Abtak Media Google News

રિલાયન્સ જીયો દ્વારા જીયો ફાયબરનાં વપરાશ કરનારાઓ માટે અપાશે વેલકમ ઓફર: જિયોફાઇબર પ્લાનના ભાડાનાં દર રૂા.૬૯૯થી શરૂ થઈને  રૂપિયા ૮,૪૯૯ સુધીનાં

રિલાયન્સ દ્વારા વ્યાપારને દિશા કેવી રીતે આપવી તે બખુબી રીતે જાણે છે. રિલાયન્સ દ્વારા રિલાયન્સ જીઓ અને રિલાયન્સ ફાયબર જયાંથી લાગુ કરવામાં આવ્યા ત્યારથી રિલાયન્સે તેનો વ્યાપાર સિકયોર કરી લીધો છે. સૌથી સસ્તા પ્લાન આપવાથી નેટ પ્રોવાઈડરો ઉપર જાણે પાણી ફરી વળ્યું હોય તેવી સ્થિતિ ઉદભિવત થઈ છે. બજારમાં ટેલીકોમ ક્ષેત્રે નુકસાની કરતી કંપની રિલાયન્સે લોસ મેકિંગ બિઝનેસ કરી દેશની જનતાને રિલાયન્સ જીઓ વાપરવા માટે મજબુર કરી દીધી છે. રિલાયન્સ જીઓ દ્વારા ટીવી, નેટ કનેકશન, ગેમીંગ, કેબલ નેટવર્કીંગ તમામ ક્ષેત્રને આવરી લીધું છે. લોકોને સૌથી વધુ જરૂરીયાત સ્પીડની હોય તો તે પણ રિલાયન્સ દ્વારા આપવામાં આવી છે ત્યારે કહી શકાય કે, રિલાયન્સ દ્વારા જી ભર કે માણી શકાય તેવા જીઓ ફાયબર પ્લાન રજુ કર્યા છે. વિશ્વનાં સૌથી મોટાં મોબાઇલ ડેટા નેટવર્ક જિયોએ ભારતમાં ૧,૬૦૦ શહેરોમાં એની ફાઇબર ટૂ હોમ સર્વિસ જિયોફાઇબર શરૂ કરવાનીઆજે જાહેરાત કરી હતી. જિયોફાઇબર સાથે જિયોએ ભારતીય ઘરોમાં પરિવર્તનશીલ બદલાવ લાવવાની સાથે અનકનેક્ટેડ લોકોને કનેક્ટ કરવાના તેના વચનની પૂર્તિ ચાલુ રાખી છે, જેની શરૂઆત કંપનીએ ત્રણ વર્ષ અગાઉ ૫ સપ્ટેમ્બર, ૨૦૧૬નાં રોજ તેની મોબિલિટી સર્વિસીસના પ્રારંભ સાથે કરી હતી.

અત્યારે ભારતમાં સરેરાશ ફિક્સ્ડ-લાઇન બ્રોડબેન્ડ સ્પીડ ૨૫એમબીપીએસ છે. સૌથી વધુ વિકસિત અર્થતંત્ર ગણાતા અમેરિકામાં પણ સરેરાશ ફિક્સ્ડ-લાઇન બ્રોડબેન્ડ સ્પીડ ૯૦એમબીપીએસ છે. ભારતની સૌપ્રથમ ૧૦૦ ટકા સંપૂર્ણ ફાઇબર બ્રોડબેન્ડ સર્વિસ જિયોફાઇબરની શરૂઆત ૧૦૦ એમબીપીએસથી થશે અને ૧ જીબીપીએસ સુધી પહોંચશે. આ ભારતને દુનિયામાં ટોચના ૫ બ્રોડબેન્ડ દેશોમાં સામેલ કરશે.જિયોફાઇબરનાં યુઝર્સ ઉપલબ્ધ વિવિધ પ્રાઇસ પોઇન્ટમાંથી વેલકમ ઓફર પસંદ કરી શકે છે.  રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડનાં ડાયરેક્ટર આકાશ અંબાણીએ જિયોફાઇબરનાં લોંચ પર કહ્યું હતું કે, અમારાં ગ્રાહકો અમારી તમામ કામગીરીનું હાર્દ છે અને જિયોફાઇબરની ડિઝાઇન તમને આનંદદાયક અનુભવ આપવાનાં એકમાત્ર ઉદ્દેશ સાથે બનાવવામાં આવી છે. ક્રાંતિકારી સેવાઓ સાથે જિયોફાઇબરનો પ્રારંભ નવી અને રોમાંચક સફરની હજુ શરૂઆત માત્ર છે. હંમેશની જેમ અમે તમારાઘરમાં આ પ્રકારની વધારે રોમાંચક સેવાઓ લાવવા સતત કામ કરતાં રહીશું અને જિયો ફાઇબરને આગામી સ્તરે પહોંચાડીશું. હું અમારા ૫ લાખ જિયોફાઇબર પ્રીવ્યૂ યુઝર્સનો ખાસ આભાર માનું છું, જેમણે અમારી પ્રોડક્ટ અને સર્વિસના અનુભવને સંપૂર્ણ બનાવવામાં મહત્ત્વપૂર્ણ પ્રદાન કર્યું છે. હું તેમને જિયા ેફાઇબરનો આગામી સ્તરનો અનુભવ મેળવવા આવકારું છું.

રિલાયન્સ દ્વારા જીઓફાઈબરને લઈ દેશને અલ્ટ્રા-હાઈ-સ્પીડ બ્રોડબેન્ડ (૧જીબીપીએસ સુધી), ડોમેસ્ટિક વોઇસ કોલિંગ, કોન્ફરન્સિંગ અને ઇન્ટરનેશનલ કોલિંગ, ટીવી વીડિયો કોલિંગ અને કોન્ફરન્સિંગ, એન્ટરટેઇન્મેન્ટ ઓટીટી એપ્સ, ગેમિંગ, હોમ નેટવર્કિંગ, ડિવાઇસ સીક્યોરિટી, વીઆર એક્સપિરિયન્સ, પ્રીમિયમ ક્ધટેન્ટ પ્લેટફોર્મ સહિતની સેવાઓ આપવામાં આવશે. રિલાયન્સ જીયો દ્વારા માસિક પ્લાન વિશે જો વાત કરવામાં આવે તો, જિયોફાઇબર પ્લાન ભાડાનાં દર રૂા. ૬૯૯થી શરૂ થઈને રૂ. ૮,૪૯૯ સુધીનાં છે. લઘુમત ટેરિફ પ્લાન પણ ૧૦૦ એમબીપીએસ સ્પીડ સાથે શરૂ થાય છે. તમે ૧ જીબીપીએસ સુધીની સ્પીડ મેળવી શકો છો. મોટાભાગના ટેરિફ પ્લાન્સ ઉપર જણાવામાં આવેલી તમામ સેવાઓ સાથેના છે.જિયોનાં પ્લાનની કિંમત આંતરરાષ્ટ્રીય દરથી એક દસમા ભાગની છે, જે તમામ માટે સુલભ છે, દરેકનાં બજેટને અનુકૂળ છે અને દરેકની જરૂરિયાત પૂરી કરે છે. લોંગ-ટર્મ પ્લાન્સમાં જિયોફાઇબરનાં યુઝર્સને ૩, ૬ અને ૧૨ મહિનાનાં પ્લાનની સુવિધા મળશે, જેનું મૂલ્ય નોંધપાત્ર રીતે ઊંચું છે. બેંક સાથે જોડાણો મારફતે જિયો આકર્ષક ઇએમઆઈ યોજનાઓ પ્રદાન કરશે, જેથી ગ્રાહકોને ફક્ત માસિક ઇએમઆઈ ચુકવણી કરીને વાર્ષિક યોજનાઓનો લાભ મળશે.

રિલાયન્સ જીયો દ્વારા જીયો ફાયબરનાં વપરાશ કરનારાઓ માટે વેલકમ ઓફર પણ રાખવામાં આવી છે જેમાં તેઓને જિયોફાઇબરનાં દરેક યુઝરને જિયોફોરએવર એન્યૂઅલ પ્લાનનાં સબસ્ક્રિપ્શન સાથે અભૂતપૂર્વ મૂલ્ય મળશે, જિયો હોમ ગેટવે, જિયો ૪ઊં સેટ ટોપ બોક્ષ, ટેલીવિઝન સેટ (ગોલ્ડ પ્લાન અને એનાથી ઉપરનાં પ્લાનમાં), તમારી મનપસંદ ઓટીટી એપ્સનું સબસ્ક્રિપ્શન, અનલિમિટેડ વોઇસ અને ડેટાનો લાભ મળશે. જીયો ફાયબર મેળવવું કેવી રીતે તે અંગે પણ રિલાયન્સ જીયોએ નિર્દેશ જાહેર કર્યા છે

જેમાં www.jio.com ની મુલાકાતલો અથવા માયજિયો એપ ડાઉનલોડ કરો, જિયોફાઇબર સર્વિસીસ રજિસ્ટર કરાવો, જો જિયોફાઇબરને તમારાં એરિયામાં ઉપલબ્ધ હોય, તો અમારાં સર્વિસ રિપ્રેઝન્ટેટિવ્સ તમારો સંપર્ક કરશે.  જિયોફાઇબરનાં હાલનાં યુઝર્સ માટે જિયો તમારી સર્વિસ અપગ્રેડ કરવા માટે તમારો સંપર્ક કરશે. કૃપા કરીને માયજિયો એપને ડાઉનલોડ કરો, કારણ કે યુઝર્સ સાથે તમામ કમ્યુનિકેશન માયજિયો એપ પર થશે. તેમની પસંદગીનાં મંથલી/ત્રિમાસિક/વાર્ષિક પ્લાન સાથે રિચાર્જિંગ પર જિયોફાઇબરનાં દરેક યુઝરને સંપૂર્ણ સર્વિસ બકેટનો લાભ મેળવવા સેટ ટોપ બોક્સ મળશે.

ડેટા પ્લાન

  • ડેટા પ્લાન ૧૦૦ MBPSથી શરુ થશે અને ૧GBPS સુધી જશે.
  • જિયો ફાઇબરના ૧૦૦MBPS સ્પીડ વાળા ડેટા પ્લાનની કિંમત ૬૯૯ રુપિયા છે.
  • જ્યારે તેના મોંઘા ૧ GBPS ડેટા સ્પીડની કિંમત ૮૪૯૯ રુપિયા છે.

બ્રોન્ઝ પ્લાન

  • ૬૯૯ રુપિયા વાળો પ્લાનબ્રોન્ઝ પ્લાન છે.
  • જેની કિંમત ૬૯૯ રુપિયા છે અને તેમાં તેમને ૧૦૦ MBPSની સ્પીડ મળશે.
  • આ પ્લાનમાં ૧૦૦GB+ ૫GB એકસ્ટ્રા ડેટા મળશે. આ બેસ પ્લાનમાં દેશભરમાં ફ્રી વોઇસ કોલિંગ,TV વીડિયો કોલિંગ, ગેમિંગ સપોર્ટ વગેરે જેવી સુવિધા મળશે.

સિલ્વર પ્લાન

  • સિલ્વર પ્લાન ૮૪૯ રુપિયાનો છે.
  • જેમાં તમને ૧૦૦GB+૫GB એકસ્ટ્રા ડેટા મળશે.
  • સિલ્વર પ્લાનમાં પણ તમને ૧૦૦MBPSની સ્પીડ મળશે.
  • આ પ્લાનમાં દેશભરમાં ફ્રી વોઇસ કોલિંગ, TV વીડિયો કોલિંગ અને કોન્ફ્રેંસિંગ, હોમ નેટવર્કિંગ અને ડિવાઇસ સિક્યોરિટી જેવી સુવિધા મળશે.

ગોલ્ડ અને ડાયમંડ પ્લાન

  • ગોલ્ડ પ્લાનમાં ૫૦૦MBPS ની સ્પીડ મળશે.
  • જ્યારે ડાયમંડ પ્લાનમાં ૫૦૦MBPSની સ્પીડ મળશે.
  • ગોલ્ડ પ્લાનમાં તમને ૫૦૦GB+૨૫૦GB એકસ્ટ્રા ડેટા મળશે. જ્યારે ડાયમંડમાં ૧૨૫૦GB+૨૫૦GB ડેટા મળશે. ગોલ્ડ પ્લાનની કિંમત ૧૨૯૯ રુપિયા છે અને ડાયમંડ પ્લાનની કિંમત ૨૪૯૯ રુપિયા છે. ગોલ્ડ પ્લાનમાં પણ દેશભરમાં ફ્રી કોલિંગ, TV વીડિયો કોલિંગ અને કોન્ફ્રેંસિંગ, હોમ નેટવર્કિંગ અને ડિવાઇસ સિક્યોરિટી જેવી સુવિધા મળશે.

પ્લેટિનમ પ્લાન

  • આવી જ રીતે ૧GBPSની સ્પીડ વાળો પ્લેટિનમ પ્લાન ૩૯૯૯ રુપિયામાં લઈ શકો છો.
  • તેમાં તમને ૨૫૦૦GB ડેટા મળશે. આ પ્લાનમાં દેશભરમાં ફ્રી કોલિંગ, TV વીડિયો કોલિંગ અને કોન્ફ્રેંસિંગ, હોમ નેટવર્કિંગ અને ડિવાઇસ સિક્યોરિટી જેવી સુવિધા મળશે. સાથે VR એક્સપિરિયન્સ અને પ્રીમિયમ ક્ધટેટ સર્વિસ સપોર્ટ પણ મળશે.

ટાઇટેનિયમ પ્લાન

  • આ પ્લાનમાં તમને ૧GBPS સ્પીડ અને ૫૦૦૦GB અનલિમિટેડ ડેટા મળશે.
  • આ પ્લાનમાં પણ પ્લેટિનમ પ્લાન જેવા દેશભરમાં ફ્રી કોલિંગ, TV વીડિયો કોલિંગ અને કોન્ફ્રેંસિંગ, હોમ નેટવર્કિંગ અને ડિવાઇસ સિક્યોરિટી જેવી સુવિધા મળશે.
  • સાથે VR એક્સપિરિયન્સ અને પ્રીમિયમ ક્ધટેટ સર્વિસ સપોર્ટ પણ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.