કોટડા સાંગાણી, જેતપુર, ભાયાવદર, ગોંડલ, જામકંડોરણા અને આટકોટમાં જુગારના દરોડા

રૂ. 1.68 લાખની રોકડ સાથે 31 પત્તાપ્રેમી ઝડપાયા

રાજકોટ જીલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ ખીલી છે ત્યારે કોટડાસાંગાણીના રામોડ ગામે જેતપુરના ખારચીયા અને પેઢલા ગામે મોટી પાનેલી ગામે ગોંડલમાં આટકોટના મોટાદડવા ગામે અને જામ કંડોરણાના મોજ ખીરબીયા ગામે પોલીસે જુગારના દરોડો પાડ જુગાર રમતા 31 પત્તાપ્રેમીને ઝડપી જુગારના પટમાંથી રૂ. 1.68 લાખની રોકડ કબજે કરી છે.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ કોટડા સાંગાણી, રામોડ ગામે જાહેરમાં જુગાર રમતા સુરેશ દેવાયતભાઇ વાઘેલા, સંજય વિનોદભાઇ વાઘેલા સહીત ચાર શખ્સોની રૂ. 57,900 ની રોકડ સાથે કોટડા સાંગાણી પોલીસે ઝડપી લીધા છે.

જેતપુર તાલુકાના ખીરાચીયા ગામે અનીલ સાકરીયાની વાડીમાં જેતપુર તાલુકા પોલીસે જુગારનો દરોડો પાડી જુગાર રમતા અનીલ સાકરીયા, હેમંત ચિમનભાઇ ધુળકોડીયા, મગન વિરજીભાઇ ભેડા સહીત નવ પત્તાપ્રેમીને રૂ. 39,650 ની રોકડ સાથે ધરપકડ કરી છે.

તેમજ પેઢલા ગામેથી જાહેરમાં જુગાર ખેલતા ભુપત નાનજીભાઇ ગોહેલ, રમેશ ભીખુભાઇ મકવાણા, અને વિપુલ રણછોડભાઇ ડાબસરાને રૂ. 10,410 સાથે ધરપકડ કરી છે.

ગોંડલ સીટી પોલીસે વૃંદાવન પાર્ક-3 માં જુગાર ખેલતા સ્મીતાબેન સંજયભાઇ વઘાસીયા, હર્ષિતાબેન ઉર્ફે હર્ષાબેન દિનેશભાઇ પોપટ, કાજલબેન સંદિપભાઇ પરમાર, નિશાબેન દિનેશભાઇ પોપટ, વિવેક અનીલભાઇ મહેતા અને બે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને રૂ. 10 હજારની રોકડ સાથે ઝડપી લીધા છે.

ભાયાવદર પોલીસે મોટી પાનેલી ગામે જુગારનો દરોડો પાડી પત્તા ટીચતા રાણાભાઇ ભરાઇ, મનસુખ ધનજીભાઇ વિરમગામા સહીત પાંચ શખ્સોને રૂ. 27,550 ની રોકડ સાથે ઝડપી લીધા છે.

જામકંડોરણા પોલીસે મોજ ખીરબીયા ગામે જુગારનો દરોડો પાડી જુગટુ રમતા ડયા ઉર્ફે ડી.કે. કાનડ ચંદ્રપાલ, ભુપત સુરાભાઇ ચંદ્રપાલ, રમેશ બાબુભાઇ શુકલ સહીત છ પત્તાપ્રેમીને રૂ. 10,740 ની રોકડ સાથે ધરપકડ કરી છે.આટકોટ પોલીસે મોટા દડવા ગામેથી જુગાર ખેલતા શૈલેષ છગનભાઇ સાવલીયા, ગડુ પારસિંહ ગણાવા અને દિપક સામતભાઇ મેવાડાને રૂ. 10,290 ની રોકડ સાથે ઝડપી લીધા છે.