Abtak Media Google News

રાજકોટ ગૌ-ક્રાંતિ માટે કેન્દ્રબિંદુ બનશે

ગાય આધારિત પ્રોડકટ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે એકસ્પોનું આયોજન

વિદેશમાં ગાય પર કરેલા રિર્ચસ પણ મેળામાં પ્રકાશિત  કરાશે: વિદેશોના રોકાણકારો પણ એકસપોમાં ભાગ લેશે

રાજકોટ ગૌ-ક્રાંતિમાં વૈશ્ર્વીકક્ષેત્ર પર  કેન્દ્રબિંદુ બની રહેવા માટે આગામી સમયમાં ગૌ આધારિત ઉદ્યોગો માટે ‘જીએયુ-ટેક’ 2023નું પાંચ દિવસીય વૈશ્ર્વીક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરીયા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગાય આધારિત પ્રોડકટ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી 24મી મેથી 28મી મે  સુધી રાજકોટ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે વૈશ્ર્વિક ક્ષેત્રમાં એકસ્પોનું  આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દેશ-વિદેશના વૈજ્ઞાનિકોના રિસર્ચા પણ પ્રકાશિત કરવામાં આવશે. એટલું જ નહિ ગાય સાથે સંકળાયેલા તમામ ઉદ્યોગો પર ધ્યાન  કેન્દ્રીત કરવામાં આવશે. આ પાંચ દિવસીય એકસ્પોમાં દેશ વિદેશના રોકાણકારો પણ ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના સમૃદ્ધ ભારત, શ્રેષ્ઠ ભારત, ભવ્ય ભારત અને દિવ્ય ભારતના સ્વબપ્નને સાકાર કરવાના પવિત્ર ઉદ્દેશ્યથી આંતરરાષ્ટ્રીય સંસ્થા  ‘ગ્લોબલ ક્ધફેડરેશન ઓફ કાઉ બેઝડ ઇન્ડસ્ટ્રીઝ  ના ઉપક્રમે ગૌ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટમાં

GAU TECH – 2023 ” નું તા . 24 મે થી 28 મે સુધી આયોજન કરવામાં આવ્યું છે. જીસીસીઆઈ સરકાર અને ઉદ્યોગ સાહસિકો માટે ગૌ આધારિત ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે. ગૌ ઉત્પાદનોનું ઔદ્યોગિક નિર્માણ અને તેનો માનવીય ઉપયોગ વૈશ્વિક પર્યાવરણને અનુકૂળ અને વિકાસને સુનિશ્ચિત કરી શકે છે. તેમ ડો.વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું હતું.

ડો.વલ્લભભાઈ કથીરિયાએ વધુમાં જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ, ઇનોવેશન, આન્ત્રપ્રિન્યોર અને ઇન્ડસ્ટ્રીઝ માટે નવા નવા ઉદ્યમીઓ અને સુખી લોકો આ બિઝનેસ – ઇન્ડસ્ટ્રીમાં રોકાણ કરે તેવા ઉદ્દેશ્યથી આ EXPO નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દેશ – વિદેશમાંથી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઉદ્યમીઓ તેમના સ્ટોલ્સ દ્વારા જાણકારી આપશે. સાથે સાથે ગૌ આધારીત વિવિધ ઉદ્યોગો માટેના સેમીનાર અને સાંજના સમયે ગૌ વિષયક સાંસ્કૃતિક કાર્યક્રમોનું વિશેષ આયોજન પણ કરવામાં આવેલ છે.

વર્તમાન સમયમાં ગાયોના સંવર્ધનમાં ટેકનોલોજીના ઉપયોગ દ્વારા શ્રેષ્ઠ સાંઢો તૈયાર કરવા. સેકસ્ડ સીમેન ટેકનોલોજી વિકસાવવી, એમ્બ્રીયો ટ્રાન્સપ્લાન્ટ કરવા, સીમેન લેબોરેટરી સ્થાપવા જેવા વિવિધ ઉદ્યોગોમાં સરકારની મદદથી પીપીપી મોડલ પર વ્યવસાયો શરૂ થયા છે . ભારતીય દેશી ગાયોના એ-2 દૂધ અને તેના વેલ્યુ એડીશન સાથે બટર , ઘી અને છાશ તેમજ મેડીસીનલ ઘી માટે ખૂબ જ આંતરરાષ્ટ્રીય બજાર ઊભું થયું છે.

ગાયના ગૌમુત્ર અને ગોબરમાંથી ઓર્ગેનિક ફાર્મીંગ માટે બાયોપેસ્ટીસાઈડ અને બાયોફર્ટીલાઇઝર તેમજ અનેક પ્રકારની દવાઓ , વાતાવરણ શુધ્ધિ માટેના રિપેલન્ટ અને સેનીટાઇઝર્સ તથા અનેકવિધ ગૃહ ઉપયોગી કોસ્મેટીક ગોબર ઉત્પાદો દ્વારા મહિલા અને યુવાનો માટે રોજગાર સાથે એન્ત્રપ્રિન્યોરશીપની તકો ઊભી થઇ છે. ગૃહ ઉદ્યોગ, મધ્યમ કક્ષાના અને વિશાળ પાયે ઉત્પાદન કરવાની ક્ષમતાવાળા કોર્પોરેટ પ્લાન્ટ માટે વિવિધ સરકારીયોજનાઓ અમલમાં છે. કાઉડંગ (ગોબર) માંથી ગોબર પેઇન્ટ, પ્લાસ્ટર, કલર, બ્રીક્સ, પ્લાયવુડ, ટાઇલ્સ, પેપર અને સ્મશાન માટેના લાકડાંની અવેજીમાં ગોબર લાકડી માટે વિશાળ માર્કેટ ઉપલબ્ધ કરાવી શકાય તેમ છે.

ગોબર, ગૌમૂત્રમાંથી બાયોફ્યુલ જેવા કે, બાયોગેસ, સી.એન.જી, સીઓ2, હાઈડ્રોજન ઉત્પાદન કરી ફેક્ટરીઓને સપ્લાય થઈ રહ્યા છે. સરકારની બાયબેકની યોજના પણ અમલમાં છે . એ જ રીતે  કાઉ હોસ્ટેલ ” એન.જી.ઓ અથવા સહકારી ધોરણે મોટા પ્રમાણમાં શરૂ કરી ઘેર ઘેર ગાયના ક્ધસેપ્ટને અલગ રીતે વિસ્તારી પ્રોફેશનલ સર્વિસીઝ દ્વારા કમાણી શરૂ થઈ છે . ગૌ આધારિત ઉદ્યોગો માટે મોટાપાયે જરૂરી મશીનરી મેન્યુફેક્ચરીંગ માટે ખૂબ જ તકો રહેલી છે.

કેન્દ્ર અને રાજ્યો મળી બધી સરકારો દ્વારા વિવિધ યોજનાઓ કાર્યરત છે. આપણી દેશી ગાય . ગૌ સેવા , ગૌ સંરક્ષણ , ગોપાલન , ગોસંવર્ધન , ગૌ ઉત્પાદન , ગૌ ઉર્જા , ગૌ પ્રવાસન , સજીવ ખેતી જેવા વિવિધ વિષયો પર ભારત સરકારના વિવિધ વિભાગો અને રાજ્ય સરકારો દ્વારા સરકારી અનુદાન , લોન , સબસિડી , અને પ્રચારાત્મક યોજનાઓ વિષે વિગતવાર માહિતી આ એક્સપોમાં આપવામાં આવશે.

ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડના સલાહકાર  મિતલ ખેતાણીએ જણાવ્યું હતું કે ગૌશાળા – પાંજરાપોળોમાં ઉપલબ્ધ ગૌવંશના ગૌમૂત્ર – ગોબર રો મર્ટીરીયલ તરીકે સહેલાઇથી ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ ઉદ્યોગો માટે કરવાથી ગણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ક્લીન ઈન્ડીયા, હેલ્લી ઈન્ડીયા, ગ્રીન ઈન્ડીયા, ડીજીટલ ઈન્ડીયા, મેઇક ઇન ઇન્ડીયાના વિઝનને પુષ્ટિ મળશે, ગૌશાળાઓ આત્મનિર્ભર બનશે, યુવા અને મહિલાઓનેરોજગારી મળશે. ડિજિટલ માર્કેટિંગ અને આઉટલેટ દ્વારા માર્કેટિંગ ઉપલબ્ધ કરાવી , એક્સપોર્ટ – ઈમ્પોર્ટ દ્વારા કમાણી કરી શકાય છે . છતાં પર્યાવરણ રક્ષા થશે . આવા અનેકવિધ નવા ઉદ્યોગો માટે વિશાળ તકો ગૌ આધારિત અર્થતંત્રને મજબૂત કરવામાં સહાયભૂત થાય તેમ છે . સરકાર અને સમાજ સાથે જોડાઈને  ગૌ રક્ષા  ને વિસ્તૃત અર્થમાં સાકાર કરવા સાથે ભારત વર્ષને સમૃદ્ધ અને સંપન્ન બનાવી શકાશે . દેશના અર્થતંત્રને 5 Trillion Economy સુધી લઈ જવા અને ગ્રીન ઇકોનોમીને પ્રોત્સાહિત કરવામાં આ પ્રકલ્પો સબળ માધ્યમ પુરવાર થશે . G2B અને B2B ના માધ્યમથી ઇન્વેસ્ટર્સઅને નાના ગોપાલકો, ગૌશાળાઓ પાંજરાપોળોને અરસપરસ જોડાણની તકો ઉપલબ્ધ થશે.

ગૌ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાથી ગાય એટલે ફક્ત દૂધ જ નહીં પણ જીવે ત્યાં સુધી ગોબર ગૌમુત્રના માધ્યમથી આર્થિક ઉપાર્જનનું માધ્યમ છે જ અને ગાય એટલે ગૌવંશ જેના વાછરડા – વાછરડી, બળદ, સાંઢ, વૃધ્ધ ગૌવંશ અને તેમના ગોબર – ગૌમૂત્ર જીવન પર્યંત ઉપલબ્ધ થાય જ છે. ગૌમૂત્ર – ગોબરની ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહિત કરવાથી રખડતા ગૌવંશની સમસ્યા હલ થઈ જશે. રોડ એકસીડેન્ટ બંધ થશે. સાચા અર્થમાં ગૌરક્ષા થશે. પાંજરાપોળ ગૌશાળા સમૃદ્ધ બનશે . આમ ભારતીય સંસ્કૃતિની ગૌ સેવાની ” પરિકલ્પના ફળીભૂત થશે .

લાયન્સ ક્લબના પૂર્વ ગવર્નર રમેશભાઈ ઘેટીયાએ જણાવ્યું હતું કે વૈશ્વિક કંપનીઓ, વિવિધ ઈન્ડસ્ટ્રીઝ , એનજીઓ, સામાજીક સંસ્થાઓ તેમજ સરકારી સેક્ટરો પોતાની પ્રોડક્ટ અને સર્વિસની માહિતી લોકો ને આપી શકે તે માટે 400 થી વધુ સ્ટોલ તેમજ વિવિધ પેવેલીયન ઉપરાંત પ્રોડક્ટ ડિસ્પ્લે માટેની સ્પેસ અને પ્રદર્શન આ એક્સ્પો માં રાખવા માં આવેલ છે , ઉનાળા ને ધ્યાન માં રાખી એ.સી ડોમ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ પ્રદર્શનમાં સરકારના એમએસએમઈ ડીપાર્ટમેન્ટમાંથી સ્ટોલ ધારકોને સબસીડી પણ મળશે. ખાસ કરીને સમગ્ર ગુજરાત જ નહિ પરંતુ આ એક્સ્પો ની મુલાકાત માટે પુરા ભારત માંથી અનેક મુલાકાતીઓ, ગૌ ઉદ્યમીઓ, ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો, વૈજ્ઞાનિકો, ટેકનોક્રેટ્સ આવી શકે એ માટે જીસીસીઆઈ ની ટીમ કાર્યરત છે . સમગ્ર ઇવેન્ટ નું મેનેજમેન્ટ ક્ધસલટન્ટ તરીકે એડેક્સ ઇવેન્ટ એન એકઝીબીશન તથા સંલગ્ન કંપની એડેક્સ ગ્રાફિક્સ અને મીડિયા પ્રમોશન માટે એડેક્સ મીડિયા લિંક્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે . સૌ ઉદ્યમીઓ, યુવા, મહિલા, વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ સમાજસેવકો અને ધર્માચાર્યોને આ  GAU TECH – 2023  માં સહભાગી બનવા નમ્ર વિનંતી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.