Abtak Media Google News

મેષ:

(...)

Rashi2 1

નોકરીમાં ટેન્શન રહે નવી ઓફર પણ આવે વ્યવસાયમાં પરિવર્તનની ઈચ્છા ફળે વિકાસથી લાભ શેર સટામાં જાળવવું લગ્ન ઈચ્છુકોને અનુકુળતા રહે વિદેશથી લાભ વહેવારીક કાર્યો માટે થશેડુ નાણાકીય એડજેસ્ટ કરવું પડે વિદ્યાર્થીઓને આ સમય વિશેષ અનુકુળતા વાળો રહેવાનો મિત્ર વર્તુળમાં વધારો થાય ભઈ બહેનોની સગાઈ લગ્નના કાર્યમાં સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરવાથી સફળતા રહે. દામ્પત્યજીવનમાં ગેર સમજો ટાળવી વિજાતીય મિત્રતા કેલવતા પહેલા વિચારવાની સલાહ છે.

વૃષભ:

(..)

Sign Taurus

વ્યવસાયમાં સીઝનલ ધંધામાં લાભ, નોકરીમાં ફેરફારોને અવકાશ લગ્નના કાર્યોમાં વિલંબ થાય શેર સટ્ટામાં નફો બુક કરવો, કાનુની પ્રશ્નોથી દૂર રહેવું મિલકતના પ્રશ્નોમા ધીરજ રાખો અહી કોઈ ઉતાવળ્યો નિર્ણયો ન લેવાની ખાસ સલાહ છે. કિંમતી ચીજ વસ્તુની ભેટ મેળવશો. યુવા વર્ગને વિજાતીય મિત્રો સાથે મતભેદો ન થાય તેનું ધ્યાન રાખવું પરિવારનાં વડીલ વર્ગ સાથે દલીલબાજીથી દૂર રહેવું દામ્પત્ય જીવનમાં ગેર સમજો ન થાય તે બાબત વિચારવું દામ્પત્યમાં સફળતા રહેવાનું.

મિથુન

(,,)

3 74

નોકરીમાં પરિવર્તનના યોગ વેપારમાં અનુકુળતા વધે. લગ્ન ઈચ્છુકોને અનુકુળતા શેર સટ્ટામાં નિર્ણયો મહત્વના રહે. હરીફો ઉપર વર્ચસ્વ વધે ધાર્મિક કાર્ય થાય. કિમંતી ચીજ વસ્તુની ખરીદી કરવાની તમારી ઈચ્છા ફળવાની અહી ખોટી ખરીદી ન થાય તે બાબતનું ધ્યાન રાખજો. નવા આયોજન બાબત ચર્ચા વિચારણા થાય કાર્યક્ષેત્રનો વિકાસ થાય. સાથે સાથે સ્વાસ્થ્ય બાબત બેદરકારી ન રાખવી વડીલોને આર્થિક ઉપાર્જત કરવામાં મદદ કરવી પરદેશ જવાની ઈચ્છા ફળવાની

કર્ક:

(,)

5 117 1

વ્યવસાયમાં સફળતા નોકરીમાં ચીવટ રાખવી શેર સટ્ટાથી જાળવવું મિલકતથી લાભ, લગ્ન ઈચ્છુકોને સારી ઓફર આવે માનસીક તનાવ રહે પ્રવાસ પર્યટનમાં અનુકુળતા રહે વિદ્યાર્થી વર્ગને અનુકુળતા રહે વધુ અભ્યાસને લઈને વિદેશ જવાની ઈચ્છા પણ ફળવાની સમયને સાચવી લેજો. મહત્વના નિર્ણયો બાબત કોઈ ઉતાવળ ન કરવી નવા સાહસ માટે હિતેચ્છુ જાણકાર વ્યકિતની સલાહ લેજો પરિવારના સભ્યોને સહકાર દેવો કારણ વગરની સાચી કે ખોટી દલીલ બાજી ટાળજો.

સિંહ:

(,)

Rashi 05 Sinh

વ્યવસાયમાં સફળતા રહે. નોકરીમાં નવી તક ઉભી થાય શેર સટ્ટાથી લાભ લગ્ન-સગાઈનું કાર્ય આગળ વધે. મિલ્કતના પ્રશ્ર્નમાં અનુકુળતા સાઈડ બીજનેશથી લાભ રહે. પરિવારમાં નવા મહેમાનનું આગમન થઈ શકે છે. અને પરિવારનો માહોલ ઉત્સાહ જનક રહેવાનો મહેનત કરવી જરૂરી. ભાગીદારી ધંધામાં કોઈ મતભેદો ન થાય તેનું ધ્યાન રાખવું એકસપોર્ટના બીઝનેશમાં વધુ અનુકુળતા રહે. ભાઈ બહેનોની સગાઈ લગ્નના કાર્યોમાં આગળ વધી શકાય. તમોને જશ બળવાનો છે. તમારી અંદર રહેલી ટેલેન્ટનો યોગ્ય ઉપયોગ કરવાની તક મળે.

કન્યા:

(,,)

6 1

વ્યવસાયમાં ફેરફારો થાય નોકરીમાં અનુકુળતા વધે. શેર સટ્ટામાં સફળતા નફો બુક કરવો. મિલ્કત બાબત ધીરજ રાખવી. કાનુની પ્રશ્ર્નોમાં સાવધાનની ભૂમીકાથી લાભ રહે. અહી કાનુની પ્રશ્ર્નોથી માનસીક તનાવ રહે જેથી આ બાબતથી જેટલા દૂર રહી શકાય તેટલુ વધુ સારૂ, વધુ પડતી લાગણીઓને કાબુમાં રાખજો સાથે સાથે નિર્ણય શકિતઓને કેળવજો ઉશ્કેરાટને લઈને બનતા કાર્યો ન બગડે તે બાબત સજાગતા કેળવજો ભાઈ બહેનો સાથે સુમેળ રાખજો નોકરી કાર્યભાર સાથે પ્રગતિ પણ થવાની.

તુલા:

(,)

Images 3

વ્યવસાયમાં સફળતા ઉધારી ન કરવી નોકરીમાં કાર્યભાર રહે. શેર સટ્ટાથી લાભ, કાનુની પ્રશ્નોથી દૂર રહેજો. મિલ્કતના પ્રશ્ર્નોમાં ઉતાવળ ન કરવી પ્રવાસ થાય. દરિયાઈ જગ્યાએ પ્રવાસની ઈચ્છા ફળવાની અહી વિદેશ વસવાટ કરવાની ઈચ્છા પણ પ્રબળ થવાની ભાઈ બહેનોથી લાભ રહે.સરકારીમાં સાવધાની જરૂરી ગર્વમેન્ટના ટેન્ડરના કાર્યમાં અવરોધો રહેવાના નવી ખરીદી બાબત ઉતાવળ ન કરવી એકસપોર્ટના બીઝનેશથી લાભ રહે ભાગીદારોને સહકાર દેવો અહી નવી યોજના કે આયોજન બાબત ઉતાવળ ન કરવી.

વૃશ્ચિક

(,)

વૃશ્ચિક 4 1 2

નોકરીમાં ચીવટ જરૂરી વ્યવસાયમાં પરિવર્તન રહે શેર સટ્ટામાં નફો બુક કરવો મિલ્કતના કાર્યોમાં લાભ લગ્ન-સગાઈનાં કાર્યમાં સફળતા વિદેશ જવાની તક મળે. હોટલ લાઈનના વ્યવસાયમાં જવાની તક ઉભી થાય પોલીટીકસમાં પણ તમોને સારી એવી તક મળી શકે છે. શુભેચ્છકો તરફથી ભેટ સોગંદ મેળવશો. આત્મવિશ્વાસ વધારવાથી લાભ વધુ પડતા ગણત્રીબાજ ન થતા સાઈડ બીઝનેશથી લાભ દાયક રહે નવા સાહસોમાં કોઈ જાણકાર વ્યકિતની સલાહ લેજો આત્મવિશ્વાસની સાથે બુધ્ધિનો ઉપયોગ કરવો.

ધન

(,,,)

Rashi 09 Dhanu

નોકરીમાં સફળતા રહે વ્યવસાયમાં સીઝનલ ધંધાથી લાભ શેર સટ્ટામાં લાભ મિલ્કતના પ્રશ્નોમાં ધીરજ રાખવી કાનુની પ્રશ્ર્નોમાં સમાધાનથી લાભ વિજાતીય મિત્રતા ગાઢ અને બહાર તમારે બીત્રતા બાબત પણ ખૂબજ સાવધાની રાખવાની છે. તમારે તમારા નાણાનું ધ્યાન રાખવાનું છે. લાગણીઓને કાબુમાં રાખજો નાણાંકીય બાબતોમાં સર્તકતા રાખવી મિત્ર વર્તુળોમાં વધારો થાય તમારા કાર્યની પ્રસંશા થાય પિતાજીનો સહકાર રહે પ્રમોશન કે પગાર વધારો શકય બને અચાનક લાભ મળવાનો છે.

મકર

(,,)

Images 4

વ્યવસાયમાં સાવધાની રાખવી ઉધારીથી દૂર રહેજો નોકરીમાં પરિવર્તનની શકયતા મિલ્કતથી લાભ, કાનુની પ્રશ્ર્નોથી દૂર રહેજો શેર બજારથી આર્થિક લાભ મેળવશો. દલીલબાજીથી દૂર રહેજો તમારા નજીકની વ્યકિતઓથી જાળવવું તમારા ઈમેજને તમારે જાળવી રાખવાની છે. નકારાત્મક વિચારોને લઈને મળતા લાભો ગુમાવો છો. સ્નેહીજનો સાથે સુલેહ રાખવી સ્થાનીય બાબત જાળવવું, પ્રિયપાત્રની મુલાકાત થાય વધુ પડતો કાર્યભાર હીતાવહ નથી બ્લડ પ્રેસર જેવી તકલીફો હોય તો વધુ જાળવવું.

કુંભ

(,,)

કુંભ

નોકરીમાં સ્થીરતા રાખવી વ્યવસાયમાં ફેરફારોની ઈચ્છા ફળે મિલ્કતના પ્રશ્નમાં અનુકુળતા રહે શેર બજારમાં નફો બુક કરો કાનુની પ્રશ્નોમાં સમાધાનની ભૂમીકાથી લાભ જેને લઈને તમારો કિંમતી સમય બચી જશે. તમો કોઈ બીજા કાર્યમાં ધ્યાન આપી શકશો ઉધારને લઈને તનાવ રહે. સંયુકત પરિવારમાં રહેતી વ્યકિતએ પરિવારના સભ્યો સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું નાણાંકીય બાબતોમાં સર્તકતા રાખવી જીવન સાથીના સ્વાસ્થ્ય બાબત સુધારો રહે.

મીન

(,,,)

Images 1 1

વ્યવસાયમાં સફળતા રહે નોકરીમાં કાર્યભાર રહે પરિવર્તનની ઈચ્છા રહે મિલ્કતના પ્રશ્નોમાં અનુકુળતા રહે શેર સટ્ટામાં નિર્ણયો મહત્વના રહે. કાનૂની પ્રશ્નો ટાળજો સાઈડમાં કોઈ કામકાજ કરવાની ઈચ્છા હશે તો તેમાં સફળતા મળવાની છે. અહી કાર્યભારનો સામનો રહેવાનો છે. માનસીક રીતે ખૂબજ વિચારોમાં રહેશો નબળ વિચારો ટાળજો થોડી ધીરજ રાખો સંતાનોના પ્રશ્નો ઉપરધ્યાન આપો ભાગીદારો સાથે ગેર સમજો ન થાય તેનું ધ્યાન રાખવું સમય અને સંજોગો ને ધ્યાનમા લેવાની સલાહ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.