Abtak Media Google News

અંડાશયમાં 4.5 કિલોની ગાંઠ સફળતાપૂર્વક ઓપરેશનથી બહાર કઢાઈ

અબતક,રાજકોટ

દર્દી દેવકોરબેન ડોલરીયા ઉ.70 રહેવાનું વેરાવળ, છેલ્લા બે વર્ષથીતેમના પેટમાં સતત દુ:ખાવો રહ્યા કરતો હતો.તેઓ ઘણી બધી જગ્યાએ આ તકલીફ માટે નિદાન અને સારવાર કરાવી ચૂકયા હતા. છેલ્લા બે દિવસ પહેલા તેઓ રાજકોટની ક્રાઈસ્ટ મલ્ટી સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલખાતે જનરલ અને લેપ્રોસકોપીક સર્જન તરીકે ફરજ બજાવતા ડો. શ્રેનુ જ મારવાણીયાને દેખાડવા માટે આવેલ હતા. અહીયા ડોકટરે તેમને તપાસીને તેમના થોડા રિપોર્ટ કરાવ્યા હતા. આ બધા ઈન્વેસ્ટિગેશન પછી તમને ખબર પડી હતી કેતેમના અંડાશયમાં એક મોટી ગાંઠ છે.જેને તાત્કાલીક કઢાવી ખૂબજ જરૂરી હતી, ડોકટર શ્રેનુજ મારવાણીયા અનેતેમની ઓપરેશન ટીમ, દ્વારા આ દર્દીનુંસફળ ઓપરેશન કરવામાં આવ્યું હતુ અને 4,5 કિલોનીગાંઠ જે 1 ફૂટમોટી હતીતેને સફળતાપૂર્વક કાઢીલેવાઈ હતી. ઓપરેશન પછી ક્રાઈસ્ટ હોસ્પિટલના અનુભવી મેડિકલ ઓફિસર્સ અને નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીની ખૂબજ કાળજી પૂર્વક ધ્યાન રાખી પોસ્ટ ઓપરેટીવ સારવાર પણ આપી હતી.

હાલદર્દી સ્વસ્થ છે.અને ક્રાઈસ્ટ હોસ્પિટલનો અને ક્રાઈસ્ટ હોસ્પિટલના ડોકટર શ્રેનુજ મારવાણીયાનો ખૂબજ આભાર વ્યકત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.