થાનગઢમાં ભૂસ્તર વિભાગના દરોડા: ૨૦ મેટ્રીક ટન કાર્બોસેલ ખનીજ જથ્થો પકડાયો

થાનગઢમાં ભૂસ્તર વિભાગે દરોડા પાડી ૨૦ મેટ્રીક ટન કાર્બોસેલ ખનીજ જથ્થો ભૂસ્તર વિભાગની ટીમે પકડી પાડ્યો હતો. ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી સુરેન્દ્રનગરનાં  ભૂસ્તરશાસ્ત્રી સુરેન્દ્રનગરની ટીમ દ્વારા મોજે. થાનગઢ  ખાતે આકસ્મિક તપાસ કરતા ૬ (છ) ચરખી મશીન અને અંદાજિત ૨૦ મેં.ટન કાર્બોસેલ ખનીજ જથ્થો ગેરકાયદેસર હોઈ જે ઝડપાઇ પામેલ છે. જેની માલિકી સાજણભાઈ કાળુભાઇ અલગોતર રહે.થાન અને જવેરભાઈ પ્રભુભાઈ વાઘેલા રહે.થાનગઢનું હોઈ સ્થાનિકે જણાઈ આવેલ છે. જે અંદાજિત ૬ (છ) લાખનો મુદામાલ નિયમોનુસાર સીઝ કરેલ છે. જેની આગળની કાર્યવાહી અત્રેની કચેરી ખાતેથી કરવામાં આવશે.