જામકંડોરણા અને ગોંડલમાં જુગારનાં દરોડા

રૂ. 79 હજારની રોકડ સાથે 16 શકુની ઝડપાયા

જામ કંડોરણાના રાયડી ગામે વાડીમાં અને ગોંડલ તાલુકાના નવાગામમાં પોલીસે જુગારના દરોડો પાડી જુગાર રમતા 16 શકુનીને રૂ.79 હજારની રોકડ સાથે ઝડપી લીધા છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જામકંડોરણા ગામે રહેતા તુષાર કિરીટભાઇ રાણપરીયા તેની સીમમાં આવેલી વાડીમાં જુગારનો અખાડો ચલાવી રહ્યો હોવાની બાતમી જામકંડોરણા પોલીસને મળી હતી.

પોલીસે માહિતી મેળવી વાડીમાં દરોડો પાડી, વાડી ગોડાઉનમાં જુગાર રમતા તુષાર રાણપરીયા, ગીરધર વલ્લભભાઇ પાનસુરીયા, સાગર રસીકભાઇ વઘાસીયા, વિજય સવજીભાઇ પાનસુરીયા, શૈલેષ ટપુભાઇ રાણપરા, સંજય નારણભાઇ ભુવા, ચમન પાચાભાઇ ચોવટીયા, રાકેશ દિનેશભાઇ ભુવા અને સાગર હરેશભાઇ વસોયાને જામકંડોરણા પી.એસ.આઇ. આર.એલ.ગોયલ સહિતના સ્ટાફે ઝડપી, જુગારના પટમાંથી 69 હજારની રોકડ કબ્જે કરી છે.

જ્યારે બીજો જુગારનો દરોડો ગોંડલ તાલુકા પોલીસે નવાગામમાં પાડી જાહેરમાં જુગાર ખેલતા રસીક ઉર્ફે પુના કંડોળીયા, રવિ રમેશભાઇ મકવાણા, જયેશ બાબુભાઇ બારોટ, કિશોર રાઘવજીભાઇ પરમાર, ધર્મેશગીરી ગુલાબગીરી ગોસાઇ, હરેશ રમેશભાઇ વાગડીયા અને ધવલ રમેશભાઇ મકવાણા નામના શખ્સોને ગોંડલ તાલુકા પી.એસ.આઇ. ડી.પી.ઝાલા સહિતના સ્ટાફે ઝડપી, જુગારના પટમાંથી રૂ.10 હજારની રોકડ કબ્જે કરી છે.