રાજકોટમાં ધાડપાડું ગેંગ ત્રાટકી, પોલીસે હિંમતભેર સામનો કરી ૬ શખ્સોને દબોચ્યા

રાજકોટ શહેરમાં ગત મોડી રાત્રે ગોધરા દાહોદની ચડ્ડી બનિયાન ધારી ગેંગ ધાડ પાડવાના ઈરાદે રાજકોટના અક્ષર માર્ગ સ્થિત ચિત્રકૂટ સોસાયટીમાં ત્રાટકવા પહોચી હતી પરતું SOG પોલીસને બાતમીના આધારે સ્થળ પર લુટારુઓનો હિમંતભેર સામનો કરી અને ૬ લુટારુઓને દબોચી લીધા હતા જેમાં પોલીસ સાથે આરોપીઓ ધર્ષણ કરતા PSI ખેર ઈજાગ્રસ્ત થયા હતા અને સામે પક્ષે પોલીસે બહાદુરીથી ફાયરીંગ કરીને ગેગના ૬ શખ્સોને દબોચી લીધા હતા


SOG ટીમ સાથે ધાડપાડુ ગેંગને થઈ ઝપાઝપી, પોલીસ પર હુમલો થતા પોલીસે કર્યું ફાયરિંગ

રાજકોટ પોલીસના SOGને બાતમી મળી જતા પોલીસ પણ એ જ સમયે ઘટનાસ્થળ પર તાબડતોપ પહોચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી, SOGની ટીમ સાથે ધાડપાડુ ગેંગ વચ્ચે ઘર્ષણ થયું હતું અને ઝપાઝપી થઇ હતી જેમાં પોલીસ પર હુમલો થતા પોલીસે ફાયરિંગ કર્યું હતું

પોલીસે હિંમત કરી ધાડપાડુ ગેંગના 6 શખ્સોને દબોચ્યા

પોલીસ દ્વારા દાહોદ-ગોધરાની ગેંગના કલા જીતાભાઈ ગોંઢીયા સહિત બે શખ્સોને ફાયરિંગ માં ઇજા થઇ હતી અને આ ધટના પ્રાથમિક માહિતી મુજબ ફાયરિંગમાં ધાડપાડુ ગેંગના એક સભ્ય ને કમરમાં લાગી ગોળી ,અન્ય પણ એક શખ્સ ઇજાગ્રસ્ત થયો હતો સામે પક્ષે એક પોલીસ કર્મચારી પણ ઈજાગ્રસ્ત થયો હતો

ધાડપાડુ ગેંગ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ પોલીસે કરી કબ્જે

ચિત્રકૂટ સોસાયટીમાં શેરી નંબર 2 ખાતે ” રિદ્ધિ સિદ્ધિ ” નામના મકાનમાં હથિયારધારી શખ્સો ધાડપાડવાના ઇરાદે આવ્યા હતા અને PSI ડી.બી.ખેર અને ટીમે ટોળકીને દબોચી લીધી હતી જે દરમ્યાન ધાડપાડુ ગેંગ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ પોલીસે કરી કબ્જે કરી હતી, જેમાં દાહોદ-ગોધરાની ગેંગના કલા જીતાભાઈ ગોંઢીયા સહિત બે શખ્સોને ફાયરિંગ માં ઇજા થવા પામી હતી.

પીએસઆઇ ડી.બી.ખેર ની રિવોલ્વર ઝૂંટવી લેવા કરાયો પ્રયાસ

પોલીસ અને ધાડપાડું ગેંગ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને પોલીસની રોવોલ્વર ઝુંટવી લેવા પ્રયાસ થયો હતો પરતું પોલીસ દ્વારા બહાદુરી પૂર્વક સામનો કરીને ગેંગના ૬ શખ્સોને દબોચી લીધા હતા પરતું સમગ્ર ધટનામાં  PSI ઈજાગ્રસ્ત થતા તેમને પણ સિવિલમાં દાખલ કર્યા છે