કચ્છની કોયલ અને ગરબા કવિન તરીકે ઓળખાતી ગીતા રબારી લોકપ્રિય છે. લોકગાયિકા ગીતા રબારી ડાયરામાં રમઝટ બોલાવતી અનેક વાર જોવા મળતી હોય છે. તેમજ ગુજરાતી ગાયક કલાકાર ગીતા રબારી ખૂબ જાણીતી છે. તેણીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી ટ્રેડિશનલ ચણિયાચોળી પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે.
જેમાં તેણીએ મલ્ટી કલરના ચણિયો, દુપટ્ટો અને બ્લાઉઝ પહેર્યું છે. તેણીએ હેન્ડ વર્ક કરેલ ચણિયાચોળી પહેરી છે. તેણીએ મોરપીંછવાળા ચણિયાચોળી પહેર્યા છે. તેણીએ ગળામાં નેકલેસ પહેર્યો છે અને એક હાથમાં બેંગલ્સ પહેર્યા છે. આ ટ્રેડિશનલ લુકમાં તેણી ખુબ જ એડોરેબલ લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણી આ લૂકમાં ખૂબ જ બ્યૂટીફૂલ લાગી રહી છે. તેણીએ બિંદી લગાવી છે. જે જોઇને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.