Abtak Media Google News

પતાની રમત ગુજરાતીઓને ખૂબ જ વહાલી હોય છે તે તો આપણે વિઠ્ઠલ ટીડી સીરિઝમાં જોઈ ગયા છીએ. ગુજરાતમાં અવાર-નવાર જુગારધામ ઝડપાયું હોવાની ઘટના બનતી હોય છે ત્યારે આવી જ એક ઘટના આજ રોજ ગુજરાતના કચ્છમાં બની છે. પશ્ચિમ કચ્છના ભચાઉ વિસ્તારમાં આ જુગારધામ ઝડપાયું છે. ભચાઉના શેખપીર હાઇવે પર જુગારધામ પકડી પાડ્યું છે.

નીલકંઠ હોટલમાં જુગાર રમવામાં આવતો હતો. ત્યારે પશ્ચિમ કચ્છની LCBની ટીમે અહી રેડ પાડીને ખેલીઓને પકડી પડ્યા છે. આ હોટલમાં રેડ પાડીને LCBની ટીમે 6.61 લાખની રોકડનો મુદામાલ પકડી પાડ્યો છે. કુલ 31 લાખના મુદામાલ સાથે ટીમે 13 ખેલીઓની ધરપકડ કરી છે. બધા જ ખેલીઓ સમક્ષ ગુનો નોંધાયો છે. હવે આગળ સરકાર શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું !!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.