રાજકોટમાં જુગારના પાટલા શરૂ: 22 મહિલા સહિત 43ની ધરપકડ

થોરાળા, રામનાથપરા, મોચી બજાર, ઇસ્કોન અમ્બીટો, મનહરપુર, મારૂતિનંદનગર અને નવલનગરમાં પોલીસે જુગારના દરોડા પાડી રૂા.1.50 લાખ રોકડા કબ્જે કર્યા

શહેરમાં ઠેર ઠેર શ્રાવણીયો જુગાર શરૂ થયો હોય તેમ થોરાળા, રામનાથપરા, મોચી બજાર, ઇસ્કોન અમ્બીટો, મનહરપુર, મારૂતિનંદનગર અને નવલનગરમાં જુગાર અંગે પોલીસે દરોડા પાડી રૂા.1.50 લાખની રોકડ સાથે 22 મહિલા સહિત 43ની પોલીસે ધરપકડ કરી છે.મવડી વિસ્તારમાં આવેલા મારૂતિનંદનગરમાં અલ્પેશ ઉર્ફે બાબુ રમણીક ગોટેચાના મકાનમાં ઘોડીપાસાનો જુગાર રમતા અલ્પેશ ઉર્ફે બાબુ રમણીક, હિરેન રસીક આડેસરા, યુનુશ ઇલિયાસ ચાનિયા, રહીમ હાસમ સૈયદ અને પ્રકાશ છગન ગોહેલ નામના શખ્સોને રૂા.60,100ની રોકડ સાથે માલવીયાનગર પી.એસ.આઇ. વી.કે.ઝાલા, હેડ કોન્સ્ટેબલ મશરીભાઇ અને હરપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.

જામનગર રોડ પર આવેલા દ્વારકાધીશ પેટ્રોલ પંપની પાછળ મનહરપુરમાં રહેતી વિભૂતિબેન જયેશભાઇ ગોહેલના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે યુનિર્વસિટી પોલીસ મથકના પી.એસ.આઇ. એ.બી.જાડેજા અને જયંતીગીરી સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતી વિભૂતિબેન ગોહેલ, મણીબેન ભુરાભાઇ ઘેડીયા, ચંપાબેન મોહનભાઇ સવનીયા, દિવાળીબેન કાનજીભાઇ સીંગડીયા, ચેતનાબેન ઉર્ફે ચંપાબેન અશોકભાઇ સવનીયા, ગીતાબેન કેશુભાઇ ધોકીયા, તેજલબેન દિપકભાઇ ચૌહાણ અને સામતભાઇ જેઠાભાઇ વસરા નામના શખ્સોને રૂા.10,650ની રોકડ સાથે ધરપકડ કરી છે.

કાલાવડ રોડ પર કણકોટ નજીક શ્યામલ ઉપવનની બાજુમાં આવેલા ઇસ્કોન અમ્બીટો વીંગ-બીમાં રહેતી કૃપાલીબેન વંદનભાઇ સાપરીયા નામની મહિલા પોતાના ઘરે જુગાર રમાડતી હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. પી.એમ.ધાખડા અને અમિતકુમાર અગ્રાવત સહિતના સ્ટાફે જુગાર અંગે દરોડો પાડી કૃપાલીબેન સાપરીયા, હીનાબેન અશોકભાઇ છત્રાણા, ચંદ્રીકાબેન કિરીટભાઇ રાંક, સંગીતાબેન વ્રજલાલ મકવાણા, શોભનાબેન જીતેન્દ્રભાઇ ભૂત, ક્રિષ્નાબેન સોહમભાઇ મકવાણા, સુનિતાબેન ઉર્ફે સુમી હસમુખભાઇ વેકરીયા, ખૂશ્બુબેન અમિતભાઇ મકવાણા અને ગીતાબેન નરેન્દ્રભાઇ ભીમાણીની રૂા.30,390ની રોકડ સાથે ધરપકડ કરી છે.

મોચી બજારમાં રહેતી નિશાબેન બાબુભાઇ સોલંકીના મકાનમાં જુગાર અંગે એએસઆઇ એચ.આર.ચાનિયા સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતી નિશાબેન સોલંકી, અનસોયાબેન રણજીતભાઇ ધોળકીયા, દયાબેન કાંતીભાઇ લીંબર, ધનીબેન મહેન્દ્રભાઇ શરખેજીયા, શૈલેષ ગંગારામ રામાણી, મિતેશ રાજેશ ગોહેલ અને સંજય ઉર્ફે મુન્નો મહેન્દ્ર શરખેજીયાની રૂા.15,400ની રોકડ સાથે ધરપકડ કરી છે.

નવા થોરાળા વાલ્મીકીવાસમા રહેતા સંજય ગોવિંદ પરમારના મકાનમાં જુગાર રમતા સંજય ગોવિંદ પરમાર, કાળુ નાથા વાઘેલા, રાજ દિલીપ શિંગાળા, સુરજ દિલીપ શિંગાળા, કિરણ રામજી વાઘેલા, ઉમેશ રામજી રાઠોડ, વિજયાબેન રાજેશ ડાભી અને સંગીતાબેન સંજય પરમારની રૂા.16,280ની રોકડ સાથે ધરબપકડ કરી છે.ગુરૂપ્રસાદ ચોક પાસે ત્રિવેણીનગરમાં રહેતા રામજી ઉર્ફે રોહિત ઉર્ફે બાડો પ્રકાશ સોલંકીના મકાનમાં જુગાર રમતા રામજી સોલંકી, પ્રકાશ ઉર્ફે કાનો ધીરૂ મિયાત્રા, કૃષ્ણદેવ કિશોર ગોહિલ, વિજય હિરા ડુમોલીયા અને કુમાર ઉર્ફે ઘનશ્યામ છોટુ મારૂ નામના શખ્સોને રૂા.10,350ની રોકડ સાથે પોલીસે ધરપકડ કરી છે.મોરબી રોડ પર અર્જુન પાર્કમાં રહેતા ગૌરાજ નિલેશ રાઠોડ નામના શખ્સને ક્રિકેટનો સટ્ટો રમતા રામનાથપરા સ્મશાન પાસેથી રૂા.5 હજારના મુદામાલ સાથે પોલીસે ધરપકડ કરી છે.