Abtak Media Google News

આઈએમએ દ્વારા સરકાર સામે મુખ્ય સાત માંગણીઓ સંતોષવા માંગણી

મોરબી આઈએમએ દ્વારા આજે ગાંધી જયંતિના અવસરે પૂજ્ય બાપુની પ્રતિમા સામે સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી ધારણા યોજી પોતાની પડતર માંગણીઓ પૂર્ણ કરવા સરકાર સમક્ષ માંગણી ઉઠાવવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ આઈએમએ પ્રમુખ ડો.સુનિલ અખાણીની આગેવાની હેઠળ ગાંધી જયંતિના અવસરે અત્રેના સરદારબાગ ખાતે આવેલ પાર્કિંગ ગ્રાઉન્ડમાં આઈએમએના ૪૦થી૪૫ સભ્યોએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ઉપવાસ કરી ધરણા પ્રદર્શન કર્યું હતું.

સરકાર દ્વારા ઇન્ટર મિનિસ્ટ્રીયલ કમિટી દ્વારા કરવામાં આવેલ ભલામણોનો લાંબા સમયથી અમલ કરવામાં આવતો ન હોય આઈએમએ દ્વારા દેશવ્યાપી આંદોલનના ભાગરૂપે આજે પ્રતીકાત્મક ઉપવાસ ધારણા કરી સરકારને જગાડવા પ્રયાસ કાર્યો હતો. વધુમાં આઈએમએ દ્વારા સરકાર સમક્ષ મુખ્ય સાત માંગણીઓ મુકવામાં આવી છે જેમાં સમગ્ર દેશમાં ડોક્ટરો અને હોસ્પિટલોમાં થતા હુમલા અને હિંસા બંધ કરાવવા કડક કાયદો અમલમાં લાવવો,ડોકટરોને રક્ષણ પૂરું પાડવું,બીસી એન્ડ ડીએનડિટી કાયદામાં સુધારા લાવવા,સીઈએમ સુધારો લાવવો,સીપીએ કાયદામાં ફેરફાર લાવી વળતરની રકમમાં મહત્તમ મર્યાદા નક્કી કરવી,મેડિકલ તથા ડેન્ટલ ડોકટર સિવાય એલોપથી દવાનો ઉપયોગ ન કરવા દેવો,નેક્સટનો વિરોધ અને સમગ્ર દેશમાં એમબીબીએસની એકસરખી પરીક્ષા લેવા સહિતના મુદ્દે માંગણી મુકવમાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.