Abtak Media Google News

મહામારીમાં વિરોધને બાજુ પર મૂકી દર્દીની સારવાર કરવા અપીલ કરતા પરિવારજનો

યુનાઇટેડ નર્સિંગ ફોરમ ગુજરાત દ્વારા નર્સ ની પડતર માંગણીઓને લઇને ગત તા.12ના ઇન્ટરનેશનલ નર્સિંગ ડે નિમિત્તે શરૂ કરેલ વિરોધના બીજા દિવસે જી.જી.હોસ્પિટલમાં કામ કરતા નર્સિંગ સ્ટાફ આજે નર્સિંગ સ્ટાફ દ્વારા હાથમાં પોસ્ટર લઈશ ગાંધીચિંધ્યા માર્ગે વિરોધ દર્શાવ્યો હતો. જી.જી.હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફે ગઈકાલે પોતાની ફરજ પર જવા પહેલા જી.જી.હોસ્પિટલ ના પટાંગણમાં નર્સિંગ સ્ટાફ દ્વારા હાથ માં પોસ્ટર લઇ વિરોધ દર્શાવી ફરજ પર ગયા હતા અને સરકારને ચીમકી પણ આપી છે.

Videocapture20210513 133710 1620893480

જો તારીખ 18 સુધી અમારી માંગણી સંતોષવામાં કે સ્વીકારવામાં નહીં આવે તો અમે પ્રતિક ઉપવાસ પર ઉતરશે. કોરોના મહામારીમાં છેલ્લા બે વર્ષથી જીવના જોખમે ફરજ બજાવતાં નર્સ દ્વારા ગ્રેડ પે, ખાસ ભથ્થાઓ સહિતના વિવિધ પડતર પ્રશ્ર્નો અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ ઉકેલ ન આવતાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. નર્સિગ સ્ટાફ ગઈકાલે કામગીરીથી દૂર રહી પોસ્ટરો દર્શાવી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. તો નર્સિગ સ્ટાફ કામગીરીથી દૂર રહેતાં જી.જી. હોસ્પિટલમાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવતાં નર્સિગ સ્ટાફના અભાવે દર્દીઓને મુશ્કેલી પડી હતી. દર્દીઓના સગાઓમાં પણ આ પરિસ્થિતિને લઇને રોષ જોવા મળ્યો હતો. કોરોનાની મહામારી ચાલી રહી હોય, હોસ્પિટલમાં દર્દીઓ મોટા પ્રમાણમાં સારવાર હેઠળ હોય, નર્સિગ સ્ટાફની હડતાલને લીધે દર્દીઓને મુશ્કેલીઓ પડી હતી. ત્યારે દર્દીઓના પરિવારજનોએ પણ વિરોધ કર્યો હતો. પરિવારજનોએ નર્સિગ સ્ટાફના અભાવે. નર્સિગ સ્ટાફ હાયહાયના નારા લગાવી વળતો વિરોધ કર્યો હતો. કોરોના મહામારીમાં એકતરફ નર્સિગ સ્ટાફ પડતર માંગણીઓને લઇને વિરોધ પ્રદર્શન કરી રહી છે. બીજીતરફ દર્દીઓના પરિવારજનોમાં પણ નર્સિગ સ્ટાફ વિરુધ્ધ રોષ જોવા મળતાં લોકોએ નર્સિગ સ્ટાફ વિરુધ્ધ દેખાવો કર્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.