જુગારનો ચસ્કો મહિલાઓને પણ લાગ્યો શકુનીઓ સાથે પત્તા ઢીંચતા ઝડપાઈ

સાગર સંઘાણી

જામનગર શહેરમાં અનેક સ્થળોએ ગંજીપાના વડે જુગાર રમનાર પત્તાપ્રેમીઓ પર પોલીસે તવાઈ બોલાવીવીને શકુનીઓને પકડી પાડયા હતા. ૯ મહિલા અને ૭ પુરુષ સહિત ૧૬ પત્તાપ્રેમીઓની પોલીસે અટકાયત કરી લઈ રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાની છે જ્યાં સૌપ્રથમ જુગાર અંગેનો દરોડો ગોકુલ નગર નજીક ખોડીયાર નગર વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જયાંથી જાહેરમાં ગંજી પાના વડે હારજીતનો જુગાર રમી રહેલી મંજુબેન બાલાભાઈ અમેજારીયા, સવિતાબેન મનોજભાઈ સિહોરા, મીનાબેન નાગજીભાઈ મકવાણા,ક્ષ ગીતાબેન કરસનભાઈ ડાભી, મનિષાબેન કરસનભાઈ સિહોરા, કિરણબેન બાવનજીભાઈ ડાભી, ઉપરાંત ચોથાભાઈ રણછોડભાઈ રાંદલપરા, રોહિત રમેશભાઈ મકવાણા, અને ભીખુભાઈ પોલાભાઈ ડાંગર સહિત ૯ આરોપીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૧૧,૨૨૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

જામજોધપુર તાલુકાના બાલવા ગામમાં ઇન્દિરા સોસાયટી વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી દિવ્યાબેન હસમુખભાઈ સંગરખીયા, ભારતીબેન બાબુભાઈ ભાદરકા, હંસાબેન પોલાભાઈ ચુડાસમા, તેમજ ગૌતમ હમીરભાઈ ધુડા, વિનોદભાઈ લાભુભાઈ ધુડા, હસમુખભાઈ દામજીભાઈ સંગરખીયા અને પાલાભાઈ કારાભાઈ ચુડાસમા ની પોલીસે અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૧૦,૦૫૦ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.