ગોંડલમાં ગરાસીયા યુવાનની સોપારી ક્લિરની જેમ હત્યા, સગીરે પોલીસ પૂછપરછમાં વટાણા વેરી નાખ્યા

0
285

એસટી બસ પર પથ્થરમારામાં સંડોવાયેલા શખ્સોના
અજયસિંહે પોલીસને નામ આપતા હત્યા કર્યાની કબુલાત

ગોંડલ સૈનિક સોસાયટીમાં રહેતા અને રાજકોટમાં સ્પાનો વ્યવસાય કરતા ગરાસીયા યુવાનની તિક્ષ્ણ હથિયારથી હત્યા કરી લાશને કૂંવામાંથી ફેંકી દેવાની ચકચારી ઘટનામાં સંડોવાયેલા સગીર આરોપીની પોલીસે ધરપકડ કરી કરેલી પૂછપરછમાં ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. હત્યા કર્યા બાદ મૃતદેહ ઘટના સ્થળે છોડી ડેમમાં ન્હાવા ગયા બાદ લાશને કૂંવામાં ફેંકી દીધાનું અને બસ પર પથ્થરમારો કરવાની ઘટનામાં પોલીસમાં નામ આપવાના કારણે હત્યા કર્યાની કબુલાત આપતા પોલીસે અન્ય ત્રણ શખ્સોની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ ઉમવાડાના વતની અને ગોંડલ સૈનિક સોસાયટીમાં રહેતા અજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના 21 વર્ષના ગરાસીયા યુવાનની બે દિવસ પહેલાં ઉમવાડા ચોકડી પાસે કૂંવામાંથી લાશ મળી આવી હતી. અજયસિંહ જાડેજાના શરીરે છરી જેવા તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ પથ્થર બાંધી લાશને કૂંવામાં ફેંકી દીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.મૃતક અજયસિંહ જાડેજા કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હોવાનું અને રાજકોટના પંચાયત ચોકમાં ભાડાના મકાનમાં રહી નિર્મલા રોડ પર ડો.સંદિપ પાલાના કોમ્પ્લેક્ષના ત્રીજા માળે ધ વાઇન સ્પા નામથી વ્યવસાય કરે છે. ગત તા.24મીએ રાજકોટથી ગોંડલ અજયસિંહ ગયા હતા ત્યારે રાત્રે સચિન ધડૂક નામના શખ્સનો ફોન આવતા પોતાની માતાને દસ મીનીટમાં આવવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ સવાર સુધી પરત આવ્યા ન હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

અજયસિંહ જાડેજા પરત ન આવતા રાજકોટ રહેતી પોતાની દિકરી હિનાબાને અજયસિંહ જાડેજા રાત્રે ઘરે ન આવ્યા અંગેની જાણ કરતા તેણીએ પોતાના ભાઇના મોબાઇલમાં વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેનો મોબાઇલ સ્વીચ ઓફ આવતા હિનાબા જાડેજા રાજકોટથી ગોંડલ ગયા હતા અજયસિંહ ગુમ થયા અંગેની પોલીસમાં નોંધ કરાવી હતી.

દરમિયાન ગોંડલમાં ત્રણેક માસ પહેલાં બસ પર થયેલા પથ્થરમારામાં સંડોવાયેલા તેમના પાડોશમાં જ રહેતા જયવીરસિંહ જયદીપસિંહ જાડેજા, ઉદયરાજસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ, પંચવટી સોસાયટીમાં રહેતા દિવ્યરાજસિંહ હરદેવસિંહ ચુડાસમા, આશાપુરા ચોકડી પાસે પ્રમુખનગરમાં રહેતા મહિપાલ રણજીતભાઇ વાળા અને તિરૂમાલા રેસીડેન્સીમાં રહેતા વિવેક ઉર્ફે ટકો મહેન્દ્ર બારડના પોલીસને નામ આપતા પોલીસે તમામની ધરપકડ કરી હોવાથી અજયસિંહ જાડેજાની હત્યાનો પ્લાન બનાવી ખૂન કર્યાની બાળ આરોપીએ કબુલાત આપી છે. હત્યા કર્યા બાદ તમામ શખ્સો ડેમમાં ન્હાવા ગયા હતા અને પરત આવ્યા બાદ લાશને ઉમવાડા ચોકડી પાસે કૂંવામાં લાશ ફેંકી દીધાની કબુલાત આપી છે.બસ પર પથ્થરમારો કરવાની ઘટનામાં જયવીરસિંહ સહિતના શખ્સોને પકડાવતા તેઓએ અજયસિંહ જાડેજાને ત્યાં દારૂ અંગે દરોડો પડાવ્યો હોવાથી બંને એક બીજા માટે માથાનો દુ:ખાવો બની ગયા હતા પરંતુ ઉપર છલો સંબંધ રાખતા હોવાથી નાગના ઘરે નાગ મહેમાન બન્યા હોય તેવી રમત બંને વચ્ચે ચાલતી હતી. બાળકોના માનસ પર બદલો લેવાની ભાવના સાથે પ્રોફેશનલ ક્લિરની જેમ હત્યા કરી સભ્ય સમાજ માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે.

બાળકો ગંભીર પ્રકારના ગુના તરફ વળતા સમાજ માટે લાલબત્તી સમાન ઘટનાનો થયો પદાર્ફાશ

આરોપીઓએ સૈનિક સોસાયટીની પાછળ આવેલ પાનની કેબીનની પાછળ અજયસિંહ ને વિવેક અને સચિને પકડી રાખ્યા હતા જ્યારે જયવીરસિંહએ 30થી વધુ છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા બાદમાં લાશને બાવળની ઝાડીમાં નાખી ડેમ ખાતે કપડાં ધોવા અને નહાવા પહોંચી ગયા હતા મોડીરાત્રીના ફરી સ્થળ ઉપર આવી લાશને પથ્થર સાથે બાંધી કૂવામાં નાખી દીધી હતી લાશને ઠેકાણે પાડતી વેળાએ બાળ આરોપી હાજર ન હતો બીકને લીધે ઘરે જ સુઈ ગયો હતો.

અજયસિંહ ગુમ થયા બાદ રાજકોટ સ્થિત તેમના બહેન હિનાબા એ પોલીસ ફરિયાદમાં ઉપરોક્ત આરોપીઓના શકમંદ તરીકે નામ આપતા પોલીસ નું કામ સરળ બન્યું હતું અને પોલીસે તુરંત સગીર આરોપી ને ઉઠાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા નાસી છુટેલા મુખ્ય ત્રણે આરોપીઓને શોધવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here