Abtak Media Google News

ગત 7 જુલાઈના રોજ ભારતના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીનો બર્થ હોવાથી ઘણા ક્રિકેટરોએ પોતાના ધોની સાથેના ફોટા અથવા તો ધોનીના ફોટા સોશ્યિલ મીડિયામાં શેર કરી તેને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી આ સાથે જ તેમના નજીકના મિત્રોએ તેને ફોન કરી મસ્તી મજાક સાથે શુભેચ્છા આપી હતી. જયારે ભારતને વર્લ્ડ કપ જીતવામાં એક મહત્વનો હિસ્સો માનવામાં આવે છે તે ગૌતમ ગંભીર જે ભારતના પૂર્વ ઓપનર હતા તેમને સોશ્યિલ મીડિયામાં એવા ફોટા સહારે કર્યા જેનાથી માહી તેમજ ગંભીરના ફેન્સે સોશ્યિલ મીડિયા પર ગંભીરને ખુબ જ ટ્રોલ કરેલો હતો. ફેન્સે કહ્યું કે ગંભીર ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે આગ લગાડવાનું કામ કરે છે.

Gotti

ગંભીરે 2007 અને 2011 વર્લ્ડ કપના ફોટો શેર કર્યા. 7 જુલાઈએ ધોનીના જન્મદિવસ પર ગૌતમ ગંભીરે 2 ફોટો શેર કર્યા હતા, જેમાં એક ફોટો 2007 T-20 વર્લ્ડ કપનો હતો અને બીજો ફોટો તેને પોતાના ફેસબુક કવર પેજ પર સિલેક્ટ કર્યો હતો, જે 2011 વર્લ્ડ કપમાં તેની 97 રનની ઈનિંગ પાછળની મહેનતને દર્શાવતો હતો. સોશિયલ મીડિયા પર જ્યારે આ 2 ફોટો ગંભીરે શેર કર્યા એમા કંઈ નવાઈની વાત નહતી પરંતુ તેણે ધોનીના બર્થડે પર જ આવી પોસ્ટ કરતા ફેન્સ તેના પર ભડક્યા હતા.

ગૌતમ ગંભીર અને મહેન્દ્ર સિંહ ધોની વચ્ચેના મતભેદોથી સમગ્ર દુનિયા જાણકાર છે. વર્લ્ડ કપ 2011 જીતવાનો શ્રેય લોકો ધોનીને આપે છે. ધોનીએ નુવાન કુલસેકરાની બોલિંગમાં સિક્સ મારીને વર્લ્ડ કપ જીતાડ્યો હતો. લોકો આ શોટને વર્લ્ડ કપ મેચ વિનિંગ મોમેન્ટ તરીકે જણાવે છે અને આ વાત જ ગંભીરને પસંદ આવતી નથી.

Maahi

ગંભીરે ગત વર્ષે ESPNcricinfoની સોશિયલ મીડિયા પોસ્ટ પર નિશાન સાધ્યું હતું. ગૌતમ ગંભીરના મત મુજબ બંનેએ 2011 વર્લ્ડ કપ ફાઇનલમાં મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી, પરંતુ લોકો માત્ર ધોનીને શ્રેય આપતા હોય તેવું તેને લાગે છે. ગંભીરે આ મેચમાં 97 તો ધોનીએ 91* રનની ઈનિંગ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં રમી હતી. જેથી ગંભીરે કહ્યું હતું કે આ કપ જીતવાનો શ્રેય આખી ટીમ અને સ્ટાફને છે, એકલા ધોનીના સિક્સને નહીં.

સોશિયલ મીડિયા પર ફેન્સે ગંભીરના અકાઉન્ટના સ્ક્રિનશોટ વાઇરલ કર્યા અને લખ્યું હતું કે ફેન્સ તો એમ નેમ બદનામ થઈ જાય છે. આગ લગાડવાનું કામ તો ગંભીર પોતે કરે છે.

એક ફેને ગંભીરની પ્રતિક્રિયાને નિંદનિય જણાવી હતી. તેણે વધુમાં લખ્યું હતું કે મને તો પહેલા લાગ્યું કે ગંભીરના ફેક સ્ક્રિનશોટ વાઇરલ થઈ રહ્યા છે, પરંતુ મેં જ્યારે તેનું સોશિયલ મીડિયા અકાઉન્ટ ચેક કર્યું ત્યારે આ વાત સાચી સાબિત થઈ. આનાથી મને ઘણો આઘાત લાગ્યો હતો. આ ટ્વીટ કર્યાના એક કલાક પછી એજ યૂઝરે બધાની માફી માગતા કહ્યું હતું કે સમય સંજોગો એવા હતા કે જેમાં હું ઓવર રિએક્ટ કરી બેઠો હતો, હું મારા શબ્દો પાછા લઉં છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.