- પાર્સલની આડસમાં આવ્યો ગાંજો
- 140 કિલોનો જથ્થાને ઝડપી પકડી પાડતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ
- આરોપી ધનચંદકુમાર લખનલાલ પંડીતની ધરપકડ
- કરણ ઉર્ફે શ્યામ નામનો આરોપી ફરાર
પાર્સલની આડસમાં મંગાવેલ ગેરકાયદેસર નશીલા પદાર્થ ગાંજાના 140 કિલો 600 ગ્રામના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ. તેમજ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ- ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબનાઓ તરફથી જીલ્લામાં થતી નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણની પ્રવ્રુતીને નેસ્ત નાબુદ ક૨વા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનુ ખરીદ, વેચાણ કે સેવન કરનારા ઇશમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હતી.
આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયાનાઓ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને અસરકારક પેટ્રોલિંગ ક૨વા જણાવેલ હોય દ૨મ્યાન મળેલ હકીકત આધારે ગાંધીધામ GIDC વિસ્તારમાં આવેલ બ્લુડાર્ટ કુરીયર સર્વિસની ઓફીસ સેડ નં.સી.10 માં આવેલ પાર્સલોની આડસમાં પાર્સલ બોક્ષ નંગ-7 ની અંદર આવેલ પેકેટ નંગ-140 જેમાં અંદર ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો રાખીને પાર્સલ બોક્ષ મોકલેલ હતો.
પાર્સલ બોક્ષ મેળવવા માટે આવેલ ઇસમ દ્વારા પાર્સલ બોક્ષ ન છોડાવી પોલીસની તપાસ બાબતે શંકા જતા ગાંધીધામ શહેર છોડી બસ મારફતે નાશી જવાની ફિરાકમાં હોવાનુ ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ દરમ્યાન જણાઈ આવતા પોલીસ ટીમ દ્વારા આ ગેરકાયદેસર રીતે પાર્સલમાં ગાંજો લાવનાર આરોપીને પકડી પાડી બ્લુડાર્ટ ઓફીસમાં પંચોની હાજરીમાં મળી આવેલ હતો.
નશીલા પદાર્થ ગાંજો વજન 140 કિલો 600 ગ્રામનો જથ્થો અને મોબાઈલ ફોન સહિત કુલ 14,11,100નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી ધનચંદકુમાર પંડીતની ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ The Narcotics Drugs And Psychotropic Substances Act મુજબ કાર્યવાહી કરી આ ગાંજાનો જથ્થો આપવાના હતો. તે પકડવાના બાકી આરોપી ક૨ણ ઉર્ફે શ્યામ રહે-ગાંધીધામની તપાસ બાબતે પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
આ કામગીરી B ડિવિઝન PISV ગોજીયા, PSI એલ એન વાઢીયા અને સર્વેન્સ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
અહેવાલ : ભારતી માખીજાણી