Abtak Media Google News
  • ગોંડલમાં જુગાર રમતા પાંચ શખ્સોની ધરપકડ
  • રોકડ, ચાર વાહન અને 13 મોબાઇલ મળી કુલ રૂ.33.11 લાખનો મુદ્ામાલ એલ.સી.બી.એ કર્યો કબ્જે

જેતલસરમાં વાડીમાં જુગાર રમતા સાત શખ્સ અને ગોંડલમાં દુકાનમાં જુગાર રમતા પાંચ શખ્સો રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લઇ રોકડ, ચાર વાહન અને 13 મોબાઇલ મળી કુલ રૂ.33.10 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ જેતપુરના જેતલસર ગામે રહેતા દિનેશ કેશવજીભાઇ ભૂવા નામનો શખ્સ પોતાની જેતલસર ગામની સીમમાં આવેલી વાડીમાં જુગારનો અખાડો ચલાવતો હોવાની બાતમી એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ નિલેશભાઇ ડાંગર અને દિનેશભાઇ સૂવાને મળતા, એલ.સી.બી.ની ટીમે વાડીમાં આવેલા મકાનમાં જુગારનો દરોડો પાડી, જુગાર રમતા દિનેશ કેશવજીભાઇ ભૂવા, જેતલસરના રાજેષ આંબાભાઇ ડોબરીયા, રસીક નારાયણભાઇ બાબરીયા, ઉપલેટાના વિપુલ વલ્લભભાઇ, જય અશ્ર્વિનભાઇ રાવલ, ખંભાળીયાના બેરમ ગામના ગોવિંદ મેરામણભાઇ ચાવડા અને જામનગરના ડાડુ પીઠાભાઇ ગોઠીયા નામના પત્તાપ્રેમીને રોકડ રૂ.1,26,200, આઠ મોબાઇલ, ત્રણ બાઇક અને એક કાર મળી કુલ રૂ.22,92,200ના મુદ્ામાલ સાથે તેમજ ગોંડલમાં રહેતો અને નવા માર્કેટીંગ યાર્ડમાં આવેલી વિજય ભીખાભાઇ વોરાની વૈભવ કોટન નામની દુકાનમાં જુગાર રમતા વિજય વોરા સહિત ગોંડલમાં રહેતા ગીરીશ દામજીભાઇ ગોંડલીયા, શૈલેષ વલ્લભભાઇ વાછાણી, વીપુલ વિઠ્ઠલભાઇ વીસાવેલીયા અને શૈલેષ મનજીભાઇ રૂપારેલીયાને રોકડ 9,74 લાખ અને પાંચ મોબાઇલ મળી કુલ રૂ.10.19 લાખનો મુદ્ામાલ એલ.સી.બી., પી.આઇ.વી.વી. ઓડેદરા, પી.એસ.આઇ. એસ.જે. રાણા, એ.એસ.આઇ. મહેશભાઇ જાની, હેડ કોન્સ્ટેબલ નિલેશભાઇ ડાંગર, અનીલભાઇ ગુજરાતી, શક્તિસિંહ જાડેજા, કોન્સ્ટેબલ દિવ્યેશભાઇ સુવા સહિતના સ્ટાફ કબ્જે કર્યો છે.

જ્યારે લોધીકા પોલીસે ચીભડા ગામે આવેલા બાપા સીતારામના મંદિર નજીક જુગાર રમતા નિલેષ ચંદુભાઇ વાઘેલા, સાગર ચંદુભાઇ વાઘેલા અને પિન્ટુ મનસુખભાઇ વાઘેલા નામના શખ્સોને પી.એસ.આઇ. કે.કે.જાડેજા તેમજ ભોજાભાઇ, હિતેષભાઇ, રામદિપસિંહ અને શિવરાજસિંહ સહિતના સ્ટાફે ઝડપી, જુગારના પટમાંથી રૂ.11 હજારની રોકડ કબ્જે કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.