામાં આવેલા એક આરોપી દ્વારા દાખલ કરાયેલી અપીલને ફગાવી દેતી વખતે કહ્યું હતું કે, અમે આવો વિસ્તૃત દૃષ્ટિકોણ આપી શકતા નથી.

આરોપી લાકડાના કણવડ પર લીલા પોલીથીનની થેલીમાં ગાંજો લઈને ભાઈસાબેડાથી પીથાપુર પરિવહન માટે લઈ જતો જોવા મળ્યો હતો. સર્વોચ્ચ અદાલત સમક્ષ અપીલમાં આરોપીએ રાજસ્થાન રાજ્ય વિ. પરમાનંદ એન્ડ એએનઆરના ચુકાદા પર આધાર રાખ્યો હતો. આ ચુકાદામાં, એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ અધિકારી દ્વારા વ્યક્તિને જાણ કર્યા વિના પૂર્વ માહિતીના આધારે જડતી કરવામાં આવે તો અધિકાર છે પરંતુ આરોપીની મંજૂરી હોવી જરૂરી છે અને આ જડતી મેજિસ્ટ્રેટની હાજરીમાં થવી જોઈએ. ત્યારે સુપ્રીમે આ મામલે સ્પષ્ટ કર્યું હતું કે, એનડીપીએસ હેઠળના કેસમાં અમે આવુ વિસ્તૃત દ્રષ્ટિકોણ દાખવી શકીએ નહીં.

આરોપીના બચાવ પક્ષે વકીલ દ્વારા એનડીપીએસ એકટની કલમ ૫૦ હેઠળ દલીલ કરવામાં આવી હતી કે, આરોપીની પૂર્વ મંજૂરી વિના જડતી કરી શકાય નહીં, આરોપીની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે અને જો આવું નથી થતું તો કબ્જે કરાયેલો મુદ્દામાલ પણ ગેરકાયદેસર ગણાય ત્યારે સુપ્રીમે આ મામલે આરોપીની અરજી ફગાવી દીધી હતી અને સ્પષ્ટ કહ્યું હતું કે, આ પ્રકારના કેસમાં મૌલિક અધિકારોનો હવાલો આપી શકાય નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.