Abtak Media Google News
  • બેઠકમાં વૃક્ષારોપણ, મંડપ, પાણીની વ્યવસ્થા, પરેડનું આયોજન સાંસ્કૃતિક કાર્યક્રમો વિશે કરાઈ ચર્ચા

Gandhidham: ઉદ્યોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર કેબિનટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને આગામી 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની કચ્છની જિલ્લાકક્ષાની ઉજવણી રમતગમત સંકુલ, ઓમ સિનેમાની બાજુમાં, રામબાગ રોડ, ગાંધીધામ ખાતે યોજાશે.

કલેક્ટર અમિત અરોરાએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને અલગ અલગ વિભાગની કામગીરીની સોંપણી કરી હતી. આ ઉપરાંત કલેક્ટરએ, ધ્વજવંદન કાર્યક્રમ માટે સંકુલમાં જરૂરી સુવિધાઓનું નિર્માણ કરવા સૂચનો આપ્યા હતા. જિલ્લા કલેક્ટરએ શહેરમાં સુશોભન, વૃક્ષારોપણ, સ્ટેજ સાથે મંડપ અને પાણીની વ્યવસ્થા, આમંત્રણ પત્રિકા, પરેડનું આયોજન, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિશિષ્ટ કામગીરી બદલ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન, પાર્કિંગ વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન, સ્થળ ઉપર મેડિકલ સુવિધા, સરકારી કચેરીઓ ઉપર રોશની અને રીહર્સલ સહિતના મુદ્દાઓની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર  મિતેશ પંડ્યા, અંજાર મદદનીશ કલેક્ટર  સુનિલ, તાલીમી સનદી અધિકારી સુશ્રી ઈ. સુસ્મિતા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, માર્ગ અને મકાન વિભાગ રાજ્યના અધિક્ષક ઈજનેર  વી.એન.વાઘેલા,  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્ર વાઘેલા, મામલતદાર  રાહુલ ખાંભરા, ચીફ ઓફિસર  સંજય રામાનુજ, હોમગાર્ડ પશ્ચિમ કચ્છ કમાન્ડન્ટ  મનિષ બારોટ, હોમગાર્ડ પૂર્વ કચ્છ કમાન્ડન્ટ  ભૂમિત વાઢેર સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.