Abtak Media Google News

વિશ્ર્વનો સૌથી લાંબો લોકનૃત્યોત્સવ એટલે નવરાત્રી અને નવરાત્રીમાં શક્તિ પૂજનનો અનેરો મહિમા દર્શાવાયો છે. જો કે નવલા નોરતામાં યુવાનો ગરબા રમવા થનગની રહ્યાં હોય અને તે અંગે બે-ત્રણ માસ પહેલા જ પ્રેક્ટિસ શરૂ કરવામાં મશગુલ બની ગયા હોય. જ્યારે શક્તિની ભક્તિ કરવા માટે માય ભક્તો પૂજન-અર્ચનની વિવિધ સામગ્રી અંગેની અગાઉ તૈયારીઓ કરી રહ્યાં હોય જ્યારે ગરબા બનાવનાર કારીગરો ગરબાને નવા રંગરૂપ આપવાની તૈયારીઓ કરી રહ્યાં હોય છે.

આશો વદ-એકમ એટલે કે, આવતીકાલથી નવલા નોરતાનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે તે પૂર્વે જ એટલે કે, આજથી જ શ્રધ્ધાળુઓ ગરબાની ખરીદી કરી મા ના સ્થાનકે મુકવામાં આવે છે.

નોરતાના નવા દિવસ સુધી પરંપરાગત સંસ્કૃતિ પ્રમાણે નાની વાર્તાઓ માથે ગરબો લઈ દરેકના ઘેર જઈ ગરબા ગાય અને મા ની ગુણાનું વાદ સાથે શક્તિની ભક્તિ કરતી હોય છે. નાની-નાની બાળાઓને માથે જ્યારે ગરબો હોય અને તે ગરબા ગાતી હોય ત્યારે માં જગદંબાનું સ્વરૂપ જાણે કે, સામે આવ્યું હોય તેવું લાગ્યા કરે…

માટીમાંથી બનાવવામાં આ ગરબો બનાવનાર કલાકાર ગરબામાં અવનવા રંગો પુરી ગરબાને આકર્ષક બનાવી અને વેચાણ માટે મુકે છે અને ગરબાના રંગો અને તેમાં કરવામાં આવેલ ચિત્રીકરણ એટલા તો સુંદર હોય છે કે, લેખકોને પણ તેના ગરબા બનાવવા મજબૂર થવું પડે. ગરબાની ઉપર ચિતર્યા મા એ ચૌદે-ચૌદ લોક,  માનો ગરબો રે, રમે રાજને દરબાર વગેરે…વગેરે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.