Abtak Media Google News

આચાર્યોના મતે ગણેશની માટીની પ્રતિમા, સોપારી અને કાગળમાં ગણેશનું ચિત્ર દોરી આ ત્રણ પ્રકારે ગણેશ સ્થાપન થઈ શકે ખરૂ…

શનિવારે ગણેશ ચતુર્થી મહાઉત્સવ ભાદરવા શુદ ચોથ ને શનિવાર તા.૨૨.૮.૨૦૨૦ થી શ્રી ગણેશ મહાઉત્સવની શરૂઆત થશે ગણેશ ઉત્સવ મા ઘરમાં ગણપતી દાદાનું સ્થાપન અલગ અલગ રીતી કરી શકાય છે.

પુરાણ પ્રમાણે માતાજી પાર્વતીજી એ પોતાની રક્ષા માટે પોતાના શરીરના પરસેવામાંથી ગણપતીજીની ઉત્પતી કરી હતી આથી આ પ્રમાણે જોતા ગણપતીજીની મૂર્તિ માટીની જ શ્રેષ્ઠ ગણાય છે. આમ પૂરાણો પ્રમાણે જોતા ઘરમાં ગણપતી દાદાની માટીની મૂર્તિની જ સ્થાપના કરવી અથવા તો શાસ્ત્રોના નિયમ પ્રમાણે ચોપારીમાં પણ ગણપતી દાદાનો વાસ છે. એટલે કે સોપારી રાખી ને પણ ગણપતી દાદા તરીખે તેની પૂજા કરી શકાય.

તે ઉપરાંત એક સારા કાગળમાં જયારે લગ્ન પ્રસંગ હોય વાસ્તુ હોય ત્યારે દિવાલમાં માતૃકા દોરવામાં આવે છે. સાથે ગણપતી દાદાનું ચીત્ર પણ દિવાલમાં દોરી તેની પુજા કરવામાં આવે છે. આને માતૃકા પૂજન કહેવાય છે. જે ગણપતી દાદાનો દાદા સહિત પરિવાર છે. આમ ગણફતી ઉત્સવમાં એક સારા કાગળમાં ગણપતી દાદાનું ચિત્ર દોરી માતૃકા દોરી અને તેની પુજા કરી તેને પણ દાદાની મૂર્તિ સ્વરૂપે સ્થાપના કરી શકાય છે. આમ ગણેશ ઉત્સવ દરમ્યાન ૧. માટીની મૂર્તિ બનાવીને સ્થાપના, ૨. સોપારીમાં ગણપતી દાદાની સ્થાપના સોપારી તરીખે ૩. કાગળમાં ગણપતી દાદાનું ચિત્ર દોરી અને સાથે માતૃકાદોરી તેની સ્થાપના કરવી વધારે યોગ્ય છે.

આમ ત્રણ રીતે ગણપતી દાદાની સ્થાપના કોરોનાની બીમારીના કારણે કરી શકાય છે.

જયારે ગણેશ ઉત્સવ પૂર્ણ થાય ત્યારે માટીની ગણપતી દાદાની મૂર્તિ ઘરે પાણીના ટબમાં પધરાવી તે જળ પીપળે અથવા આસોપાલવના ઝાળમાં અથવાતો કાટા વગરના કોઈપણ વૃક્ષમાં પધરાવી શકાય છે.

આમ ત્રણ રીતે કોરોનાની બીમારી વચ્ચે ગણપતીની સ્થાપના કરવી યોગ્ય છે.

મૂર્તિ નાની હોય તો પણ ચાલે પરંતુ દાદાની પૂજા પાઠ દાદાનું કિર્તન સ્ત્રોતના પાઠ કરવાનું મહત્વ વધારે છે. અને તેનું જ ફળ વધારે મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.