Abtak Media Google News

રાજ્ય સરકારના મહત્વપૂર્ણ નિર્ણયથી વિદ્યાર્થીઓ જીપીએસસી, યુપીએસસી, એસ.એસ.સી તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષામા શ્રેષ્ઠ દેખાવ કરી શકે

કોલેજ કક્ષાએથી રાજ્યના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારું પ્રદર્શન કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે, રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં હવે જનરલ નોલેજ એટલે કે સામાન્ય જ્ઞાનનો વિષય મરજિયાત વિષય તરીકે લાગુ કરવામાં આવશે. આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે 2023-24થી આ નિર્ણયને લાગુ કરવામાં આવશે. સરકારના આ નિર્ણયને કારણે રાજ્યના હજારો વિદ્યાર્થીઓને લાભ પહોંચશે.

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, વિદ્યાર્થીઓ જીપીએસસી, યુપીએસસી, એસ.એસ.સી  તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષામા શ્રેષ્ઠ દેખાવ કરી શકે, યુવાનો સરળતાથી રોજગાર મેળવી શકે તે માટે યુનિવર્સિટી કક્ષાએ યુજી અને પીજી કોર્સમા શૈક્ષણિક વર્ષ 2023-24થી જનરલ નોલેજને વિષયને મરજિયાત વિષય તરીકે રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં સમાન ધોરણે લાગુ કરાશે.

કોન બનેગા કરોડપતિ જેવો ટીવી શો હોય કે પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય, બધે જનરલ નોલેજ બહુ મહત્વનું છે.નોકરીના ઈન્ટર્યુુંમાં પણ જનરલ નોલેજના સવાલો પૂછાતા હોય છે.ગુજરાતી યુવકોમાં જીપીએસસી,યુપીએસસી,એસએસસી વગેરે પરીક્ષાઓ આપવાનું પ્રમાણ વધ્યું છે.પરંતુ બધા વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓ અંગે વાકેફ નથી હોતા, માટે ઘણી વખત મોડેથી તૈયારી શરૂ કરતા હોય છે.

પરંતુ હવે ભણતા ભણતા જ તૈયારી કરી શકાય એ માટે સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.આ અભ્યાસક્રમ અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાએ લાગુ પડાશે. રાજ્યની તમામ યુનિવર્સિટીઓને આ નવો નિયમ લાગુ પડશે. સૌ.યુનિ અને સંલગ્ન કોલેજમાં જીકે ફરજિયાત કરવા આજે એકેડમિક કાઉન્સીલમાં ચર્ચા કરાશે: ભીમાણી

ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે, રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં હવે જનરલ નોલેજ એટલે કે સામાન્ય જ્ઞાનનો વિષય મરજિયાત વિષય તરીકે લાગુ કરવામાં આવશે. જો કે હવે આ વિષય ફરજીયાત કરવા સૌરાષ્ટ યુનિવર્સીટી અને સંલગ્ન 200થી વધુ કોલેજોમાં અમલવારી કરવા આજે એકેડમિક કાઉન્સીલની બેઠકમાં ચર્ચા હાથ ધરાશે. વધુમાં કુલપતિ ડો.ગિરીશ ભીમાણી એ જણાવ્યુ હતું કે, અત્યાર સુધી જનરલ નોલેજ માત્ર વિધાર્થીઓ વાંચતા પરંતુ આ વિષય સમજવાની જરૂર છે જેથી જો આ વિષય ફરજીયાત થાય તો વિધાર્થીઓને ઘણો ફાયદો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.