Abtak Media Google News

301 રિફોર્મ્સનું 100 ટકા પાલન કરનારા બે રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ

કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ-ઉઙઈંઈંઝ દ્વારા બિઝનેસ રિફોર્મ્સ એક્શન પ્લાન DPIIT 2020ના જાહેર થયેલા રેન્કીંગમાં ગુજરાતે ટોપ એચીવર સ્ટેટ તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યુ છે.  દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 90 ટકાથી વધુ ફિડબેક સ્કોર સાથે ગુજરાતે દેશમાં દ્વિતીય ક્રમ મેળવ્યો છે.

કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્માલા સિતારમણે આ DPIIT 2020 રેન્કીંગ જાહેર કર્યા છે તેમાં ઉઙઈંઈંઝ એ સૂચવેલા 301 જેટલા રિફોર્મ્સના 100 ટકા પાલનમાં દેશના માત્ર બે રાજ્યો પૈકીનું એક રાજ્ય ગુજરાત બન્યું છે.

ગુજરાતે આ બધી બાબતોના 100 ટકા પાલનના 301 રિફોર્મ્સના અમલ કરનારા દેશના બે રાજ્યોમાં પોતાનું સ્થાન અંકિત કર્યુ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની આ ગૌરવ સિદ્ધિ માટે ઉદ્યોગ વિભાગ સહિતના સંબંધિત વિભાગોને અભિનંદન પાઠવ્યા છે.અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, દેશના 6 ટકા ભૌગોલિક ભૂ-ભાગ અને કુલ વસ્તીના પાંચ ટકા વસ્તી ધરાવતું ગુજરાત દેશના ૠઉઙમાં 8 ટકા અને ઇન્ડસ્ટ્રીયલ આઉટપૂટમાં 18 ટકા જેટલું યોગદાન આપીને અન્ય રાજ્યો કરતાં અગ્રેસર રહ્યું છે. આના મૂળમાં ગુજરાત અને ગુજરાતીઓની ઉદ્યોગ સાહસિકતા, વેપાર-વણજ, વ્યવહાર કુશળતા રહેલી છે.

દેશના મેન્યૂફેકચરીંગ સેક્ટરની એવરેજ 18 ટકા સામે ગુજરાત 38 ટકા જેટલો હિસ્સો સ્ટેટ જી.ડી.પી માં આ સેક્ટર દ્વારા આપે છે.

એટલું જ નહિ, ગ્લોબલ ફોચ્ર્યુન પ00 કંપનીમાંથી 100 જેટલી કંપનીઓએ ગુજરાતમાં પોતાનો વ્યવસાય કારોબાર શરૂ કર્યો છે અને રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય-વૈશ્વિક બજારો સર કરી રહી છે.

આ ઉપરાંત ગુજરાતમાં 3પ લાખ કરતાં વધુ ઉદ્યોગ સાહસિકોએ કોસ્ટ ઇફેક્ટીવ પ્રોડક્શન અને આંતરરાષ્ટ્રિય બજારોમાં સ્પર્ધાત્મકતાની આખી ઇકો સિસ્ટમ ઉભી કરી છે. રાજ્યમાં ‘જસ્ટ ઇન ટાઇમ’ સમયસર ઉત્પાદન તેમજ ઉત્પાદનો-માલ સામાનના સરળ ઝડપી પરિવહન માટે લોજિસ્ટીક ઇન્ફ્રાસ્ટ્રકચર સુદ્રઢપણે વિકસાવવાની જરૂરિયાત-આવશ્યકતા સ્વીકારીને એ દિશામાં ગતિશીલતાથી કાર્ય થઇ રહ્યું છે. ગુજરાતને એન્વાયરમેન્ટ પરફોમન્સ ઇન્ડેક્ષ ર0ર0 અને ર0ર1માં પ્રથમ ક્રમ મળ્યો છે તથા કઊઅઉજ ઇન્ડેક્ષમાં ર018, ર019 અને ર0ર1 એમ ત્રણ-ત્રણ વર્ષ સુધી સતત ગુજરાત અગ્રીમ ક્રમ મેળવતું રહ્યું છે.*

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃતવમાં ગુજરાત વિદેશી મૂડીરોકાણો માટે પણ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન બન્યું છે.  દેશમાં પાછલા મહિનાઓમાં આવેલા કુલ વિદેશી મૂડીરોકાણના પાંચમા ભાગ જેટલો હિસ્સો એકલા ગુજરાતમાં આવ્યો છે.

રાજ્ય સરકારે અત્યાર સુધીમાં વ્યવસાયીક અને નાગરિક કેન્દ્રી સેવાઓ સહિતની સેવામાં ર900 જેટલા નિયમોના પાલનનું ભારણ પણ હળવું કર્યું છે.આ બધી જ પહેલની ફલશ્રુતિ રૂપે ગુજરાતને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રેન્કીંગ 2020માં ટોપ એચીવર તરીકે સ્થાન પ્રાપ્ત થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.