Abtak Media Google News
ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી રોકડ અને મોબાઈલ સહિત રૂ.5.30 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે: નામચીન મહિલા સહિત બેની શોધખોળ
 રાજકોટમાં વર્લી મટકાના જુગારમાં 40 શખ્સો ઝડપાયાનો પ્રથમ કિસ્સો: ડીસીબી સ્ટાફે રિક્ષામાં આવીને રેઇડ કરી

રાજકોટમાં વિધાનસભાની ચૂંટણીન પડઘમ વચ્ચે પોલીસે જુગારધામ પર દરોડા પાડીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં બે દિવસ પહેલા રાજકોટ એલસીબીએ પડધરીમાં દરોડો પાડી ઘોડી પાસાનો જુગાર રમતા અનેક શખ્સો સહિત જંગલેશ્વર નામચીન તનવીરને ઝડપી લીધો હતો. તેવી જ રીતે ગઇ કાલે ક્રાઇમ બ્રાન્ચે પણ જંગલેશ્વરમાં નામચીન મહિલા રહેમત ઉર્ફે રમા જુણેજા “રમલી” ના મકનામાં દરોડો પાડી વર્લી મટકાનો જુગાર રમતા અને રમાડતા સહિત 39 શખ્સોને દબોચી લીધા છે. જ્યારે હિસ્ટ્રીશીટર મહિલા સહિત બેની શોધખોળ હાથધરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે બાતમીના આધારે પરીક્ષામાં જઈને રેડ કરતા જુગારના પટમાંથી રોકડા રૂ.3,44,100 સહિત મોબાઈલ મળી કુલ રૂ.5,30,600 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. રાજકોટમાં વર્લી મટકાના જુગારમાં એકસાથે આટલા શખ્સોની સંડોવણીનો પ્રથમ કિસ્સો બન્યો હોવાનુ પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ જંગલેશ્વર વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન નામચીન મહિલા રમલી એટલે કે રહેમત ઉર્ફે રમા જુણેજાના મકાનમાં વર્લી મટકાનો જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી દરોડો પાડ્યો હતો. એક સમયે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એ રિક્ષામાં દરોડો પડ્યો હતો ત્યારે 10 થી 15 શખ્સો હોવાનુ અનુમાન લગાવવામાં આવ્યું હતું. પરંતુ દરોડા દરમિયાન પાચ શખ્સો આંકડા લખનાર અને બાકીના 35 શખ્સો જુગાર રમનારા હોવાનુ સામે આવતા ડીસીબીનો સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો.

આટલા સમયથી ધમધમતું જુગારધામ સ્થાનિક પોલીસને ધ્યાને ન આવતા ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સ્થાનિક પોલીસ સામે એક્શન લઈ શકે તેવી પણ ચર્ચાએ પોલીસબેડામાં જોર પકડ્યું છે. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વાય.બી.જાડેજા, પીઆઈ એલ.એલ.ચાવડા અને પીઆઈ બી.ટી. ગોહેલ સહિતના સ્ટાફે દરોડો પાડી રોકડા રૂ.3,44,100 સહિત મોબાઈલ સહિત કુલ રૂ.5,30,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરોડામાં ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે 39 શખ્સોની ધરપકડ કરી હતી જ્યારે મુખ્ય સૂત્રધાર રહેમત ઉર્ફે રમા જુણેજા અને રમેશ કાળુ લાવડિયાની શોધખોળ હાથધરી છે.

દરોડામાં ઝડપાયેલા 39 શકુનીઓની યાદી

જંગલેશ્વરના સુખદેવ કાળુ ચાવડા, દિપક પ્રભાત ડાંગર, અનવરહુસૈન હનીફમિયા કાદરી, શાહરૂખ હાસમ નાઈ, અંજુ ઇસ્માઇલ ખિયાણી, લિયાકતઅલી શોકતઅલી શેખ, અબ્બાસ મામદ દલ, મંજૂરઅલી ઇસ્માઇલ શામદદાર, ઇમરાન કાસમ પીપરવાડિયા, ઇમરાન મહેબૂબ કરગથરા, રાજદીપ કાળુ ચાવડા, ઢેબર કોલોનીનો અબ્બાસ હાજી સંઘવાણી, કોઠારીયા રોડ પર રહેતો ધીરજ પોપટલાલ રાણપરા, અશ્વિન ભુંદરજી રાણપરા, રાજેશ મોહન હદિયા, જયદીપ પ્રભાત કાનગડ, જીગર પ્રવીણ મિયાત્રા કોઠારીયા ચોકડીના નઝીર નસરુદ્દીન અન્સારી, ધ્રોલના વિજય ખેંગાર પરમાર, પટેલ નગરનો ભગવાનદાસ ચંદીરામ ખુવા, સંજય રામકુમાર પંડિત, ગોંડલના પડવલા ગામના મુકેશ બચુ બારૈયા, રૈયાધારના અશોક બાબુ રાઠોડ, રણુજા મંદિરના ખૂણે રહેતો વિજય પરષોત્તમ મકવાણા, પીરવાડીના બાપુ નાના ભુરીયા, મુનશી બાબુ ભુરીયા, નીલકંઠ પાછળ રહેતો શૈલેષ વનમાળી પલાણ, રામનાથપરા પોલીસ લાઇન પાછળ રહેતો પ્રભાત ધનજી પરમાર, બોટાદના સુરખા ગામના અશોક મનસુખ માથોડિયા, વાણિયાવાડીના અમિત વિનોદ જોશી, જસદણના સુરેશ ભવાન બેલા, દેવપરાના બલરામ રામલખન વાઘેલા, નવાગામ રાણપુરના રાજેશ સામત પરબતતાણી, રેલનગરના મહમદશા જમાલશા શાહમદદાર, મવડી ચોકડીના ઇસ્માઇલખા સકુરખા મનસુખ, અને વેલનાથ સોસાયટીનો ધનજી લવજી સુરેલા સહિતનાઓને પોલીસે દબોચી લીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.