ગોંડલમાં બાગ બગીચા બંધ, લાયબ્રેરી, નગરપાલિકા કચેરી બપોર બાદ બંધ

ગોંડલ માં બેકાબુ બની રહેલાં કોરોના સંક્રમણ ને પગલે નગરપાલિકા તંત્ર એલટઁ બન્યું છે.

નગરપાલિકા પ્રમુખ શિતલબેન કોટડીયા તથાં કારોબારી અધ્યક્ષ રુપીભાઇ જાડેજા એ જણાવ્યું કે કોરોના ની ઘાતક અસરો ટાળવાં શહેર નાં તુલસીબાગ,ભગવત ગાડઁન આશાપુરા ગાડઁન સહીત નાં બાગ બગીચા બંધ કરી દેવાયા છે.નગરપાલિકા કચેરી તથાં ભગવતસિંહજી લાયબ્રેરી બપોર બાદ બંધ રહેશે.

પ્રમુખ શિતલબેન કોટડીયા એ શહેરીજનો ને અપીલ કરી જણાવ્યું કે કોરોના ને કારણે હાલત બગડી રહીછે.બજારોમાં,શાકમાર્કેટમાં ભીડભાડ ને બદલે શોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે મહત્વ નું છે.બિનજરૂરી ઘર બહાર ના નિકળવું તથાં ફરજીયાત માસ્ક પહેરવાં જણાવ્યું છે.શોશ્યલ ડિસ્ટન્સ અંગે જરુર પડ્યે નગરપાલિકા આક્રમક બની દંડનાત્મક કાયઁ વાહી કરશે તેવું જણાવ્યું હતું