Abtak Media Google News

સંઘના કચ્છ જિલ્લા અધ્યક્ષ દિલીપભાઈ ગોર તથા અગ્રણીઓએ વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી , અંજાર  પાલિકાના ચીફ ઓફીસર સંજય પટેલને લેખિત રજૂઆત કરી

ભારત રાષ્ટ્રીય સંઘ દ્વારા અંજારનાં પ્રજાજનોની વિવિધ સમસ્યાઓ જેવી કે શહેરમાં પડેલા ખાડા પૂરવા અતિશય ગંદકી વગેરે સમસ્યાઓનું સમાધાન લાવવા સંઘના કચ્છ જિલ્લા અધ્યક્ષ દિલીપભાઈ ગોર તથા અગ્રણીઓએ વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને સમસ્યાઓ જાણીને અંજાર નગરપાલિકાના ચીફ ઓફીસર સંજય પટેલને લેખિત રજૂઆત કરી હતી.

અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ દિલીપભાઈ ગોર ની આગેવાની મા આજરોજ અંજાર વિસ્તારની વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ લોકોને સ્થાનિક સમસ્યાઓ જાણી ડોરટુડોર નીરીક્ષણ કરી અંજાર નગરપાલીકા ના ચીફ ઓફીસર સંજય પટેલ ને લેખીત જાણ કરેલ જેમા ચીફ ઓફીસર સંજય પટેલ  સાથે ચર્ચા વિચારણા કરી ટુક સમયમા સમસ્યાઓનુ સમાધાન લાવવાની ખાત્રી આપી હતી તો અંજાર ના મોટાભાગના વિસ્તારોમાં જાતે નીરીક્ષણ કરી પ્રશ્નો જાણવા  કચ્છ જિલ્લા ઊપાધ્યક્ષ મેગરાજ ભાઈ ગઢવી કચ્છ જિલ્લા પ્રવક્તા દિપકભાઈ ગઢવી ક્ચ્છ જીલ્લા મહીલામોરચાના ઊપાધ્યક્ષ અર્ચનાબેન જોષી અંજાર તાલુકા મહિલા મોરચાના અધ્યક્ષ સિતલબેન પંડ્યા ગાધીધામ તાલુકા અધ્યક્ષ સુમનબેન, શ્રી વાત્સવ ભુજ શહેર  મહીલામોરચાના મહામંત્રી રેખાબેન  સાથે રહીને રજૂઆત કરેલ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.