Abtak Media Google News

બેન્ડવાજા, ડી.જે.ના તાલે આજે સૌરાષ્ટ્રભરમાં વિવિધ પંડાલોના ગણપતિને વિદાય: કયાંક રાસ ગરબા તો કયાંક મહાપ્રસાદના આયોજન સાથે મહોત્સવની પુર્ણાહુતિ

આજે ગણેશજીની વિદાયનો દિવસ છે. જે આસ્થા સાથે છેલ્લા દસ દિવસથી ગણેશ સ્થાપના કરી હતી એવી જ રીતે હવે તેમનું વિસર્જન કરાશુે. વિઘ્નહર્તા વિનાયકનું તમામ દેવતાઓમાં વિશેષ મહત્વ છે. આજે વિઘ્નહર્તાને ભાવુક થઇ ભકતો દ્વારા વિદાય અપાશે.

દર વર્ષે મહારાષ્ટ્ર અને ગુજરાતનાં ઘણાં શહેરોમાં ગલીઓમાં, ઘરમાં, ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ ચૌદશ એટલે કે અનંત ચતુદર્શી સુધી ગણેશજીની સ્થાપના કરાય છે. અને આજના દિવસે ભાવિકો ભકતો દ્વારા ભીની આંખે બાપાને વસમી વિદાય આપવામાં આવે છે.

Img 20190912 Wa0001

સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે ગણનાયક લંબોધરને વાજતે ગાજતે ડી.જે. અને ઢોલના તાલ સાથે શહેરનાં વિવિધ જળાશયોમાં વિસર્જન કરાશે. પર્યાવરણને ઘ્યાનમાં રાખી ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ જ વિસર્જીત કરાશે શહેરમાં એક હજારથી વધુ સ્થળે ગણપતિ સ્થાપના થઇ હતી અને આજે મનપાએ નકકી કરેલી પાંચ જગ્યા પર આશરે બે હજાર જેટલી ગણપતિ પ્રતિમાનું વિસર્જન થયું છે. અને આજે વિસર્જનનો અંતિમ દિવસ હોય મોટા પાયે અને ખાસ કરીને મોટી પ્રતિમાઓના વાજતે ગાજતે અબીલ ગુલાલ સાથે વિધિવત પુજન કરીને વિસર્જન કરાશે. આ માટે મનપાએ આજી ડેમ ઓવર ફલો નીચે ખાણ નં.૧ અને ર મવડી ગામથી આગળ જખરાપીરની દરગાહ પાસે, હનુમાન ધારા મંદીરની બાજુમાં જામનગર રોડ પર અને વાગુદડના પાટીયા પછીના પુલ નીચે કાલાવડ રોડ પર મૂર્તિ વિસર્જન માટે નકકી કર્યા છે. જયારે અન્ય તળાવો અને ડેમમાં વિસર્જન પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

Img 20190912 Wa0000

મહત્વનું છે કે આજે ગણેશ વિસર્જનનો અંતિમ દિવસ હોઇ મોટી સંખ્યામાં વિસર્જન કરવામાં આવશે જેને પગલે નિર્ધારીત કરેલી જગ્યાઓ પર ફાયર બ્રીગેડ, એમ્બ્યુલન્સ ક્રેન, બોટ અને દોરડા સાથે જવાનોને તૈનાત રખાશે.ગૌરીસુત ગણેશની સતત દસ દિવસ સુધી પૂજા, આરાધના, આરતીની સાથે વિવિધ સામાજીક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. આજે બાપાની વસમી વિદાયને લઇ ભાવિક ભકતોની આંખો ભરાઇ ગઇ હતી અને આ સમયગાળા દરમિયાન થયેલી ભૂલ ચૂકને માફ કરવા તેમજ આવતા વર્ષે જલદી પધારવા વિનાયકને વિનવવામાં આવ્યા હતા. આજે ગણેશને વાજતે ગાજતે રાસ ગરબાની રમઝટ સાથે ભાવભરી વિદાય આપવામાં આવશે અને પાણીના દેવતા ગણેશનું પાણીમાં જ વિસર્જન કરવામાં આવશે.મહત્વનું છે કે પ્રથમ પૂજય ગણેશના આગમન સાથે આ વર્ષે વરસાદ પણ સારો થયો છે. જેના પગલે આ વર્ષ સારુ જાય તેવી સંભાવના છે. અને બાપ્પા કૃપા આવી જ રીતે વરસી રહે તેવી દરેક ભાવિકોભકતો દ્વારા આશા રાખવામાં આવી રહી છે. બાપ્પાના આગમને વરસાદ પણ મન મૂકીને વરસ્યો છે ત્યારે આવતા વર્ષો ફરસ બાપ્પાનું આગમન થાય અને આવી જ રીતે સારો વરસાદ થાય તેવી આશા સેવાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.