ગાંધીધામ: વેપારીઓ સામે લાખોની છેતરપીંડી કરનારા બે શખ્સ ઝડપાયા

ગાંધીધામમાં સસ્તા ભાવે સોનું આપવાની લાલચે

એલસીબીએ રૂ.14.72 લાખનો મુદામાલ કર્યો જપ્ત

ગાંધીધામમાં સસ્તા ભાવે સોનું અપાવી દેવાની લાલચે અને વેપારી સાથે છેતરપીંડી કરનારા બે શખ્સોને લોકલ ક્રાઈમ બ્રાંચે રૂ.14.72 લાખની મતા સાથે ઝડપીપાડયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બે દિવસ પહેલા તેલગાંણા રાજયના વેપારીએ 35 થી 40% ડિસ્કાઉન્ટ સાથે સોનું આપવાની લાલચે રૂ.25,00,000 પડાવ્યા હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકમાં નોંધાઈ હતી.જેથી એલસીબીની ટીમ દ્વારા ગણતરીનાં કલાકોમાં જ છેતરપીંડી આચરનાર ભૂજના લીયાકતઅલી ઉર્ફે અલીરસીસુલ્લા નોડે અને અંજારનાઅલીશા કાસમશા શષખને રૂ.14,72,650ના મુદામાલ સાથે ઝડપી પાડયા છે. જયારે અંજારના વધુ એક શખ્સ સુલેમાન મામદ શેખની સંડોવણી ખૂલતા તેની પણ શોધખોળ હાથ ધરી છે.