Abtak Media Google News

પેટ્રોલની કિંમતમાં સતત વધારો થતો જાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત વધતા પેટ્રોલની કિંમતમાં પણ વધારો થતો જોવાં મળી રહ્યો છે. તો સાથે દરરોજ પેટ્રોલ-ડીઝલની કિંમતો નક્કી થવાની પણ કંઇક વિશેષ અસર પડતી જોવાં મળે છે.

પરંતુ તમારે હવે ચિંતા કરવાની કંઇ જ જરૂર નથી. કેમ કે હવે આપને પેટ્રોલ બિલકુલ ફ્રી મળવા જઇ રહ્યું છે. આ કોઇ માત્ર ખોટા સમાચાર કે અફવા નથી. પરંતુ આને માટે તમારે એક ખાસ આઇડિયા અપનાવવો પડશે.

આ રીતે પેટ્રોલ ફ્રી મળશે..
પેટ્રોલનું ઓનલાઇન પેમેન્ટ કરવા પર હવે તમને વધુ છૂટછાટ મળી શકે છે. પરંતુ આ જ પેમેન્ટ તમે મોબિક્વિક વૉલેટથી કરશો તો તમને સંપૂર્ણ પૈસા પરત આપનાં વૉલેટમાં આવી જશે. કેમ કે કંપનીએ પેટ્રોલને લઇ આ એક ખાસ સ્કીમ લોન્ચ કરી છે. જેમાં સાંજે 6 વાગ્યાથી લઇ રાતનાં 9 વાગ્યા સુધી પેટ્રોલ નખાવતા આપને સુપરકેશ ઓફર મળશે. આ ઓફરમાં 100% કેશબેકની ઓફર છે.

મોબિક્વિકે આ ઓફર માત્ર પાંચ દિવસ માટે જ બહાર પાડી છે. જો કે હવે આ ઓફરની માન્યતાને લઇ માત્ર બે દિવસ જ હવે વધ્યાં છે. 24 નવેમ્બરે આ ઓફર ખત્મ થઇ જશે.

કેવી રીતે મળશે તમને ફાયદો?
આ ઓફરનો ફાયદો ઉઠાવવા માટે આપને કોઇ જ કૂપન કોડની જરૂર નહીં પડે. પરંતુ પેટ્રોલ પંપ પર પેમેન્ટ વખતે માત્ર ક્યૂઆર (QR) કોડ સ્કેન કરવો પડશે. આનાં બાદ આપે જેટલાં પૈસાનું પેટ્રોલ નંખાયું છે એટલી જ રકમ ભરપાઇ કરવી પડશે. જો કે કંપનીએ આનાં માટે વધારેમાં વધારે 100 રૂપિયાનાં કેશબેકની વાત કરી છે. કેશબેક આવવા પર આનો ઉપયોગ તમે ફરીથી પેટ્રોલ નખાવતા કરી શકો છો. આને માટે આપને ઓછામાં ઓછું 200 રૂપિયાનું પેટ્રોલ નાખવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.