Abtak Media Google News

ભારતીય મહિલા કુશ્તીમાં ફોગાટ સિસ્ટર્સનું ખુબ પ્રસિદ્ધ નામ છે. ગીતા ફોગાટ અને બબીતા ફોગાટએ કુશ્તીની રમતમાં વિશ્વભરમાં ભારતનું ગૌરવ વધાર્યું છે. આ બંને બહેનોના પગલે ચાલીને તેમની પિતરાઇ બહેન રિતિકા ફોગાટ કુશ્તીમાં દેશનું ગૌરવ વધારવા માંગતી હતી, અને તેના માટે ખુબ મેહનત કરતી. રિતિકાનું કુશ્તીમાં યોગદાન ખુબ ઓછું રહીયુ છે. 12થી 14 માર્ચની અંદર ભરતપુરમાં રમાયેલા રાજ્ય લેવલ જુનિયર ટુર્નામેન્ટમાં તેની હાર થયા બાદ તેણે આપઘાત કરી લીધો હતો.

 


ફાઇનલ મેચ 14 માર્ચના દિવસે રમાયો હતો. જેમાં રિતિકાને એક પોઇન્ટથી હારનો સામનો કરવો પડ્યો. આ હારનો આઘાત લાગતા રિતિકાએ આખરે આપઘાત કરી લીધો હતો. એવું કહેવાય છે કે દ્રોણાચાર્ય એવોર્ડ જીતનાર મહાવીર ફોગાટ પણ એ ટુર્નામેન્ટમાં હાજર હતા. રિતિકાએ પંખામાં પોતાનો દુપટ્ટો બાંધી ફાંસી લગાવી હતી. મીડિયાના રિપોર્ટ અનુસાર રિતિકાનો મૃતદેહ પોસ્ટમાર્ટમ બાદ પરિવારને સોંપવામાં આવશે. આ આત્મહત્યા પાછળ સાચું કારણ શું છે તે જાણવા પોલીસ આ કેસની તાપસ કરી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.