રેલવેમાં નોકરી અપાવી દેવાના કૌભાંડના સુત્રધારની વધુ રિમાન્ડ અરજી રદ

બેકાર યુવાનોને રેલવે કલાર્કની નોકરી અપાવવાની લાલચ આપીએક વ્યકિતના 15 લાખ લેખે સગાવહાલા દ્વારા સંપર્ક કરેલ હતો તેમજ આ આરોપીઓ દ્વારા ડોકયુમેન્ટ સબમીટ કરવાના રૂ.26 હજાર લઈ યુવાનોને દિલ્હી ખાતે લઈ જઈ તેઓને ખોટા અને બનાવટી ઓર્ડર આપી લખનૌ ટ્રેનીંગમાં મોકલી બાદ આ કેસમાં જુદા જુદા 6 વ્યકિત પાસેથી રેલવેમાં નોકરી અપાવવાના બહાને રૂ.68 લાખ મેળવી બોગસ ડોકયુમેન્ટ બનાવી છેતરપીંડી, તેમજ વિશ્ર્વાસઘાત કરેલ હતો જે મતલબની ક્રાઈમ બ્રાંચ દ્વારા થતા આરોપઓ સામે ફરિયાદ નોંધી ક્રાઈમ બ્રાંચ દ્વારા મુખ્ય આરોપી હિમાંશુ ઉદયભાણ પાંડેની ધરપકડ કરી હતી જેમાં આરોપીઓને 10 દિવસના ફરધર રીમાન્ડ માટે ચીફ કોર્ટમાં અરજી કરી હતી જે ફરધર રીમાન્ડ અરજીમાં આરોપી તરફે તેમના વકીલ દ્વારા કાયદાની જોગવાઈમુજબ દલીલ કરતા જે દલીલ માન્ય રાખી અરોપીની રીમાન્ડ અરજી નામંજૂર કરેલી હતી આ મુખ્ય આરોપી હિમાંશુ ઉદયભાણ પાંડે તરફે એડવોકેટ ભાવિન વ્યાસ રોકાયેલા હતા.