Abtak Media Google News

ફાર્મ પર મોડી રાત્રે શંકાસ્પદ હિલચાલ બાદ પોલીસે પાડેલા દરોડામાં કતલખાનાનો પર્દાફાશ: ગૌવંશની હત્યા કરનારા છ શખ્સો ઝડપાયા, સાત ફરાર

દેશભરમાં ગૌવંશ હત્યા નિષેધના કાયદાની અમલવારી માટે તમામ રાજકિય પક્ષો હિમાયત કરી રહ્યા છે ત્યારે ઉતરપ્રદેશમાં માયાવતીના બહુજન સમાજપાર્ટીના નેતાના ફાર્મમાંથી ગાયની કતલના મામલે છ શખ્સોની અટકાયત કરાતા દેશમાં ભારે ખળભળાટ મચી જવા પામી હતી. બસપાના નેતાની ર રુચિવિરામાં આવતા ફાર્મમાં  મોડીરાત્રે પાડેલા દરોડામાં ગાયની કતલના મામલે છ આરોપીઓને ધટના સ્થળેથી દબોચી લીધા હતા. જયારે સાત શખ્સો નાસી છુટવામાં સફળ થયા હતા.

એસ.પી. લક્ષ્મીનિવાસ મિશ્રાએ આપેલી વિગતો મુજબ બસપાના નેતા ર રુચિવિરા અને તેના પરિવારની માલીકીની બેકાવાલ પોલીસ થાણાની હદમાં પોલીસે ગુરુવારે રાત્રે પેટ્રોલીંગ દરમ્યાન શંકાસ્પદ હિલચાલને પગલે બાતમીને આધારે દરોડો પાડયો હતો. બાતમીદાર સાથે પોલીસે શેરડી વાવેલા ખેતરમાં તપાસ કરતાં ખેતરની અંદર ૪૦૦ મીટર દુર ૧ર થી ૧૩ લોકો ગાયની કતલ કરતા દેખાયા હતા. પોલીસે આ સંદર્ભે ઘટના સ્થળેથી છ લોકોને ઝડપી લીધા હતા. જયારે સાત શખ્સો નાશી છુટવામાં સફળ થયા હતા.

ફાર્મમાંથી ઝડપાયેલા કત્લખાનામાંથી પોલીસે ર૦૦ કિલો ગૌમાંસ ઝડપી લીધું હતું. જાખરી નેઝરા ગામમાંથી ઝડપાયેલા આ કતલખાના અંગે તેર શખ્સો સામે ફરીયાદ  દાખલ કરવામાં આવી હતી. આ ગૌ હત્યા કૌભાંડમાં સપાના પૂર્વ ધારાસભ્ય ફરીવિરાની સંડોવણી  ખુલી છે. તાજેતરમાં જ લોકસભાની ચુંટણી પૂર્વ રુચિવિરાએ સમાજ પાર્ટીને રામ રામ કરીને બપાસામાં જોડાયા હતા. તેણઓએ ઓનલા સસંદીય બેઠક પર ચુંટણી લડી હતી પરંતુ હારી ગયા હતા. ર રુચિવિરાના પતિ અને જીલ્લા પંચાયતના પૂર્વ સંદસ્ય  ઉદયન વિરાએ જણાવ્યું હતું કે આ ગૌ હત્યા સાથે કોઇ લેવા દેવા નથી. અમારે જાખરબજરમાં જમીન છે. અમે ત્યાં દેખરેખ માટે ચોકીદાર રાખ્યો છે. કત્લખાના માટે જવાબદાર તમામ વિરુઘ્ધ આકરા પગલા લેવા જોઇએ આ કામ પોલીસનું છે.

પોલીસે ગૌ હત્યા મામલે શકકુ, જાહિદ, ઓસેફ જુબેર, ગુફરાન, નઇમુદ્દીન અને જાખકી ના નાનું અને કાઝીવાલા ગામના શકીશલ, નવીલ, તસ્લીમ, રઇશ, ફઇમ અને અબરાર સામે ગુનો દાખલ કર્યો હતો અને તેમને ઝડપી લીધા હતા.

પોલીસે ઘટના સ્થળેથી ગૌ માંસ ગાયનું કંકાલ, શિંગડા અને ગાયનું ચામડું ઝડપી લીધું હતું. અને આ માંસ ગાયનું છે કે કેમ તેની જાણ માટે માંસના અવશેષો એફએસએલમાં મોકલી દેવાયા હતાં. પોલીસે ગૌ હત્યાના આ મામલામાં સપાના ધારાસભ્ય શ્રીમતિ ર રુચિવિરાની સંડોવણી છે કે કેમ? તે અંગેની તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.