Abtak Media Google News

સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટ સામેની કાર્યવાહી પર હાઈકોર્ટે સ્ટે આપ્યો

ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીના દિગ્દર્શક સંજય લીલા ભણસાળી અને મુખ્ય અભિનેત્રી આલિયાભટ્ટ સહિત  નિર્માતાઓ સામે બદનક્ષીની કાર્યવાહી પર બોમ્બે હાઈકોર્ટે કામચલાઉ સ્ટે આપ્યો છે.

આ ફિલ્મ માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ પુસ્તકના એક ચેપ્ટર પર આધારીત છે. ન્યા. રેવતી મોહિતે ઢેરેએ કાર્યવાહી રદ કરવા માટેની અરજી પર પ્રતિવાદીઓને નોટિસ મોકલાવી છે અને સાત સપ્ટેમ્બર સુધી નીચલી કોર્ટમાં કાર્યવાહી પર સ્ટે આપ્યો છે.

કાઢિયાવાડીના કથિત દત્તક પુત્રની  બદનક્ષીની ફરિયાદને પગલે  મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે કાર્યવાહીને પરવાનગી આપીને પુસ્તકના લેખકને સમન્સ મોકલવા અને ફિલ્મના નિર્માતાઓ ને સમન્સ મોકલવાની વાતનો નિર્માતાઓએ વિરોધ ક ર્યો છે.

તે મહિલા ગણીકા હતી એવું માનીએતો પણ એનો અર્થ એવો નથી કે કોઈ પણ તેને જાહેરમાં ગણિકા તરીકે આલેખવાની પરવાનગી  છે, એમ મેજિસ્ટ્રેટે નોંધ્યું હતું.

મૂળ ફરિયાદી બાબુ શાહે મેજિસ્ટ્રેટ સમક્ષ જણાવ્યું હતું કે નોવેલમાં કાઠિયાવાડી  સંબંધી  ચેપ્ટર બદનક્ષીભર્યું,  પ્રતિષ્ઠાને ખરડાવનારું અને દિવંગત માતાની ગુપ્તતાના અને આત્મસમ્માનના અધિકારનો ભંગ કરનારું છે.

ફિલ્મના પ્રમોશનલ વિડિયો જાહેર થતાં શાહે  કોર્ટમાં ધા નાખી હતી.  શાહે દાવો કર્યો હતો કે તેની માતાને ફિલ્મમાં અને પુસ્તકમાં ગણિકા , કૂંટણખાનું ચલાવનારી અને માફિયા ક્વીન તરીકે લેખાવાઈ છે. ખાસ કરીને તેમણે વાંધો એ બાબતનો ઉઠાવ્યો હતો કે કાઠિયાવાડીને પ્રોમોમાં બિડી ફૂંકતી દર્શાવી છે.

જોકે હાઈ કોર્ટમાં સંજય લીલા ભણસાળીના ભણસાળી પ્રોડક્શન, ભણસાળી અને ભટ્ટે દલીલ કરી હતી કે શાહે કોર્ટમાં હકીકત છુપાવી છે.શાહે કોર્ટને પોતાની ફરિયાદમાં જણાવ્યું નથી કે સિટી સિવિલ કોર્ટે આ મુદ્દે ફેબુ્રઆર ૨૦૨૧માં બદનક્ષીનો કેસ ફગાવી દીધો છે.

ફિલ્મની કથા અને પ્રોમો  બદનક્ષી કરતા નથી અને આ ફિલ્મ ૨૦૧૧માં પ્રકાશિત પુસ્તક પર આધરિત છે, પણ ૨૦૨૦ સુધી પુસ્તક દ્વારા બદનક્ષી થઈ હોવાનો આરોપ કરીને કોઈ પગલા ંલેવાયા નહોતા, એવી દલીલ કરવામાં આવી હતી. વધુમાં દલીલ કરાઈ હતી કે ફરિયાદમાં દત્તક લેવાયા હોવાનો કોઈ પુરાવો ફરિયાદમાં રજૂ કરાયો નથી. નિર્માતાઓને કાઠિયાવાડીનો પુત્ર હોવાની પણ જાણ નહોતી.

આ પૂરક્વે હાઈકોર્ટની બીજી બેન્ચે ફિલ્મને રજૂ કરવા પર સ્ટે આપવાનો ઈનકાર કર્યો હતો. શાહ૮ે ફિલ્મને રજૂ કરવા પર સ્ટે આપવાની માગણી કરતી અરજી કરી હતી. ન્યા. સાંબરેએ ૩૦ જુલાઈ ૨૦૨૧ના રોજ ફાગાવી હતી.કોર્ટે આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ માનહાનિ પૂર્ણ સામગ્રી તે વ્યક્તિના મૃત્યુ સાથે સમાપ્ત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.