Abtak Media Google News

સર્કિટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં સિનિયર એડવોકેટોએ જંગી મતોથી વિજય બનાવવા કરી હાંકલ

હાલમાં રાજકોટ ખાતે આવનારી સમગ્ર શહેરના વકીલો ના સંગઠન બાર એશોસીએશનની ચુંટણી નો પ્રચાર જીનીયસ પેનલ દ્વારા પુર જોર શોર થી ચાલી રહ્યો છે. ત્યારે જીનીયસ પેનલ ના ઉમેદવારો જેમાં પ્રમુખ પદ માટે અર્જુનભાઈ પટેલ, ઉપપ્રમુખ પદે બીમલભાઈ જાની, સેક્રેટરી ના પદે પી.સી.વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી પદે દીવ્યેશભાઈ મહેતા, ખજાનચી ના પદે ડી.બી.બગડા, લાયબ્રેરી સેક્રેટરી ના પદે અજયભાઈ જોશી, તેમજ નવ સભ્યોની કારોબારી ના પદ માટે ના ઉમેદવારો અજયસિંહ ચૌહાણ, રાજેશ ચાવડા, હિરેન ડોબરિયા, સાગર હપાણી, મોનીશ જોશી, રાજેન્દ્ર જોશી, કુકડીયા રજનીક, કલ્પેશભાઈ મૈયડ, રવી વાઘેલા, આ તમામ ઉમેદવારો ખુબજ મહેનતથી વકીલ આલમનું સમર્થન મેળવી રહ્યા છે ત્યારે જીનીયસ પેનલના સમર્થના માં તમામ સમાજના વકીલો સાથે જોડાયેલા છે અને જીનીયસ પેનલ ને બહુમતીથી જીતાડવા મેદાનમાં ઉતર્યા છે.

આજરોજ સર્કીટ હાઉસ ખાતે જીનીયસ પેનલ દ્વારા મહાસંમેલન નું આયોજન કરવામાં આવેલ જેમાં રાજકોટ ના ખ્યાતનામ તેમજ સીનીયર ધારાશાસ્ત્રીઓ જે રાજકોટ ના અલગ અલગ બાર માં વર્ષો થી પ્રેક્ટીસ કરી રહ્યા છે તેમજ સરકારી વકીલ ના પદ પર કાર્યરત રહેલ તેવા અનિલભાઈ દેસાઈ, હેમંત શેઠ, નરેશ દવે, પીયુશભાઇ શાહ, જીગ્નેશ સભાડ, જ્યોતિન્દ્ર મહેતા, કેતન દવે, નીરજ શાહ, કમલેશભાઈ શાહ, સંજય બાવીશી, પથિક દફતરી, જી.કે.ભટ્ટ, રૂપરાજસિંહ પરમાર, જય ચૌધરી, જયેશ જાની, પી.એચ.કોટેચા, પ્રજાપતિ ગીરીશભાઈ, ભગીરથસિંહ ડોડીયા, દિલીપ મીઠાણી, જયપ્રકાશ ત્રિવેદી, બળવંતસિંહ રાઠોડ, એન.જે.પટેલ, સુનીલ મોઢા, મહેન્દ્રભાઈ ફળદુ,

રાકેશ ગોસ્વામી, બીપીનભાઈ મહેતા, જી.આર.રામાણી, દિલેશ શાહ, જયેશ દોશી, કિશોરભાઈ સખીયા, વી.એચ પટેલ, સી.એમ દક્ષિણી, નરેન્દ્રભાઈ બુસા, કેતન ગોસલીયા, અશ્વિન ગોસાઈ, તુષાર બસલાણી, અય શાહ, તુલસીદાસ ગોંડલીયા, એન.ડી.ચાવડા, યોગેશ રાજ્યગુરૂ, મૌલિક 756, અનીલર, રવિ ગોગીયા, અમિત વેકરીયા, ચેતન આસોદરિયા, રવિ ત્રીવેદી, દીપક મેહતા, દિલીપભાઈ જોષી, પરાગ વોરા, ભુપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુ શીશાંગીયા, દિનેશ વારોતરીયા, પ્રફુલ વસાણી, જી.બી.ઠુમ્મર, હરેશ દવે, નૈમિષ કોટેચા, પી.એમ.પટેલ, મધુભાઈ ખંધાર, મિહિર ત્રિવેદી, રાજકુમાર હેરમા, અપૂર્વ મહેતા, હિતેન મેહતા, દીપેશ અંધારિયા, હેમલ કામદાર, હિત શેઠ, પરેશ ઠાકર, કિરીટ પાઠક, મનીષ ભટ્ટ, માધવ દવે, હેમંત ભટ્ટ, તરૂણ કોઠારી વગેરેઓ હાજર રહ્યા હતા.

જીનીયસ પેનલ દ્વારા સમગ્ર વકીલ આલમનો આજરોજ સાંજે સાત વાગ્યે નાગર બોડીંગ, વિરાણી હાઈસ્કુલ ખાતે ઝૂજકોટના તમામ બારના સીનીયર વકીલો તથા જુનિયર વકીલોનું એક મહાસંમેલન યોજવામાં આવ્યું છે જેમાં જીનીયસ પેનલ દ્વારા આવનાર આગામી ચૂંટણીમાં જીનીયસ ટીમ દ્વારા સમગ્ર વકીલોની હાજરીમાં મેનીફેસ્ટો ની વિગતવાર માહિતી આપવામાં આવશે તેમજ આવનાર દિવસોમાં રાજકોટ બાર ને એક નવીજ દિશામાં લઈ જવા માટે સમગ્ર વકીલ આલમને સંબોધશે. પેનલના પ્રમુખ અર્જુન પટેલે એ વધુમાં જણાવેલ કે આજ સુધી વકીલોને પડતી મુશ્કેલી જેવી કે કોઈપણ કોર્ટ માં કે પોલીસ તંત્ર દ્વારા હેરાનગતિ થી પીડિત વકીલોને આજદિન સુધી મળવી જોઈએ એવી મદદ કરી શકે એવા રાજકોટ બાર માં ઘણા વર્ષો થી સેનાપતિ આવ્યા નથી.

જીનિયસ પેનલનો મેનીફેસ્ટો

જુનિયર હોય કે સીનીયર વકીલ પણ જયારે જરૂર પડે ત્યારે જરૂરિયાતમંદ વકીલની પડખે ઉભા રહી રક્ષણ કરીશું. તમામ વકીલને આકરમીક કે વિકટ પરીસ્થિતિમાં વકીલાના હિતાર્થે સાથે મળી રક્ષણ કરીશું.  બાર અને બેંચ ને એકબીજાને જોડીને સુમેળભર્યા વાતાવરણ માં સમન્વય સાથે કાર્ય કરીશું.  નવી કોર્ટના શીફ્ટીંગમાં જુનીયર-સીનીયર વકીલોની જરૂરીયાત મુજબ જે કંઇ કરવું ચોક્કસ કરશું, તથા જુનીયરોની નવી કોર્ટમાં સુયોગ્ય બેઠક વ્યવસ્થા મળી રહે તે સંદર્ભે જરૂરી હોય તે ઘટતું કરીશું. કોરોના ના કપરા કાળમાં જુનીયરસીનીયર વકીલોની ઓફીસ ટેક્ષ માફ કરવામાં આવે તે તરફ મ્યુ. કોર્પોરેશનમાં પ્રયત્ન કરીશું. ધારાશાસ્ત્રીઓનો પ્રોફેશનલ વકીલાત છે જેથી તેઓની ઓફિસને કોમર્શીયલ ન ગણી શકાય તે સંદર્ભે પી.જી.વી.સી.એલ માં યોગ્ય માંગણી કરીશું.

નવીકોર્ટના શીફટીંગ સમયે પક્ષકારો  સાહેદો  વકીલશ્રીઓને દુર-દુર થી આવવાનું થાય ત્યારે કોર્પોરેશનનું ટ્રાન્સપોર્ટેશન સીટીબસ ની વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો કરીશું. નવીકોર્ટમાં પોસ્ટઓફીસ, નેશનલાઈઝ બેંક, એ.ટી.એમ. ની સુવિધા માટે પ્રખ્તનશીલ રહીશું. રેવન્યુ વિભાગમાં પ્રેકટીસ કરતા ધારાશાસ્ત્રીઓને બેસવા માટે સગવડતા સાથેનો અલગ રૂમ ફાળવવા પ્રયત્નશીલ રહીશું અને તે સંદર્ભે રજૂઆત કરીશું જગ્યા સ્પેસીફાઈ કરવી જોઈએ. નવા કોર્ટ સંકુલમાં સીવીલ કોર્ટ, ક્રીમીનલ કોર્ટ, ફેમીલી કોર્ટ, ક્ધઝ્યુમર ફોરમ, વગેરે એક જ જગ્યાએ શરૂથાય તેવા પ્રયત્નો કરીશું. ધારાશાસ્ત્રીઓ તથા પોલીસ ડીપાર્ટમેન્ટ વચ્ચે સમન્વય થાય અને વકીલોનું પુરતું પોલીસ સ્ટેશનમાં

માન-સન્માન જળવાય તે સંદર્ભે પોલીસ અધિકારીઓ સાથે મીટીંગ કરી રજૂઆત કરીશું. વીલો માટે કોન્ફરન્સ સેમીનાર, વ્યાખ્યાનમાળાઓ, જ્યુડીસરી પરીક્ષાઓ સંદર્ભે કલાસીસ નું આયોજન કરીશું. વકીલોના સંપ-સાથ સહકારમાં પ્રવાસોનું આયોજન તથા રમત ગમત ની એક્ટીવીટી કરીશું. રાજકોટ બાર ના

તમામ વકીલ બંધુઓને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાંથી મળતી તમામ સહાય

તેમજ લાભ બધા વકીલ બંધુઓને મળે તેવા પ્રયત્ન કરશે. વકીલોના વેલ્ફેર માટે પરીણામલક્ષી યોજનાઓ લાવીશું. વકીલોના કાયદાકીય જ્ઞાનમા ઉમેરો-અપડેટ કરવા અધ્યતન લાયબ્રેરી નવા કોર્ટ સંકુલમાં બનાવશે. નવા કોર્ટ સંકુલમાં મહિલા ધારાશાસ્ત્રીઓને પડતી મુશ્કેલીઓને ધ્યાન માં રાખી અલગ થી સગવડતા વાળા મહીલા બાર રૂમની વ્યવસ્થા કરીશું.

ઉપરોકત મુદ્દાઓ સંદર્ભે જીનીયસ પેનલના ચુંટાયેલા હોદ્દેદારો કાળજીપૂર્વક પાલન કરવાથી સમગ્ર અધિવક્તા મિત્રો સમક્ષ આ મેનેફિટો થી જાહેર કરે છે.

હું સેનાપતિ બનવાના ગુણ ધરાવતો હોય તો જંગી બહુમતીથી વિજયી બનાવજો : અર્જુનભાઇ પટેલની અપીલ

બાર એસોસીશનની ચૂંટણીમાં જીનિયસ પેનલ તરફે પ્રમુખ પદની દાવેદારી કરી રહેલા અર્જુનભાઇ પટેલે તમામ સિનિયર-જુનિયર વકીલોને ચૂંટણી સંદર્ભે અપીલ કરતા કહ્યું હતું કે, ચૂંટણીમાં મત તેને જ આપવાનો હોય જે પ્રતિનિધિત્વના ગુણ ધરાવતાં હોય. ત્યારે જો મારામાં સેનાપતિ બનવાના યોગ્ય ગુણ હોય તો મને આવતીકાલે જંગી બહુમતીથી જીતાડવા વકીલોને અર્જુનભાઈએ અપીલ કરી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, મારી સમગ્ર પેનલની જો વાત કરવામાં આવે તો રાજકોટના વિવિધ ક્ષેત્રોમાં પ્રેક્ટિસ કરનારા તેમજ નામના ધરાવતાં વકીલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમારી પેનલનો એક માત્ર નીર્ધાર કરવામાં આવ્યો છે કે, અમે ફક્ત વકીલોના કામ કરવાના મંત્ર સાથે જ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.

જીનિયસ ચેનલને સમર્થન જાહેર કરતા એસ.સી. સમાજના વકીલો

બાર એસોસીએશનની ચૂંટણીનો જંગ જામી રહ્યો છે ત્યારે સૌ કોઈ મતદારો સામાજીક ગ્રુપો, સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા વકીલઓ પોત પોતાની પસંદગીના ઉમેદવારો તથા પસંદગીની પેનલના ઉમેદવારોને સમર્થન આપી અપાવી રહ્યા છે.

ત્યારે અનુસુચિત જાતી સમાજના વકીલઓ અશ્ર્વીન મહાલીયા, ભરત હિરાણી, પ્રવિણ વી. સોલંકી અશોક ડાંગર, દિપક બથવારે, આર.કે.પરમાર, રાજેશ ચાવડા, ડી.બી.બગડા વિગેરે લોકો જીનીયસ પેનલ સાથે જોડાયેલા છે. અને આ લોકોએ પોત પોતાની સાથે જોડાયેલ અનુસુચિત જાતીના મતદારોને જીનીયસ પેનલને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા અપીલ કરી છે.

બાર એસોસિએશનની ચૂંટણીનું કાલે મતદાન પ્રમુખ સહિતના 16 હોદા ઉપર 50 ઉમેદવારો વચ્ચે જંગ

રાજકોટ બાર એસોસીએશનની પ્રતિષ્ઠાભરી ચૂંટણી લડવા પ્રમુખ પદ પર 7 ઉમેદવાર સહિત 16 હોદા ઉપર 50 ઉમેદવારો વચ્ચે જંગ વચ્ચે ખરાખરીનો ખેલ જામ્યો છે. બાર એસોસીએશનની ચૂંટણીમાં જંપલાવનાર 50 ઉમેદવારો માટે આજે કતલની રાત છે. પ્રમુખ પદ સહિતના 16 હોદા ઉપર ઉમેદવારી નોંધાવનાર 50 ઉમેદવારોના ભાવિનો કાલે મતદારો ફેસલો કરશે. બાર એસોસીએશનની ચૂંટણી આવતી કાલે સિવિલ કોર્ટ બિલ્ડિંગમાં પહેલા માળે સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી યોજાશે. બાર એસોસીએશનની  ચૂંટણીમાં જંગ જામ્યો હોય તેમ  એસોસિએશનના સતત બે સુધી સેક્રેટરી પદ પર જીત હાંસલ કરી સતત ત્રણ વર્ષ સુધી સેક્રેટરી પદ પર રહી ઇતિહાસ રચનાર એડવોકેટ જીજ્ઞેશ જોષીએ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવતા બાર એસોસીએશનની ચૂંટણીમાં ભારે રસાકસીનો જંગ જામ્યો છે.  બાર એસોસીએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ પર 5,  ઉપપ્રમુખ પદ પર 2, સેક્રેટરી પદ પર 2, જોઇન્ટ

સેક્રેટરી પદ પર 2, ટ્રેઝરર પદ પર 2,  લાઈબ્રેરી સેક્રેટરી 2,  કારોબારી મહિલા અનામત સીટ પર 3 અને કારોબારી સભ્ય પદ પર 32 ઉમેદવારો વચ્ચે ચૂંટણી  યોજાશે આગામી 17 મી એ પ્રમુખ પદ સહિત 16 હોદા ઉપર ઉમેદવારી નોંધાવનાર 50 ઉમેદવારોના ભાવિનો કાલે વકીલ મતદારો ફેંસલો કરશે. કાલે મતદાન પૂર્ણ થયા બાદ ગણતરીની કલાકોમાં જ એટલે કે સાંજ સુધીમાં  બાર એસોસીએશનની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.

અસત્ય સામે સિંહ  ગર્જના કરનાર મતદાન કરવા પૂર્વ પ્રમુખની અપીલ

વકીલ આલમની સૌથી પ્રતિષ્ઠતિ ચૂંટણી માં વકીલ મતદાર ની વ્યુંગાત્મક  સચોટ  માંગ અમને સારા અભિનેતા નહીં પણ સારા નેતા જોઈએ છેં ,અમને સારા વક્તા નહીં પણ સારા કાર્યકર્તા જોઈએ છે. અમને ચૂંટણી માં મોટી મોટી વાતો કરી વોટ લઇ મોજ કરનાર સભ્યો નહિ પણ બાર અને સભ્ય વકીલ ના હિત માં કામ કરનાર સભ્યો ની ફોજ જોઈએ છે . અમને ખ્યાતનામ સભ્યોની કમિટી નહિ પણ કાર્યશીલ સભ્યો ની કમિટી જોઈએ છે.

અમને પોતાના ખિસ્સા  ભરે તેવા મીઠાબોલા  લેભાગું સભ્યો ની કમિટી નહીં પણ અમને અસત્ય ની સામે સિંહગર્જના કરી વકીલ આલમ ના હિત  માં સદા સક્રિયતા થી કાર્યશીલ રહે તેવી કમિટી જોઈએ છે. જુનિયર હોઈ કે સિનિયર વકીલ પણ જયારે જરૂર પડે ત્યારે જરૂરિયાત મંદ વકીલ ની પડખે ઉભી રહી રક્ષણ કરી શકે તેવી સક્ષમ મજબૂત કમિટી જોઈએ છે  અમને બાર અને બેન્ચ ને એકબીજા થી દૂર કરાવે તેવી કમિટી નહિ પણ બાર અને બેન્ચ ને એકબીજાથી જોડે તેવી  કમિટી જોઈએ છે. સંજય વ્યાસ   પૂર્વ પ્રમુખ, રાજકોટ બાર એસસોશિએસન

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.