Abtak Media Google News

લોકતંત્રમાં રાજકિય પક્ષ નું છત્ર સામાન્ય મતદાર થી લઈને  દરેક વર્ગના લોકો માટે સુરક્ષાકવચ થી જરા પણ કમ નથી, લોકતંત્રમાં રાજકીય સામાજિક સંસ્થાનો માટે પોતાના મતદારો, સમર્થકો અને શુભેચ્છકો જ સાચી મૂડી ગણાય છે,

તાજેતરમાં આવેલા એક વૈશ્વિક સર્વેક્ષણમાં રાજકીય પક્ષનાના સભ્યો થી લઈ પદાધિકારીઓ આગેવાનો માંથી ૯૦% ઉપરના લોકોએ  પક્ષમાં જોડાવા ના મૂળભૂત કારણ માં લોકતાંત્રિક વ્યવસ્થામાં રાજકિય પક્ષ  નું જોડાણ એક પારિવારિક ભાવના સાથે સામાજિક રાજકીય રીતે સુરક્ષા કવચ ની અપેક્ષા એ થતું હોવાનું બહાર આવ્યું છે,

આજની સામાજિક પરિસ્થિતિ જોઈએ તો દરેક નાના-મોટા વર્ગ ના લોકો છેવટે એકલતા અને નિસહાય અવસ્થા નો અનુભવ કરી પોતાના અને પોતાના પરિવાર માટે જૂથ સાથ સહકારના કવચથી નાની મોટી સંસ્થાઓ વિચારધારા સાંપ્રદાયિક સામાજિક એકતાથી લઈને પક્ષમાં જોડાણ કરીને એક પ્રકારનું કવચ ઈછતા હોય છે…. સાંપ્રત રાજકીય ક્ષેત્રે “રાજકીય અપરાધીકરણ” નો મુદ્દો બધાને મૂંઝવે છે એ વાત અલગ છે કે અપરાધીઓ પોતાના બચાવ માટે કોઈ શક્તિશાળી પક્ષ માં સામેલ થઈને સુરક્ષિત થવાની તરકીબથી અત્યારે કોઈપણ પક્ષ બાકાત નથી ચૂંટણી ટાણે ફોર્મ ભરવામાં કયા પક્ષને કેટલા અપરાધીઓની ટિકિટ આપવાની મજબૂરી સહન કરવી પડી તેના આંકડાઓ બહાર પડે જ છે, દેશમાં પ્રથમ ચૂંટણી  થી લઈને આજ પર્યંત ગુનેગારોને એક યા બીજી રીતે રાજકીય પક્ષમાં સેટ થઈ જવામાં સફળતા મળતી રહે છે, આ તવારીખમાં દાણચોરો ના ગુડમેન હાજી મસ્તાન થી લઈ અમદાવાદના લતીફ હોય કે પોરબંદરના સરમણ મુંજા સંતોકબેન મહંત વિજય દાસજી કે નાના મોટા ગુનાઓ આચરીને ગુનેગાર જગતમાં મોટા મોટા માથા બની ગયેલા અનેક નસીબદાર અપરાધીઓ દારૂની કોથળીઓ વેચવાના ગુનામાં સત્તાવાર પોલીસ ચોપડે ચડી ચૂકી ને ધારાસભ્ય સંસદથી લઇને મંત્રીપદ સુધીના રાજયોગ ભોગવી ચૂક્યા ના દાખલા મોજુદ છે… રાજકીય અપરાધીકરણ કોઈને ગમતું નથી. પણ એક પણ તેનાથી સંપૂર્ણ પણે મુક્ત થઈ શકતું નથી., મુંબઈના પહેલી પેઢીના ગુડમેન દાણચોર હાજી મસ્તાન વિશે એવું કહેવાતું કે તે તત્કાલીન અને તેમાં પણ વડાપ્રધાન તરીકે સફળ કારકિર્દી ધરાવતા ઇન્દિરા ગાંધી સાથે સારા સંબંધો અને છૂટા હાથે ચૂંટણીમાં મદદરૂપ થતો હોવાની વાતો જગજાહેર બની હતી, બીજા શબ્દોમાં કહીએ તો રાજકારણ અને અંડર વર્લ્ડ એકબીજાને અરસ પરસ કામ આવતા રહે છે એવું નથી કે બધા જ રાજકારણ અને  ભ્રષ્ટ હોય પરંતુ મોટાભાગે પ્રેક્ટિકલ બનીને એકા બીજાની મદદ કરતા રહે છે, અત્યારના સમયમાં પણ પક્ષ ચલાવો ખૂબ જ અઘરું અને ભારે ખર્ચાળ છે ત્યારે પ્રેક્ટીકલ થઈને જરૂર પડે તેની મદદ લેવાની કૂટનીતિ ને અત્યારે રાજકીય આવડત ગણવામાં આવે છે આપણે આ ડે પાટે ચડી ગયા…. વાત હતી છેલ્લા કેટલાક સમયથી ભાજપના આગેવાનો અને તેમના સંબંધીઓ જુગાર ની રેડો થી ચકચાર જાગી છે

જૂનાગઢના પૂર્વ ભાજપ પ્રમુખના સંકુલમાં રેડ થઈ નેતા સહિતના લોકો જુગાર રમતા પકડાયા એફ આઇ આર થઈ આ મુદ્દો ભારે ચર્ચાયો, ઉત્તર ગુજરાતમાં પણ આવી જ રેડ થઈ છેલ્લા કેટલાક સમયથી પોલીસ રેડ મા આવાજ મોટા લોકો પકડવા લાગ્યા છે ત્યારે સવાલ અને ચર્ચા એ ઊભી થઈ છે કે મોટાભાગે લોકો રાજકીય વગ સંકટના સમયે આફતમાંથી ઉગરવા માટે ઉપયોગી થાય તે માટે રાજકીય પક્ષમાં જોડાઈ છે, સામાન્ય રીતે જુગાર દારૂ અને નાની-મોટી મારામારીમાં વારંવાર નહિ પણ લગાતાર તાલુકા અને જિલ્લા કક્ષાના કાર્યકરોને રશી ફાટે તે પહેલા બચાવી લેવાની એક આગવી વ્યવસ્થા ટેબલ નીચેના વ્યવહારથી ચાલતી હોય છે કહેવામાં લખવામાં અને માનવામાં ઔચિત્ય ભંગ થાય તેવી આ હકીકત સાચી છે જે પક્ષને સત્તા હોય તેને આ ફાયદા મળવા સ્વાભાવિક છે બીજા શબ્દોમાં કહીએ તો સત્તા પાસે કોઈપણ શાણપણ ચાલતી નથી જે નુ રાજ એની તાકાત ક્યારેક-ક્યારેક પોલીસના ઉપયોગ કરતા દુરુપયોગ વધુ થતી હોવાની ફરિયાદો ઉઠી છે પરંતુ આ વ્યવહાર વલણ અને કામ પ્રેક્ટીકલ એટીટ્યુડ ના નામે સૌ કોઈ ચલાવી લે છે કોંગ્રેસ હોય કે ભાજપ કાગડા બધે જ કાળા સત્તા હોય ત્યારે તેનો લાભ  પક્ષના કાર્યકર ને મળે મળતો જ હોય છે… રાજકીય ક્ષેત્રે ચૂંટણીના પરિણામ  સત્તા પરિવર્તન આવી ત્યારે અનેક અધિકારીઓ અને પદાધિકારી વચ્ચેે નવી જૂની ના સંબંધો બંધા ય છ વણ ગમતા અધિકારીઓની બદલી થાય, ગમતા ઓને ફાવટ આવી જાય છે જેની લાઠી એની ભેસ જેવા વહેવારો નીી દરેકને ખબર હોય છે અત્યારે ઉપરથી નીચે સુધી ભાજપની સત્તા છે તેવા સંજોગોમાં જૂનાગઢ અને અન્યય સ્થળોએ ભાજપના પદાધિકારીઓ પર પોલીસની ધોંસ જરા અજુગતું લાગે ત્યારે પોલીસની આ કામગીરી કયા કારણેે થતી હશેે ?તેની ચર્ચા અત્યારે  વ્યાપક પ્રમાણમાં થાય છે, પોલીસનો ઉપયોગ કરીનેેેે અંદરના જૂથવાદ અને જુના-નવા હિસાાબ સરભર કરવામાં આવતા હોય તેવી ચર્ચાય થાય છે, અને ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે આવતાની સાથેે  પક્ષના કાર્યકરો નેેેે તાકીદ કરી હતી કે પક્ષમાં હવે કોઈની ગેરશિસ્ત નહીંં ચલાવી તે પણ અત્યારના સંજોગોમાં સૂચક માનવામાં આવે છે ભાજપ સિદ્ધાંતોને માનવાવાળો પક્ષ છે પણ તેમાં પણ જૂથવા દ અનેે હજુરીયા ખજુરીયા નું અસ્તિત્વવ આજે જુગારની આવી કામગીરીમાં એક તીર અનેે અનેક નિશાનો સાધવામાં આવતા હોય તેમ ચર્ચાય છે, આવી કામગીરી એક સારો સંદેશો પણ મળે છે કે પક્ષનાા નેતાઓને કાયદા મુજબ ચાલવું પડે ગુનેગારોને પક્ષ ક્યારેય બચાવતો નથી, સત્તા હોય તોો શું ન્યાયતંત્રર પોલીસ તંત્ર, પોતાનીી કામગીરી કરવા સંપૂર્ણ સ્વતંત્રછે, આ  સાચું અને સારુંસંદેશો પ્રજાને અવશ્ય મળે, સિક્કાની બીજી બાાજુ જોનારા લોકો આવી રે ડો ને પક્ષના આંતરિક જૂથવાદ અને એકબીજાના જુના હિસાબ સરભર કરવા માટે પોલીસને યોગ્ય સમય અને સ્થળ પર કામગીરી કરવા માટે ચોક્કસ બાતમી આપવામાં આવતી હોય તેવી વાતો પણ થાય છે રાજકીય પક્ષના પદાધિકારીઓ ને ગુનેગારોની જેમ પકડી લેનાર પોલીસની કામગીરી સામે જરા પણ સંદેહ ન થાય હવે ના પોલીસ કર્મચારીઓ પણ ખૂ દ સિંઘમ બનીન પોતાની ફરજ બજાવે છે ક્યારેક ક્યરેક રાજકારણીઓને પણ વિમાસણમાં મૂકી દે તેવી કામગીરીનું પરાક્રમ કરે છે ત્યારે જુનાગઢ સહિતના જુગાર દરોડામાં શાસક પક્ષના નેતાઓને પણ ખરા અર્થમાં આરોપી બનાવી દેવાની આ કામગીરી જો પોલીસે પોતાની રીતે કરી હોય તો તે દરેક ગુજરાતી માટે  ગણાશે પણ જો…. આવી કામગીરી રાજકીય દિશા નિર્દેશ થી થતી હોય તો તે લોકતંત્ર અને કાયદા ની દ્રષ્ટિ દુ:ખદાયી ગણાય . ભગવાન કરે એવું ન થયું હોય તો બસ…. અને આવી સરસ કામગીરી ચાલુ રહે તો ભયો ભયો…. પણ આ સુખદ કલ્પના અને હકીકતને કેટલુ છેટુ હશે તે. માનવી એટલા મગજ.. અને મગજ ના વિચારો માં કેવા કેવા તરંગો અને કલ્પના ના મોજા રચાય છે તેના પર નિર્ભર છે પણ જો પોલીસ કોઈની પણ શેહશરમ રાખ્યા વગર કામગીરી કરતી હોય તો તેને એક નાગરિક તરીકે શત શત સલામ કરવી જ રહી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.