‘ગંગુ બાઇ કાઠિયાવાડી’નું ટીઝર રીલિઝ, આલિયા ભટ્ટનો લૂક જોઇને મજા પડી જશે !

સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુ બાઇ કાઠિયાવાડીનું ટીઝર રીલિઝ થઇ ગયું છે. ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં છે આલિયા ભટ્ટ. ગંગુબાઇનું ટ્રેઇલર રણબીર કપૂરે ટ્વીટર પર શેર કરી લખ્યું કે ‘ગંગુ તુ ચાંદ હેં, ઔર ચાંદ રહેંગી’. ટ્રેઇલરમાં આલિયા ભટ્ટ એક નવા જ લૂકમાં દેખાઇ રહી છે. ખાસ કરીને ગુજરાતી મહિલાના રોલમાં દેખાઇ રહી છે. આ ફિલ્મના નિર્માતા ભણસાલી અને જયંતીલાલ ગઢા છે. ગંગુબાઇ ફિલ્મ 11 સપ્ટેમ્બરે રીલિઝ થશે.

ઉલ્લેખનિય છે કે ગંગુબાઇ કાઠિયાવાડી ફિલ્મ હુસૈન જૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઇ’ પર આધારીત છે જેમાં ડોન ગંગુબાઇની કહાની દર્શાવવામાં આવશે. ગંગુબાઇ 60ના દાયકામાં મુંબઇ માફિયાનું મોટું નામ હતું. કહેવામાં આવી રહ્યું છે કે ગંગુબાઇને તેના પતિએ માત્ર પાંચસો રૂપિયા માટે વેંચી દેવામાં આવી હતી. ત્યારબાદથી તે વેશ્યાવૃતિમાં કારોબારમાં ઉતરી નામચીન બની હતી. જો કે નર્કાગાર જીવનમાં પણ ગંગુબાઇએ મજુરવર્ગની યુવતીઓને ઘણી મદદ કરી હતી.