Abtak Media Google News

એક વૃધ્ધએ બીજો ડોઝ લીધો નથી છતા બીજો ડોઝ લીધાનું સર્ટી ઈશ્યુ કર્યું, અનેક છબરડા

અબતક,પોરબંદર

પોરબંદર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગનો છબરડો કહો કે કૌભાંડ, પરંતુ રોજ ઘોર બેદરકારીઓ સામે આવી રહી છે. શહેરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા કાંતાબેન પ્રાણલાલ ઘેલાણી નું ર9 માર્ચ ર0ર1 ના રોજ દુ:ખદ અવસાન થયું હતું. પરંતુ તાજેતરમાં તેમના પુત્રના મોબાઈલમાં કાંતાબેને સુભાષનગર આરોગ્ય કેન્દ્રમાંથી વેકસીનનો બીજો ડોઝ લીધો હોવાનો મેસેજ આવ્યો હતો અને સાથે એક લીન્ક પણ આવી હતી. જે લીન્ક ઓપન કરતા કાન્તાબેન ફૂલ્લી વેકસીનેટેડ થયા હોવાનું સટર્ફિીકેટ ઈસ્યુ થયું હતું, જેના કારણે તેમના પરિવારજનો ચોંકી ઉઠયા હતા. જે વૃધ્ધાનું આઠ માસ પહેલા અવસાન થયું છે, તેને પોરબંદરના આરોગ્ય વિભાગે કઈ રીતે રસી આપી દીધી ? તેવા સવાલો પણ પરિવારજનોમાં ઉઠયા હતા. ત્યારે અન્ય એક બનાવમાં રમાબેન ખોરાવા નામના વૃધ્ધાએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો, તેમ છતાં તાજેતરમાં જ બીજો ડોઝ લઈ લીધો હોવાનો મેસેજ આવ્યો હતો અને ત્યારબાદ સટર્ફિીકેટ પણ ઈસ્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ એક જ પરિવારની બે બહેનોએ વેકસીનનો એક જ ડોઝ લીધો હોવા છતાં તેમને ફૂલ્લી વેકસીનેટેડ દશર્ાવી દેવામાં આવ્યા હતા, ત્યારે આરોગ્ય વિભાગ પણ કૌભાંડના આક્ષોપો થઈ રહ્રાા છે. ગઈકાલની ઘટના અને આજની ઘટનામાં જે સટર્ફિીકેટો ઈસ્યુ થાય છે તે સુભાષનગર આરોગ્ય કેન્દ્રોમાંથી થાય છે, તેમજ આ ત્રણેય વ્યકિતઓને રસી આપનાર પણ પ્રિયંકા નામની કર્મચારી હોવાનું સટર્ફિીકેટ પણ લખ્યું છે, ઉપરાંત વેકસીનના બેચ નંબર સહિતની વિગતો પણ સટર્ફિીકેટમાં દશર્ાવાઈ છે, ત્યારે આ રસી જે-તે વ્યકિતને આપવામાં આવી નથી તો પછી આ રસી ગઈ કયાં ? તેવા સવાલો ઉઠાવી લોકો પોરબંદરના આરોગ્ય વિભાગ સામે કૌભાંડના ખૂલ્લા આક્ષોપો કરી રહ્રાા છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.