Abtak Media Google News

રોકડ અને મોબાઇલ મળી રૂ. 7.15 લાખનો મુદામાલ કબ્જે: ર6 પત્તાપ્રેમી ઝડપાયા

ભાયાવદર અને ધોરાજીમાં ચાલતા જુગાર ધામ પર પોલીસે દરોડા પાડી જુગાર રમતા ર6 પત્તાપ્રેમીને ઝડપી જુગારના પટમાંથી રોકડ અને 1પ મોબાઇલ મળી રૂ. 7.15 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ ભાયાવદીયા રહેતો પ્રવિણ બાબુભાઇ દઢાણીયા નામનો શખ્સ તેના મકાનમાં જુગારનો અખાડો ચલાવી રહ્યો હોવાની બાતમી ભાયાવદર પોલીસને મળી હતી.

ભાયાવદર પોલીસની ટીમ માહીતીના આધારે મકાનમાં જુગારનો દરોડો પાડી જુગાર ખેલતા પ્રવિણ બાબુભાઇ દઢાણીયા, કેયુર ઇશ્ર્વરભાઇ દઢાણીયા, મનસુખ પુંજાભાઇ મેર, રાજેશ કેશુભાઇ ઓડેદરા,  રોહીત શાંતિલાલ ખાંટ, ગીગા દેવાભાઇ મેર, હરેન હસમુખભાઇ ભટ્ટ, ઉમેશ જમનાદાસ ભાલોડીયા, દેવનસિંહ કીરીટસિંહ જાડેજા, હિરેન દિપકભાઇ પટેલ, રામદેવસિંહ ભગવતસિંહ જાડેજા, આનંદ સુરેશભાઇ પટેલ, ભરત રામભાઇ પટેલ, સુધીર છગનભાઇ ચાવડા અને રવિરાજસિંહ અનોપસિંહ ચુડાસમાને ઝડપી લીધા હતા.

પોલીસે જુગારના પટમાંથી પ.52 લાખની રોકડ અને 1પ મોબાઇલ મળી રૂ. 6.33 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ ભાયાવદર પોલીસે ફુલવાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા સાવન અમરાભાઇ ડોડીયા, વિજય ઉર્ફે કારો ચકુભાઇ બોરીચા, રતિલાલ સોમાભાઇ સોલંકી અને પ્રવિણ ચકરાભાઇ સોલંકીને રૂ. 10,860 ની રોકડ સાથે ધરપકડ કરી છે.જયારે ધોરાજી પોલીસે બાતમીના આધારે સુપેડી ગામે રહેતો હર્ષ ગોરધનભાઇ દલસાણીયા મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી જુગટુ રમતા હર્ષ ગોરધનભાઇ દલસાણીયા, સુનીલ મનસુખભાઇ ગોવાણી, દીનકર નટવરભાઇ વીરપરીયા, વિપુલ વલ્લભભાઇ ગોવાણી, હિતેશકુમાર ભરતભાઇ ડઢાણીયા, નીમેષ જગદીશભાઇ ગોવાણી અને હીરેન અમૃતલાલ ભલાણી નામના શખ્સોને રૂ. 1.01 લાખની રોકડ સાથે ધોરાજી પોલીસે ઝડપી લીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.