Abtak Media Google News

ગણપતિ બાપા મોરીયા… આજે ભાદરવા સુદ ચોથને ગણેશ ચતુર્થી સાથે આજે આસ્થાભેર ગણપતિ મહોત્સવનોપ્રારંભ થયો છે. લોકો છેલ્લા કેટલાક દિવસથી મહોત્સવની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જે ઘડી આજ આવી ચુકી છે. સૌરાષ્ટ્રભરના નાના-મોટા શહેરો, ગામડાઓમાં શેરીએ-ગલીએ અને ચોકે ચોકમાં ગણપતિજીને બિરાજમાન કરી લોકો આજથી દસ દિવસ બાપાની સેવા-પૂજા કરશે. આજે શુભ ચોઘડિયે પંડાલોમાં ભાવિક-ભકતો ગણપતિજીને બિરાજમાન કરી સવાર-સાંજ પુજા-આરતી કરશે.

ગણેશજી ક્યાં અને કેવા સ્વરૂપમાં પ્રગટ થાય તે સમજવું જાણવું વિચારવું પણ મુશ્કેલ છે સુરેન્દ્રનગરમાં આદુના વેપારીને ત્યાં આદુમાં ગણેશ પ્રકૃતિ સાથે જોવા મળ્યા ત્યારે આનંદની લાગણી છવાઈ જવા પામી. આ તસવીર જેસીંગભાઇ દ્વારા વાયરલ કરવામાં આવી છે ત્યારે નવાઈની વાત તો એ છે કે જ્યારે કોઈપણ નિર્જીવ માં પણ ચોક્કસ ભગવાનના દર્શન થાય છે તે ચોક્કસ છે ત્યારે આબેહૂબ આદુના કટ કા મા ગણેશજીના દર્શન થયા જે હિન્દુ ધર્મમાં ધન્યતા પ્રાપ્ત થઈ ગણાય તેઓ પણ જણાવવામાં આવ્યું છે. (તસવીર: સબનમ ચૌહાણ-સુરેન્દ્રનગર)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.