ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં વિજય રૂપાણીએ વિદ્યાર્થીઓને પદવી અને મેડલ એનાયત કર્યા

ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં વિજય રૂપાણીએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પદવી અને મેડલ એનાયત કર્યા હતા. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ભારતભરમાં જે રીતે નામના પ્રાપ્ત કરી રહી છે તે જોતા રાજ્યમાં વિશ્વસ્તરીય યુનિવર્સિટીઓનું નિર્માણનું શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે તેમ દેખાય છે. આવનારા દિવસોમાં સત્ય અને ધર્મની સાથે રહીને મૂલ્યનિષ્ઠા સાથે ભયમુક્ત સમાજના નિર્માણ માટે કામ કરવાનો આગ્રહ રાખીયે. શિક્ષા અને દિક્ષાના સમન્વયથી વ્યકિતગત કેરિયર-ચારિત્ર્ય નિર્માણ સાથે રાષ્ટ્રનિર્માણનું-વસુધાનું કલ્યાણ પણ હૈયે રાખીએ.