Abtak Media Google News

રૂ. ૭૭ હજારની રોકડ કબજે

શહેરના ભગવતિપરામાં હારૂન કાસમભાઇ સોરાના મકાનમાં ચાલતા જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી જુગાર રમતા ૧પ શખ્ોને ઝડપી જુગાર પટમાંથી રૂ ૭૭ હજારની રોકડ કબ્જે કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ ભગવતીપરા મેઇન રોડ પર આવેલા જયપ્રકારનગર શેરી નં.૧૩/૮ માં રહેતા હારુન કાસમભાઇ સોરા નામનો શખસ તેના મકાનમાં જુગારનો અખાડો ચલાવતો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ મોહસીનખાન મલેક અને કોન્સ્ટેબલ મહેશભાઇ મેઢને મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડયો હતો. બેરોકટોક ચાલતી જુગાર કલબમાં અચાનક પોલીસ ત્રાટકતા જુગારીઓના હોશકોશ ઉડી ગયા હતા. પોલીસે મકાન માલીક હારુન ઉપરાંત કાલાવડના ગૌતમ કાનજી સાગઠીયા, હારુન જુસબભાઇ મેમણ, રાજકોટના દિનેશ સુરેશભાઇ બગડા, કિશોર મેધુમલ ટીબવાણી કાલાવડના ઇમરાન સુલેમાનભાઇ બાનાણી, ભગવતિપરાના જમાલ કાસમભાઇ અભેસોરા, જામકંડોરણાના વિનોદ પરબતભાઇ મહિડા, નાનામૌવાના રમઝાન હસનભાઇ ઠેબા, કાલાવડના મુકેશ રામજીભાઇ મુછડીયા, દુદા કુંભાભાઇ સોદરવા, રૈયા ચોકડીના રઝાક સામસુદ્દીન એરવાણી, કાલાવડના રાજેશ પાલાભાઇ ચંદ્રપાલા, રમેશ બાબુભાઇ શુકલ અને બોદુ હસમનભાઇ થુરીકારનામના શખ્સોને પી.એસ. આઇ.એસ.બી. સાખરા, હેડ કોન્સ્ટેબલ ધીરેનભાઇ માલકીયા, મોહસીનભાઇ મલેકા, કોન્સ્ટેબલ મહેશભાઇ મેઢ, હીરેનભાઇ સોલંકી,  દીપકભાઇ ડાંગર, સંજયભાઇ ચાવડા, અને યોગીરાજસિંહ જાડેજા સહીતના સ્ટાફે ઝડપી જુગારના પટમાંથી રૂ. ૭૭ હજારની રોકડ કબ્જે કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.