- રાજકોટમાં વિદ્યાનગર મેઈન રોડ પર ફર્નીચરની દુકાનમાં આગનો બનાવ
- ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે
- ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યો
હાલ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે રાજ્યમાં અવાર નવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. રાજ્કોટમાંથી અવાર નવાર આગના બનાવો સામે આવતા હોય છે. ત્યારે ફરી એકવાર રાજકોટમાં આગનો બનાવ સામે આવ્યો છે.
રાજકોટના વિદ્યાનગર મેઈન રોડ પર ફર્નીચરની દુકાનમાં આગનો બનાવ સામે આવ્યો છે. આ દરમિયાન ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આગ લાગતાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે. ફર્નીચરની દુકાનમાં આગ લગવાથી ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવા ભારે જહેમત ઉઠાવી છે.
થોડા દિવસ પહેલા જ રાજકોટમાં કેમિકલ ફેક્ટરીમાં લાગી ભયંકર આગ લાગ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. નવા ગામ પાસે જે.કે.કોટેજ કેમિકલ ફેક્ટરીમાં ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. ફાયર અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચીને આગ બુજાવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.