Abtak Media Google News

રોકડ, બાઇક અને મોબાઇલ મળી રૂ. 2.09 લાખનો મુદામાલ એલ.સી.બી.એ કર્યા કબ્જે

ઉપલેટામાં અશ્ર્વિન ચોકમાં આવેલી ગેલેકસી નામની ચાની હોટલમાંથી જુગાર રમતા 16 શખ્સોને રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે ઝડપી લઇ રોકડ, બાઇક અને મોબાઇલ મળી રૂ. 2.09 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ લોકલ એલ.સી.બી. ના પી.આઇ. વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.  ડી.જી. બડવા, એચ.સી. ગોહિલ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન બાતમી મળી હતી કે ઉપલેટાના અશ્ર્વિન ચોકમાં આવેલી ગેલેકસી નામની ચાની હોટલમાં જુગાર ધામ ચાલી રહ્યું છે.

એલસીબીની ટીમે બાતમીના આધારે ગેલેકસી ચાની હોટલમાં જુગારનો દરોડો પાડી જુગાર રમતા ઉપલેટાના નિરવ નારણભાઇ ચુડાસમા, વિમલ રામભાઇ કનારા, રવિ પરબતભાઇ સુવા, હિરેન ઉર્ફે હિરાભાઇ દેવરાજભાઇ, રોહીત જીવાભાઇ પરમાર, વજશી દેવાભાઇ ગોજીયા, કપીલ વિક્રમભાઇ ચંદ્રાવાડીયા, અફઝલ અનસમીયા કાદરી, મુકેશ મનુભાઇ પરમાર, ભરત નાજીભાઇ જેજડીયા, જાવીદ ઉર્ફે જીવલો મામદતભાઇ મેર, રોહીત દેવાભાઇ કરંગીયા, વલીમામદ ઉર્ફે લાલો જુસબભાઇ ઠેબા, સરફરાજ રફીકભાઇ હુશેન, રુપેશ ભીખાભાઇ બારૈયા અને જાદવ જગમાલભાઇ બાંભણીયા નામના શકુનીઓએ ઝડપી લીધા છે.

ગેલેકસી ચાની હોટલમાં જુગારના દરોડા દરમિયાન જુગારના પટમાંથી 65,250 ની રોકડ તે ઉપરાંત 64 હજાર કિંમતના 16 મોબાઇલ અને 80 હજારની કિંમતના ચાર બાઇક મળી કુલ રૂ. 2.09 લાખનો મુદામાલ એલસીબી પી.આઇ. વી.વી. ઓડેદરા, પીએસઆઇ ડી.જી. બડવા, એચ.સી. ગોહીલ, એ.એસ.આઇ. મહેશભાઇ ડાંગર, વાસુદેવસિંહ જાડેજા, દિવ્યેશભાઇ સુવા, કોન્સ્ટેબલ કૌશિકભાઇ જોશી, અને નરેન્દ્રભાઇ દવે સહીતના સ્ટાફે કબ્જે કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.