Abtak Media Google News

ગોંડલ સંપ્રદાયના બહુક્ષુત આચાર્ય સ્વ. શ્રી જસાજી સ્વામીના પાટનપાર સ્થવીર ગુરુદેવ સ્વ. શ્રી પુજય પ્રેમચંદજી મહારાજ સાહેબના શિષ્યરત્ન આગમ ચર્ક દર્શક અનંત ઉપકારી પૂજય ગુરૂભગવંત બાલ બ્રહ્માચારી શ્રી રાજેશમુનીજી મહારાજ સાહેબ તથા પુજયશ્રી સુશિષ્ય બા.બ્ર. પૂજય તક્ષ્વસમુનિજી મહારાજ સાહેબ આદિ ઠાણા-ર ભગવંતો તા. ર જુલાઇના રોજ ચાતુર્માસ કલ્પ મારે શ્રી શીતલનાથ સંઘ 7-અ મીલપરા કાન્તાશ્રી વિકાસ ગૃહ રોડ, રાજકોટના આંગણે કોઇને પણ પૂર્વ સુચીત કર્યા વગર સઁપૂર્ણ સાદગીથી શ્રી સઁઘમાં ચાતુર્માસ પ્રવેશ કરેલ છે.

શ્રી શીતલનાથ સંઘમાં પ્રથમ જ ચાતુર્માસનો લાભ પૂ. ગુરુભગવંત સ્વયઁનો મળેલ હોવા છતાં સંપૂર્ણ સાદગી અને સમયની પણ ગુપ્તતા સાથે તેમજ કોઇપણ પ્રકારના આરંભ સમારંભ વગર ગોંડલ ગચ્છની ગરીમા વધે તેવા સુંદર ચાતુર્માસ પ્રવેશ થયેલ.

રાજકોટ પૂર્વના વિસ્તારમાં બહોળા પ્રમાણમાં ધર્મપ્રેમી શ્રાવક-શ્રાવીકાજીઓ રહેતા હોય સંઘ દ્વારા અહીં મીલપરામાં ધર્મસ્થાનનું નિર્માણ કરેલ જેનો અગણીત શ્રાવક શ્રાવિકાજીઓને ભરપુર લાભ મળી રહ્યો છે. આ વિસ્તારમાં પૂજય ગુરુભગવંતના ચાતુર્માસનો લાભ છેલ્લા 17 વર્ષથી મળેલ નથી અને પૂજય ગુરૂભયવંત શ્રીનગીનભાઇની ધર્મભાવના અને દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યે સર્મપણના શ્રાવક સમાજ માટે હંમેશા પ્રેરણાદાયી રહેલ છે. શ્રી નગીનભાઇની વર્ષોથી ભાવના હતી કે છેલ્લા સમયે છેલ્લી અવસ્થામાં સંથારો કરવો અને તે પણ સંથારાના સ્પેશીયાલીસ્ટ પુજય રાજગુરૂભવંતની નિશ્રામાં જ કરવો, તેથી સંઘવી પરિવારે પણ પિતાશ્રીની ભાવનાપૂર્ણ કરવામાં કોઇ કચાશ ન રાખી અને શ્રી નગીનભાઇની સ્વાથ્યની જાણકારી રાજગુરૂભવંતને આપેલ અને યોગ્યતા જોઇ પૂજયશ્રી ગુરૂભગવંતે પણ અનશન આરાધના માટે રજા આપેલ.

નગીનભાઇની સંથારાની શરૂઆત થઇ ત્યારે તો એમની તબીયત ખુબ નાજુક હતી અને ડોકટરે પણ ઘણો જ ઓછો સમય છે તેમ જણાવેલ અને હોસ્પિટલમાંથી રજા આપેલ, પરંતુ મોક્ષ માર્ગની આરાધના કરતાં કરતાં હવે શ્રી નગીનભાઇને ઘણી આશાતા ઓછી થયેલ છે. અને સંપૂર્ણ સભાનતાપૂર્વક ઉત્કષ્ટ ભાવથી દિવસ અને રાત વિધીવત યથાયોગ્ય આરાધના શ્રી શીતલનાથ સંઘમાં કરી રહેલ છે. અનશન આરાધના શ્રી નગીનભાઇના અનુપમ દર્શન તથા અનુમોદનાનો લાભ દરરોજ સવારે 8.30 થી 12.30 અને બપોરે 3.30 થી સાંજે 6.30 દરમ્યાન શ્રી શીતલનાથ ઉપાશ્રય 7-અ મીલપરા, ઙઇંઙક હાઉસવાળી શેરી રાજકોટના આંગણે થાય છે.

બહારગામથી પધારતા દર્શનાર્થીઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા શ્રી ઋષભદેવ સંઘમાં રાખેલ છે. વધુ માહીતી રાજુભાઇ બાવીસી મો. નં. 98250 77161, રાજુભાઇ મહેતા મો. નં. 98250 75081, ચેતનભાઇ દેસાઇ મો. નં. 94277 26828 નો સપંર્ક કરવા જણાવ્યું છે.
Screenshot 46ગોંડલ ગચ્છના ગૌરવવંતા પૂ. રાજગુરૂભગવંતની નિશ્રામાં
નગીનદાસ સંઘવીના સંથારાનો 6ઠ્ઠો દિવસ

ગોંડલ ગચ્છના ‘જશ’ પરિવારના સ્વ. પૂજય ગુરૂદેવ પ્રેમચંદજી મહારાજ સાહેબના શિષ્યરત્ન આગમ અર્ક દર્શક ચારિત્ર નિષ્ઠા ગુરૂભગવંત રાજેશમુનિજી મહારાજ સાહેબની શુભ નિશ્રામાં આદર્શ શ્રાવક રત્ન નગીનદાસ જગજીવનભાઇ સંઘવી ઉ.વ.84, આણંદપુર (ભાડલા) વાળા હાલ રાજકોટ, જગજીવન હકીમચંદ એન્ડ કાું. દાણાપીઠ રાજકોટના માલીકની સંથારાની ભાવના શ્રી શીતલનાથ સંઘ, મીલપરામાં પૂર્ણ થવા જઇ રહી છે.સંથારા સાધક શ્રી નગીનભાઇને દરરોજ એક એક દિવસનો સંથારો ઉમેરવામાં આવી રહેલ છે. તા. 4 જુલાઇ સોમવારના રોજ સંથારાનો 6ઠ્ઠો દિવસ અને 6ઠ્ઠો ઉપવાસ રહેલ અને 3જી જુલાઇ સવાર સુધીના સંથારાના પચ્ચકપાણ પૂ. રાજગુરૂભગવંતને અનંરી કૃપા કરી કરાવેલ છે.

શ્રી નગીનભાઇ સંઘવી 3પ થી પણ વધારે વર્ષથી પૂજય શ્રી રાજગુરૂભગવંતનો વિશેષ લાભ લઇ રહેલ છે. શ્રી નગીનભાઇ જીવન દરમ્યાન અનેક તપશ્ર્ચર્યાઓ કરેલ છે. આણંદપુર ઉપાશ્રય તથા પાંજરાપોળ આદિમાં વર્ષો સુધી સેવા આપેલ છે. તેમજ રાજકોટ ઝાલાવડ જૈન સમાજના પ્રમુખપદને પણ ઘણા સમય સુધી શોભાવેલ છે.
ચાતુર્માસ શ્રી સંઘમાં થવાનું હોવાથી બધામાં ખુબ ઉત્સાહ જોવા મળી રહેલ છે. સવારથી શરૂ કરી રાત્રી સુધી અનેક ધાર્મિક અનુષ્ઠાનું આયોજન શ્રી શીતલનાથ સંઘમાં કરાયેલ છે. સવારે 7.00 થી 8.00 યુવા શિબિર – જીવન જીવવાની શ્રેષ્ઠ કળાએ વિષય ઉપર પૂ. ગુરૂભગવંત અદભૂત પ્રકાશ પાડશે. સવારે 9.00 થી 10.00 વ્યાખ્યાન વાણી તે ઉપરાંત અનેક આયોજનો કરાયેલ છે. જેની વિગત ટુંક સમયમાં પ્રકાશીત થશે.

પૂ. ગુરૂભગવંતનો લાભ લઇ અનેક આત્માઓએ પોતાનું જીવન સફળ બનાવેલ છે. અનેક યુવાનોએ જીવન જીવવાની શ્રેષ્ઠ કલા શીખી જીવનમાં વિશેષ પરિવર્તન લાવેલ છે. બધાને દર્શન, વંદન, વ્યાખ્યાન, શિબિરમાં લાભ લેવો. વધુ વિગત માટે રાજુભાઇ બાવીસીની યાદીમાં જણાવ્યું કે મો. નં. 98250 77161 નો સંપર્ક કરવા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.