Abtak Media Google News

ખ્યાતનામ કલાકાર કીર્તીદાન ગઢવીએ રંગત જમાવી: મનોજ અગ્રવાલ, બલરામ મીણા, રવિ મોહન સૈની, મનોહરસિંહ જાડેજા, ધનસુખભાઇ ભંડેરી, નીતીનભાઇ ભારદ્વાજ, અધિક કલેકટર પરિમલ પંડયા, કમલેશ મિરાણી, ભાનુબેન બાબરીયા, ડે.મેયર દર્શિતાબેન શાહ, સહીતના મહાનુભાવોએલીધા રાસ ગરબા

ડી.સી.પી. ઝોન-ર મનોહરસિંહ જાડેજાની વ્યવસ્થાએ જમાવટ કરી

‘અબતક’સુરભીના ગ્રાઉન્ડમાં શહેર પોલીસ પરિવાર માટે ગઇકાલે ભવ્ય રાસ ગરબાનું આયોજન થયું હતું. આ રાસોત્સવના શહેર પોલીસ, તેમના પરિવારજનો અને અધિકારીઓ, પદાધિકારીઓ, મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા.

Img 4850

ખ્યાતનામ સીંગર કીર્તિદાન ગઢવીએ પોતાના પહાડી અવાજમાં ગરબા ગીતો ગાઇ ખેલૈયાઓને ડોલાવ્યા હતા. આ નવરાત્રી મહોત્સવમાં સી.પી. મનોજ અગ્રવાલે પોલીસ સ્ટાફ સાથે ગરબા લીધા હતા. તો ડીસીપી રવિ મોહન સૈની, ડીસીપી ઝોન-ર મનોહરસિંહ જાડેજા,એસ.પી. બલરામ મીણા, નીતીનભાઇ ભારદ્વાજ, ધનસુખભાઇ ભંડેરી, અકિધ કલેકટર પરિમલ પંડયા, કમલેશભાઇ મીરાણી, રાજુ ધ્રુવ, ડો. દર્શીતાબેન શાહ, ભાનુબેન બાબરીયા સહીત અધિકારીઓ પદાધિકારીઓ ગરબે ધુમ્યા હતા. આ મહોત્સવમાં પોલીસની દિકરીઓ-બહેનોએ તલવાર રાસ રજુ કર્યાો હતો જે આકષણનું કેન્દ્ર બન્યું હતું. પોલીસ પરિવારને ગરબે રમતા જોવા બહોળી સંખ્યામાં પ્રજાજનો ઉ૫સ્થિન રહ્યા હતા.

Img.

અબતક સાથેની વાતચીત દરમ્યિાન રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલએ જણાવ્યું હતું કે છેલ્લા દસ દિવસથી રંગીલા રાજકોટમાં તમામ જગ્યાએ અલગ અલગ જગ્યાઓએ ગરબાનું આયોજન થયું હતું જેમાં પોલીસ કર્મીઓ રાત-દિવસ ખડેપગે રહ્યા હતા લોકો સારી રીતે નવરાત્રીનો આનંદ માણે તે માટે ત્યારે આજે પોલીસ તેમના સહ પરિવાર સાથે રાસોત્સવમાં ગરબા રમી શકે અને મા શકિતની આરાધના કરે અને તેમના આશિર્વાદ મેળવી શકે તે હેતુસર સુરભી ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

Img

આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ દિવસ હોવાના કારણે અમે ઘણા બધા મનો દિવ્યાંગોને સાથે રાખ્યા છે આ એક દિવસીય નવરાત્રીની સૌ લોકો મનભરીને માણી રહ્યા છે.

Img 4746

નીતીનભાઇ ભારદ્વાજ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કમિશ્નરને ખુબ ખુબ અભિનંદન આપું છું કે નવરાત્રીના નવ દિવસ પછી પોલીસ પરિવારના લોકો એક સરસ મજાના રાસોત્સવમાં ભાગ લઇ શકે નવદિવસ જે લોકોએ સતત કામ કર્યુ છે. એમને આનંદ અને ઉલ્લાસ મળે એ માટે આજે પોલીસ પરિવારઅ જે આયોજન કર્યુ તે બદલ અભિનંદન

Img 4777

કીર્તીદાન ગઢવીએ અબતક સાથેની વાતચીત માં જણાવ્યું કે જે નવ નવ દિવસ સુધી પોલીસ પરિવાર બંદોબસ્ત કરતા હોય છે આપણી રક્ષા કરતા હોય છે પોલીસ પરિવાર માટે આજે ખાસ સુરભીના ગ્રાઉન્ડમાં આયોજન કરેલ છે. પોલીસ પરિવાર દ્વારા મને આમંત્રણ મળેલ છે અહી આવું સરસ આયોજન કરવામાં આવ્યું છે.

Img 4798

નવરાત્રીના નવ-નવ દિવસ સુધી શહેર પોલીસે પ્રજાજનો બિનદાસ્ત ગરબે રમી શકે તે માટે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો અને પ્રજાને રક્ષણ પૂરું પાડયું હતું. જ્યારે શહેરીજનો નવરાત્રીમાં મનમુકીને ગરબે રમતા હતા ત્યારે પોલીસે શહેરમાં કોઇ અણબનાવ કે દુર્ઘટના ન બને તે માટે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. જેથી શહેરીજનોએ અનેક અર્વાચીન રાસોત્સવમાં મજા માણી હતી. ત્યારે શહેર પોલીસે પણ ડયુટીમાંથી સમય કાઢી પોતાના પરિવારજનો સાથે ગઇકાલે ‘અબતક’ સુરભી ગ્રાઉન્ડમાં મનમુકીને રાસગરબા માણ્યા હતા, નીહાળ્યા હતા. શહેર પોલીસને ગરબે રમતા જોવા મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિતિં રહ્યા હતા. આ રાસોત્સવમાં ખ્યાતનામ કલાકાર કીર્તિદાન ગઢવી તથા સુરભીના કલાકારોએ અવનવા ગીતો, ગરબા ગાઇ જમાવટ કરી હતી. આ રાસોત્સવનું ‘અબતક ચેનલ’ પર લાઇવ પ્રસારણ પણ અનેક લોકોએ નીહાળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.