સુપેડી નજીક બાળકીનું અપહરણ કરનાર ગંજેરી જેતપુર પાસેથી ઝડપાયો

એક સપ્તાહ પુર્વે બાળકીને ઉઠાવી જનાર પોરબંદરના શખ્સે પોલીસની ભીંસ વધતા માસુમને બગસરા પાસે રેઢી મુકી દીધી તી

રાજકોટ એલસીબીના પીઆઇ એ.આર. ગોહીલ અને ટીમને બાઇકના નંબરના આધારે મળી સફળતા

ધોરાજી-સુપેડી ધોરી માર્ગ પર આવેલ કારખાનામાં કામ કરતા શ્રમીક પરીવારની 3 વર્ષની માસુમ પુત્રીના અપહરણ કરનાર શખ્સને એલસીબીએ બાઇક નંબરના આધારે જેતપુર નજીકથી ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વીગત મુજબ સુપેડી ગામે પ્લાસ્ટીકના કારખાનામાં કામ કરતા શ્રમીક પરીવારની 3 વર્ષની માસુમ પુત્રીનું ગત તા. પ ઓકટોબરના રોજ અપહરણ થયાની ધોરાજી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

માસુમ બાળકીના અપહરણનો ભેદ ઉકેલવા આરઆર સેલના મહા નીરીક્ષક સંદીપસીંહ અને જીલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા આપેલી સુચનાને પગલે ધોરાજી એલસીબી સહીતના સ્ટાફ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. પોલીસની ભીંસ વધતા બાળકીને અપહરણકાર બગસરા પંથકમાં રેઢી મુકીને નાસી ગયો હતો.

એલસીબીના પીઆઇ એ.આર. ગોહીલ અને એસ.એમ. રાણા સહીતના સ્ટાફ દ્વારા સીસીટીવી અને બાતમીના આધારે લાલ પટાવાળુ અને 1પપપ નંબરના બાઇકમાં બાળકીનું અપહરણ થયાનું ખુલતા તે દીશામાં તપાસના ચક્રો ગતીમાન કરતા જેમાં અપહરણ કરનાર શખ્સ અમરનગર ગામથી વડીયા તરફ જઇ રહયાની કોન્સ. મહીપાલસીંહ જાડેજા અને ભાવેશભાઇ મકવાણાને મળેલી બાતમીના આધારે સ્ટાફે વડીયા ગામ નજીક અન્નપુર્ણા આશ્રમ પાસે વોચ ગોઠવી હતી ત્યારે 1પપપ નંબરનાં નીકળેલા બાઇકને અટકાવી તેની પુછપરછ કરતા તે પોરબંદરનાં નરસીંગ ટેકરી વીસ્તારમાં રહેતો મનસુખ રામદેવ પરમાર નામનો શખ્સ હોવાનું ખુલતા પોલીસે તેની અટકાયત કરી આ બાળકીનું શું કામ અપહરણ કર્યુ સહીતના મુદે તપાસનો ધમધમાટ આદર્યો છે.