Abtak Media Google News

ન્યુ રાજકોટ અને સામાકાંઠાની સરખામણીએ જુના રાજકોટમાં વધુ ગંદકી

રાજકોટ મહાપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા સફાઇ અભિયાનમાં રાજકોટ સ્વચ્છ નહી પરંતુ ગંધારૂ ગોબરૂ શહેર હોવાનું પુરવાર થયું છે. શહેરના ૧૮ વર્ષના ૩૯૫૮ વિસ્તારોની સફાઇમાં ૪૭૫૧ મેટ્રીક ટન કચરાનો નિકાલ કરાયો છે.

સ્વચ્છ ભારત અભિયાન અતર્ગત સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સેનીટેશન સમીતી ચેરમેન આશિષભાઇ વગડીયા તેમજ આરોગ્ય ખાતા ચેરમેન મનીષભાઇ રાડીયા દ્વારા ધરવામાં આવેલ વન-ડે-વન વોર્ડ સફાઇ ઝુંબેશને પ્રજાજનો તરફથી જબરો પ્રતિસાદ મળીઓ હોય એક સાથે ૩૯૫૮ વિસ્તારોની સઘન સફાઇ સફળતાપૂવક થઇ ચૂકી હોય જેમાં કુલ ૪૭૫૧મે.ટન કચરાનો નિકાલ કરેલો છે.

વેસ્ટ ઝોનમાં વોર્ડ નં. ૧,૮,૯,૧૦, ૧૧ અને ૧ર એમ ટોટલ ૬ વોર્ડના ૧૦૨૮ વિસ્તારોની સફાઇ કરાવવામાં આવી જેમાં ર૩ મેઇન રોડ ૧૦૩ ખુલ્લા પ્લોટો પર ન્યુસન્સ પોઇન્ટ અને ૬ હોકળાની સફાઇ કરવામાં આવી જેના માટે ર૪૮ ટીપરવાનના ફેરા, ૭૪ ડમ્પર વાનના ફેરા, ૩૧ ટ્રેકરટના ફેર અને ૩ર જે.સી.બી. ઉપયોગમાં લીધેલા ઉપરાંત ૬૫ જેટલા મેલેથિયોન પાવડરની થેલી તેમજ ૩૦૬ જેટલી ચુનાના પાવડરની થેલીઓનો છંટકાવ કરવામાં આવેલ તેમજ કુલ ૧૬૬૮ મે.ટન કચરાનો નિકાલ કરાયો છે.

સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં. ૨, ૩, ૭, ૧૩, ૧૪ અને ૧૭ માં ૧૫૩૦ વિસ્તારોની સફાઇ કરાવવામાં આવી જેમાં મેઇન રોડ ૧૧ર ખુલ્લા પ્લોટો, ૬ર ન્યુસન્સ પોઇન્ટ અને ૧૭ હોકળાની સફાઇ કરવામાં આવી જેના માટે ૧૯૬ ટીપર વાનના ફેરા ૮૫ ડમ્પરવાનના ફેરા ૩૮ ટ્રેકટરના ફેરા  અને ર૮ જે.સી.બી. ઉપયોગમાં લીધેલા, ઉપરાંત ૮ર મેલેથીયોન પાવડરની થેલી તેમજ ૬૮૧ ચુનાના પાવડરની થેલીઓનો છંટકાર કરવામાં આવેલ તેમજ કુલ ૧૭૪૩ મે.ટન કચરાનો નિકાલ કરવામાં આવશે.

ઇસ્ટ ઝોનમાં વોર્ડ નં. ૪, ૫, ૬, ૧૫, ૧૬, અન. ૧૮ એમ ટોટલ ૬ વોર્ડના ૧૪૦૦ વિસ્તારોની સફાઇ કરાવવામાં આવી જેમાં ટોટલ ૩ર મેઇન રોડ, ૫૧ ખુલ્લા પ્લોટો, ૭૪ ન્યુસન્સ પોઇન્ટ અને ૧ર હોકળાની સફાઇ કરવામાં આવી જેના માટે ૧૬૮ પીટરવાનના ફેરા, ૫૮ ડમ્પરવાનના ફેરા, ૬૭ ટ્રેકટરના ફેરા અને ર૯ જે.સી.બી. ઉપયોગમાં લીધેલા.  ઉપરાંત ૯૦ મેલેથિયાન પાડવરની થેલી તેમજ ૭૨૪ ચુનાના પાવડરની થેલીઓનો છંટકાવ કરવામાં આવેલ તેમજ કુલ ૧૩૪૦ મે.ટન કચરાનો નિકાલ કરાયો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.