Abtak Media Google News

૪ ટ્રેડમાં ૬૩ જગ્યાઓ હતી જે ૧૬ ટ્રેડમાં વધારી ૨૫૦ કરાઈ: અરજન્ટ બિઝનેશ દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીની બહાલી: શહેરમાં ૯૬૧ સીસીટીવી કેમેરા લગાવવા માટે ક્ધસલ્ટન્ટની નિમણૂંક કરાશે

કેસરીયો ખેસ ધારણ કરી ભાજપ માટે રાત-દિવસ મજૂરી કરતા કાર્યકરોને કોર્પોરેશનની નોકરીમાં ઘુસાડવા માટે ભાજપના શાસકોએ નવો ખેલ પાડયો હોવાની શંકા સેવાઈ રહી છે. આજે સવારે ચેરમેન પુષ્કરભાઈ પટેલના અધ્યક્ષ સને મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં એપ્રેન્ટીસ એકટ સુધારો નિયમ ૨૦૧૫ અન્વયે મંજૂર યેલા ટ્રેડ અને બેઠકોમાં વધારો કરવા માટેની દરખાસ્તને લીલીઝંડી આપવામાં આવી છે. અત્યાર સુધી મહાપાલિકામાં એપ્રેન્ટીસના ચાર ટ્રેડમાં ૬૩ જગ્યાએ હતી જે વધારે ૧૬ ટ્રેડમાં ૨૫૦ કરવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, મહાપાલિકામાં અત્યાર સુધી વાયરમેન, મેકેનીક, પ્રોગ્રામીંગ એન્ડ સીસ્ટમ એડમીનીસ્ટ્રેશન આસી. થતા કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટની ચાર ટ્રેડમાં ૬૩ જગ્યાઓ હતી. તાજેતરમાં ગુજરાત રાજય સરકાર દ્વારા બેરોજગાર યુવાનોને રોજગારી આપવાના આશ્રય સો મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહાપાલિકાએ એપ્રેન્ટીસની ભરતીમાં ચાર ટ્રેડમાં જે ૬૩ બેઠકો હતી તે ૧૬ ટ્રેડમાં ૨૫૦ કરવાનો નિર્ણય લીધો છે. તાલીર્માથીને સરકારના નિયમ મુજબ માસીક રૂ.૩૫૪૨ લેખે સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે જેનો માસીક ખર્ચ રૂ.૮,૮૫,૫૦૦ આવશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, વાયરમેન, મેકેનીંગ એન્ડ સીસ્ટમ એડમીનીસ્ટ્રેન આસી. કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટના જે ટ્રેડ હતા તેમાં ફીટર, લાઈનમેન, ઈલેટ્રીશીયન, કાર પેન્ટર, પલમ્બર, રેફીજરેન તેમજ એરકંડીશન મીકેનીક ડિઝલ, ડ્રાફટમેન્ટ (સીવીલ), માળી, કેડ કેમ્પ ઓપરેટર કમ પ્રોગ્રામર, હેલ્ એન્ડ સેનીટેશન ઈન્સ્પેકટરના હેડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મહાપાલિકાની લોબીમાં ચર્ચાતી વિગતો મુજબ ભાજપના વોર્ડ લેવલના કાર્યકરોને કોર્પોરેશનમાં ઘુસાડવા માટે શાસકોએ જારી જોઈને એપ્રેન્ટીસની વર્તમાન જગ્યામાં ચાર ગણાનો વધારો કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરખાસ્તમાં એપ્રેન્ટીસની જગ્યા ભરવા માટે મ્યુનિ.કમિશનરને અધિકૃત કરવાનો ઉલ્લેખ કરાયો છે પરંતુ શાસકો પોતાની રીતે ભરતી કરી શકે તે માટે દરખાસ્ત સુધારા સો મંજૂર કરાઈ છે અને કમિશ્નરને ભરતી માટે અધિકૃત કરવામાં આવ્યા નથી.

આ ઉપરાંત આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં શહેરના અલગ અલગ રાજમાર્ગો પર સેફ એન્ડ સિકયોર પ્રોજેકટ અંતર્ગત સીસીટીવી કેમેરા મુકવા માટે અને જરૂરી આઈટી ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવા માટે જીઆઈટીએલની ક્ધસલ્ટન્ટ તરીકે નિમણૂંક કરવાની દરખાસ્તને પણ બહાલી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.